પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૧૬ સુદર્શન ગદ્યાવલિ, નાત, જાત, વર્ગ, ધર્મ, પંથ, સંપ્રદાય, રંગ, વશું, આદિને લઈ મનુષ્યો પરસપરના શ્રેષ કરે છે તેથી વિશ્વને મહા હાનિ થઈ છે, એ વાત લક્ષમાં રાખી સર્વ ધર્મ અને સર્વ વ ને આશ્રય એકનું એકજ ચૈતન્ય છે, એવા પરમ સ્વીકાર કરી, આ મંડલ એવા ઉદેશ રાખે છે કે: (૧) વિશ્વમાત્રમાં આત્મભાવ વિસ્તારા; સર્વત્ર સમતા અને સમાનતાની દષ્ટિ પ્રાપ્ત કરતા કરાવતા રહેવું. ( ૨) ધર્મ આદિ નિમિત્તે કલહ કરવાનું કારણ નથી. ધર્મ માત્ર એકના એક સત્યને વિલેકવા અને પામવાના, અધિકારોનુસાર, પ્રકાર છે. માટે સર્વ ધર્મના વિચાર, અભ્યાસ રાખી તેના મૂલ સત્યને પામવા યત્નવાન રહેવું. e ( ૩ ) ચૈતન્યને સ્વીકાર કરવાથી મનુષ્યતા આભામાં જે જે નિવૃઢ સામચા અને શક્તિઓ સમજાય તેમને અભ્યાસ કરી તેમના પરિપાક સિદ્ધ કરવા યત્ન રાખ. - આ ઉદેશમાં પ્રથમ ઉદ્દેશ જ વાસ્તવિક મુખ્ય ઉદ્દેશ છે અને તેનો સ્વીકાર કરનાર વ્યક્તિમાત્રને એ મંડલમાં પ્રવેરા મળી શકે છે. કોઇ પણ ભાવના તેને સ્વીકારનારાં સ્ત્રી પુના વિચારાના પરસ્પર વિનિમયથીજ પુષ્ટ અને બલવાન થઈ જગતને કલ્યાણકારી નીવડી શકે છે એ સુવિદિત છે, અને એવા સંધાતનું બલ આ ભાવનાને અર્પવાને અર્થે, જનસમાજનું આ માર્ગ કલ્યાણ ઈચ્છતાં સ્ત્રી પુરુએ, આ મંડલમાં સામીલ થવું એ તેમનું કર્તવ્ય છે. આમાં કોઈએ પોતાનો ધર્મ કે વર્ણ આશ્રમ આચાર મૂકી દેવો કે કોઈ નવા ધર્મ કે મત સ્વીકાર એવી વાતજ નથી; માત્ર આ ભાવનાની સાહાથી અને તેના પ્રકારશથી, જે કોઈ પોતાનું હોય તેને વધારે કલ્યાણકારી, શુભાવહ, અને પોતાના જીવનને ઉ. ચ્ચતમ કરી શકે તેવું બનાવી લેવાનું છે. પરમ કલ્યાણમય, રાગદેષ રહિત, શુભ, ઉચ્ચતમ જીવિત ગાળવાને આ ભાવના ઉપરાંત, પ્રત્યેક વ્યક્તિને પોત પોતાની ચિત્તશુદ્ધિ માટે જે કાંઈ અપેક્ષિત હોય તે બતાવનારી પણ એક મંડલી આ મંડલના અંતર્ગત રહેલી છે, ને તેનાથી પણ જેને ઈચ્છા હોય તેને, થીઓસેરીમાં પ્રવેશ કર્યો પછી, અનેક રીતે લાભ થઈ શકે છે. આ મંડળી આ પ્રકારે કેવલ આત્મોન્નતિ, આત્મભાવ, અને વિશ્વમાત્રના કલ્યાણને વિરતાર કરવાને અર્થે ચતન્યભાવનાને સર્વના આગળ લાવવા યત્ન કરે છે; કોઈને ગુરુ કે પૂજ્ય માનતી નથી; સત્યના ભાગ માં સર્વે સર્વને સહાય થાય છે. સત્ય કરતાં અન્ય પરધર્મ નથી, એ તેના સિદ્ધાન્ત છે. એ સિદ્ધાન્તને અનુસરતાં સર્વ ધર્મોમાં જે પરમ સત્ય રહેલું જણાયું છે, સાહિત્ય, શાસ્ત્ર, કલા, વેદ, પુરાણ, કુરાન, આદિમાં એ રીતે વિલેતાં જે સમાયું છે, તે આયૉવર્તના અદૈતમાં સર્વથી વધારે જણાય છે એમ પણ હવણાં હવણાં મનતું જાય છે; પરંતુ તેથી થીઓસેકી તે વેદાન્ત છે કે ક્રીસ્થીઆનીટી છે • કે શૈદ્ધ ધર્મ છે, એમ કાંઈ કહી શકાય નહિ. જે ચૈતન્યભાવના અને આત્મવિસ્તાર તેના સિદ્ધાન્તમાં મૂલભૂત છે તેજ થીએફી છે; તે સર્વ ધર્મરૂપ છે તે કોઈ ધર્મરૂપ નથી. જે. નસમાજે એ અથવા એવી ભાવનાનો આશ્રય કરવાનો આ ખરી અણીને સમય છે. ફેબ્રુઆરી ૧૮૯૫-થી-જાનેવારી-૧૮૯૭, Gandhi Hentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50