પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી, ૧૧૧. અને સ્વાર્થ ઉપજે છે તેને તે કોઈ જોતું જ નથી. “ઓગણીસમી” સદીના પ્રકાશના અંગે જે અંધારૂ” અવશ્ય હોવું જ જોઈએ તે અંધારામાંજ જાણે માણુમાં જીવ છે એ વાતની હયાતી સરખીએ ગુમ થઈ ગઈ છે. લાખ વાર ગુનાહ કરી કરીને બેડીઓમાં પડતે પોતે બેડીનેજ આભૂપષ્ણુ માનવા સુધીની માનસિક સ્થિતિએ પહોચેલા ગુનેહગાર જેમ નીતિને ઉપદેશ કરનારને હસે તેમ ૧ ઓગણીસમી ” સદીના પ્રકાશમાં અંજાઈ ગયેલા “ આગળ વધનારા ” જીવ અને કર્મ, ધર્મ અને જ્ઞાન, તેની વાતોને હસે છે, તે જાણે છે તે આગળ વધવાની નહિં પણ પાછળ પડવાની વાત હોય તેમ તેનાથી બીહે છે. પણ હું આગળ વધવા ” ને કેઇક વાર પાછું વળવું પડશે, એવી પણ “ અટક” આવશે, અને મનુષ્ય વર્ગે આમાના ૫વિત્ર પ્રદેશ ઉપર આજ સુધી જે ત્રાસ વરતાવ્યો છે તેના પરતા કરતાં પણ શાન્તિ મળવી મુશ્કેલ થઈ પડશે. - માથા ચારે પાસા બહારને બહાર દોડતા જાય છે, જાણે અંતમાંથી ઉઠેલી આ શાઓને પરિતોષ બહારના કોઈ પદાર્થ માં થનાર હોય તેમ મનુષ્યની વૃત્તિઓ આ માગણીસમી સદીમાં છેક બાહ્યત્વનેજ પામી ગઈ છે. અને માયાની અગાધ રચનાના અકલિત સામર્થના અવધિ નથી, એટલે કોઈ એક અંત સિદ્ધ થતો નથી; એક પ્રાપ્તિ પછી બીજી પ્રાપ્તિ, પછી ત્રીજી, એમ નિરવધિ તૃષ્ણા અને એષણાના કલ્લેલની પરંપરા ચાલ્યાંજ કરે છે. આગળ વધવું–આગળ-આગળ–એજ આ સમયની બુમ છે, પણ કેઈએ પાછું વાળીને જોતું નથી. માણસના જે સ્થાનમાંથી આ બધી પ્રવૃત્તિ ઉપડે છે તે સ્થાન ઉપર કોઈ દૃષ્ટિ કરતું નથી, તેને તો કોઈ માનતું પણ નથી, અને તેના ઉપર પગ દઈને સર્વે દોડયાંજ કરે છે. આ પ્રકારે આત્માની અવગણના કરીને બાહ્ય પદાર્થો ભણી દોડનારા કોઈક વાર પણ પાછા ફર્યા વિના રહેવાના નથી. બાહ્ય શંકા, બાઘુ ભય, અને બાહ્ય સ્વાર્થ તેને આધીન થઈ યુરોપમાંજ પ્રત્યેક રાજ્યે પોતાનું સૈન્ય કેટલું વધારી દીધું છે ! ને હજી પણ કેટલું વધારતા જાય છે ! નવા નવા વિનાશ પ્રકાર દિનપ્રતિદિન કેવા જતા જાય છે ! જે આત્મા આવી તૃષ્ણાએ ચઢી આવાં સાધનો સાધે છે તે આત્મા, અને જેની પાસેથી પડાવી લેવાની ઈચ્છા થાય છે તે આમા, ઉભયે એકના એકજ છે એવું ભાન થઈ આત્મભાવની પ્રીતિના વિરતાર થતાં સંપ અને શાતિથી પોતપોતાનું વહેંચી અને ભાગવી લે એવે સમય આવતા પહેલાં અગણિત મનુષ્યનો વિનાશ થઈ જશે, અમૂલ્ય અને અતુલ રાધિરમવાથી વિશુદ્ધ થયા વિના આત્મભાવના ઉદય પણ નહિ પામે ! - બાહ્યત્વ પામવાની વૃત્તિ એટલે સુધી વધી ગઈ છે કે જ્યાં જોઈએ ત્યાં બાહ્યત્વજ પ્રાધાન્ય ભેગવે છે. વિદ્યા, કલા, સમૃદ્ધિ, તેમાં પણ બાહ્યત્વનાજ-મહિમા મહા થઈ ગયા છે. આ સમયમાં કેમ આપણે કાલિદાસ કે શંકર, મહમદ કે બુદ્ધ, શેકસપીયર કે ડેન્ટ, શિવાજી કે નેપાલીઅન, ચાણકય કે મૈશી આવેલ, અકબર કે ક્રેડીક, દ્રોપદી કે સીતા, એલિઆબેથ કે લક્ષ્મીબાઇ, કશું દેખતા નથી ? બાહ્યત્વનો પ્રભાવજ એવા મહાત્માના અસંભવ કરી દે છે. પ્રાસ મેળવવાનું નામ કવિતા કહેવાય છે, વેદાન્તની વાતો માત્ર કરવાનું નામ પંડિત્ય કહેવાય છે, દેશભક્તિનાં ભાષણ આપવાનું નામ દેશહિતપીપણુ કહેવ.ય છે, જૂઠા પ્રપંચ અને સગાઈથી સ્થાન સાચવાનું નામ કારભાર કહેવાય છે, બહારનો ઠાઠમાઠ રાખવાનું નામ સારું રાજ્ય કહેવાય છે, વગવસીલાથી પવિત્ર ન્યાયાસનને સ્વાર્થનું સાધન બનાવનારને ઇન anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150