પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૦૭ થીઆસેફી, પદાર્થવિજ્ઞાનથી એ, આપણાં શાસ્ત્રોમાંનું જે તત્ત્વ, હવણાં હવણાં થીઓસાણી દ્વારા સ્પષ્ટ થતું જાય છે, તેને ટેકે મળતો ચાલો છે. મેક્ષલર જેવા પાશ્ચાત્ય સંસ્કૃતનાએ વેદાન્તાદિ વ્યવસ્થાનું રહસ્ય હવણ સમજવા માંડયું છે, અને જેણે “ સાઈ કેલેજિકલ રિલીજીઅન ” એ નામના પેાતાના ગ્રંથમાં થીઓસેારીની નિંદા કરી હતી તેજ વિદ્વાન વેદાન્ત વિષેના વ્યાખ્યાનમાં થી. એડીએજ યુરપ અમેરિકામાં ફેલાયેલા કર્મ અને પુનર્જન્મના હિંદુ ધર્મના સિદ્ધાન્તોની સત્યતાનાં ગાન ગાય છે. છેક હવણાંજ નાઇન્ટીન્થ સેન્ચરી નામના માસિકમાં તેણે ખુદ થીઓસેફીના પ્રયાસની પણ કદર પીછાની છે. આજ કાલ યુરપ અને અમેરિકામાં બોદ્ધ ધર્મ ફેલાવાની ધાસ્તી રખાય છે, અને અમેરિકા તથા યુરપમાં સ્વામી વિવેકાનંદ કે જે અદ્વૈતાનુયાયી હાઈ ભક્તિયોગને બાધ કરનાર છે તેના કરડે શિષ્ય થાય છે ને તેને એક “ મહાત્મા”નું પદ મિક્ષમ્યુલર જેવા આપે છે. એ પણ થીએરીએ તૈયાર કરેલા લોકમતનું જ પરિણામ છે. કર્મ અને પુનર્જન્મના નિયમને આખી સુધરેલી દુનીયામાં એટલો મોટો ફેલાવો થયો છે કે - ગ્લડ અને અમેરિકામાં થઈનેજ પચાસ કરતાં વધારે નેવેલે આ બે ત્રણ વર્ષમાં એ બે ભા-- વનાને અનુસારે લખાઈ છે. આર્યધમની મહત્તા સમજાયાથી વેદ, ઉપનિષદ, સ્મૃતિ,. આદિ ઉપર નવી પદ્ધતિએ અનેક ગ્રંથ લખાયા છે, અને બુદ્ધ ધર્મને માટે પણ દા. રીસડેવિસ, દા. કેરસ જેવા ઘણા સારા પંડિતોએ કલમ હાથમાં લીધી છે. યુરપમાં વ્યાપી રહેલી વ્યાવહારિક અવ્યવસ્થા અને ધાર્મિક નાસ્તિકતા તેને આર્ય પ્રથાએ બતાવેલી સાંસારિક અને ધામિક નીતિને માન આપતાં થીઓસોફીએ શીખવ્યું તેનું જ આ પરિણામ છે. આપણા “ સુધારા-” વાળા સમજાવવા ઈચ્છે છે તેમ આ બધા ઉષ કેવલ હિંદુસ્તાન વિશે કાંઇક જાણવા માટેની તપાસને પરિણામ નથી, પણ સંસારના અંતરંગ પ્રનોનો નીકાલ શોધતી બુદ્ધિની તૃપ્તિમાંથી ઉપજેલ છે. પ્રથમે જ્યારે સંસ્કૃત ભાષાનું જ્ઞાન યુરપમાં ગયું ત્યારે શ્રીક, લેટિન, જર્મન, ચ, અંગ્રેજી, વગેરે ભાષાના શબ્દો અને તે શબ્દના ધાતુનું જે સાદય જણાતું હતું તેથી આશ્ચર્ય પામતા પંડિતને એ સાદસ્યને ખુલાસો કરવાનો માર્ગ મળ્યા હતા. સંસ્કૃત ભાષા જાણવાથી તેમને એવા મૂલ ધાતુઓ હાથ આવી શકયા કે જે ઉપરથી ગ્રીક, લેટિન, જર્મન, અંગ્રેજી, ફ્રેંચ આદિ ભાષાઓ એકજ કુટુંબની છે અને તે ભાષા બેલનારા મૂલ સંસ્કૃત બોલનારની જાતનાજ છે એવું અનુમાન કરવું ઠીક પડયું. પણ એવા અનુમાનથી કરીને સંસ્કૃત ભાષાની પ્રજા અને યુરપમાં વસતી તે ભાષાની દીકરીઓની પ્રજા તે વચ્ચે કોઈ જાતનાં સ્નેહ કે સગાઇ વધ્યાં નહિ; ભ્રાતૃભાવને સ્થાને સેવ્યસેવકભાવ વધતા ગયા અને હિંદુએ તે જંગલી છે, તેમને તુચ્છકારવા, દબાવવા, અને તેમના ઉપર રાજ્ય ચલાવવું એટલેજ આવાં અનુમાનોને પણ પરિણામ થયા. સંસ્કૃત ભાષાના ગ્રંથા વંચાતા, શીખાતા; ભાષાન્તરે થતાં; પણ ભાષા, શબ્દો, ધાતુઓ તેની શોધ કરવા કરતાં વધારે તેમને ઉપયોગ ન ગણાતા. કદાચિત કાલિદાસ કે શંકર જેવાની કલ્પનાને કોઈ વાર કોઈ વખાણતું, પણ જંગલી લોકોમાં એ કાઈ આવા થયા છે એટલા આશ્ચર્યની ખાતરજ. એટલે સુધી આ શબ્દપાંડિલ્ય વધી પડયું હતું કે સંસ્કૃત સાહિત્ય અને તત્વભંડારના જન્મસ્થાન આ આયાવર્ત માં પણ અંગ્રેજી કેળવણી લીધેલ સંતજ્ઞ પંડિત તેનેજ મનાતા કે જે શબ્દનાં સાદસ્ય મેળવે, શિલાલેખો અને તામ્રપા લાવીને અમુક રાજા કયારે થયા અને અમુક કયારે થયો એવી કલ્પના અને અનુમાનથી કાલક્ષેપ કરે. આવા પ્રચાર analni Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850