પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અધ્યાત્મમ‘ડલ, ૧૧૯ માંજ ચાલતા સંસ્કૃતના પારંગત હોવાનું ડાળ રાખનાર “ આરિએ ટેલિટો ” છે પણ તે બધાંની સામે યુદ્ધ કરતાં જે વ્યય થાય, જે શ્રમ પડે, જે દુ:ખ વેઠવું પડે, જે અન્યાય, નિંદા, હેપ, ગેરઈનસાફ, પક્ષપાત, ઈત્યાદિના ભંગ થવું પડે–તે બધું', વેઠવા યોગ્ય છે, ખરા ક્ષત્રિયની સહનશીલ અને પરાક્રમી ધીરજથી વેઠવા જેવું છે, કેમકે તેના પરિણામરૂપે પરમ સત્યના -આર્યધમમાં અમુક મત પંથ'પ્રદાય સર્વ બાજુપર રાખતાં જે પરમસત્ય કહ્યું છે તે સત્યને—-આખા જગત ઉપર ઉદય થઈ, બધે આત્મભાવ વિસ્તરી, પાપી દુનીયાં પુણ્યમય સ્વર્ગ થવાની છે. e આવી આશા એક ગાંડા માણસના તરંગ જેવીજ વ્યવહારમાં ખુઠાં થયેલાં માણસોને ભાસશે. પણ દુનિયામાં જે જે મહાભારત કર્મો સિદ્ધ થયાં છે તેનો આરંભ કરનારાએ પતાની જીંદગીની શરૂઆત ગાંડાપણાના અલકાબથીજ કરી છે, ને: તેના છેડે સર્વના પૂજ્ય થવામાં આવેલે દીઠા છે. એટલું જ નહિ પણ આખા જગતને નહિતા જે થોડા ભાગને, તેને નહિત જે દેશને, જે ગામને, જે કુટુંબને, જે એક વ્યક્તિને, એવા બેધથી લાભ થશે, તે એકલા પણ જે યુદ્ધ કર્યું તે કરાવવા પૂર્ણ છે. ત્યારે જે સત્ય આ પ્રકારે તમારા ઘરમાંજ દટાયેલું છે, તમારા હાથમાંજ છે, છતાં જેની હયાતીની પણ તમને ખબર નથી, તેની તમે ઉપેક્ષા કયાં સુધી કરશો ? તમારે જાગ્રત થવું જોઈએ, તમારા પાશ્રય બંધુઓ તમને સહાય થવા ઈચ્છે છે તેમની સાથે મળવું જોઈએ, અને એમ સત્યના પ્રાસાદમાં મોભ નહિ વળી, વળી નહિતો સળી, પણ તમારાથી જે ઉમેરાય તે ઉમેરવું જોઇએ. કાંઈ નહિ એ પ્રાસાદનું અતિ અતુલ ભારવાળું પથ્થરનું શીખર ચઢાવવામાં તમે એક લલકારે કરી “ હાં ઉપાડે ! ” એમ કહેશે તો પણ બસ છે. - આવા હેતુ સિદ્ધ કરવા માટે એક મોટું મંડલ-થાઓફીકલ સોસાઈટી આજે ૧૬ વર્ષથી ચાલે છે. તેના મુખ્ય ચાર વિભાગ છે; યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલીઆ, અને હિંદુદુસ્તાન દરેક ઠેકાણે તેની પચાસ પચાસ શાખા છે, ને હિંદુરતાન તથા જાપાન અને સીલેનમાં તો લગભગ બસેંને આશરે છે. દરેક શાખામાં વિદ્વાન, પંડિત, સરકારી નોકરી, ફીલસુશ, સાયન્ટીસ્ટો, ડાકટરે, યુનીવર્સિટીની મહેાટી ડીગ્રીવાળાઓ, બારિસ્ટરો, વકીલો, વેપારીઓ, એમ સારાં સારાં સ્ત્રી પુરુષે છે. એ મંડલનો વ્યવહાર બધા અંગરેજીમાં ચાલે છે, એટલે આપણા પ્રાંતના દેશી ભાષા જાણનારને એવા અમૂલ્ય પ્રસંગનો લાભ મળતો નથી. એ લાભ કાઈ પણ પ્રકારે સર્વને મળતા થાય, આવા મહતકાર્યમાં સર્વ કાઈ મદદ કરવા શક્તિવાન બને, અને એમ એકતા વધતી ચાલે, એવા હેતુથી ગૂજરાતી ભાષા દ્વારા જ કામ લેવાના નિયમ રાખી અત્રથી “ અધ્યાત્મમંડલ” ની યોજના કરવામાં આવી છે. એમાં આજ પર્ય'ત પચીસેક ગૃહસ્થો સામીલ થયા છે, અને તેઓ જે જે સ્થાને રહે છે ત્યાં ત્યાં એક એક શાખા સ્થાપવા પ્રયાસ પણ કરે છે, જેથી થોડાજ સમયમાં ઘણાં સ્ત્રી પુ એમાં સામીલ થશે એવી આશા છે. આ મંડલમાં જે જે ગૃહસ્થા સામીલ થયા છે તેમણે આજ પર્યત અપાયેલી સૂચના મુજબ કર્યું હશે. પણ હવેથી તેમને પરસ્પર તથા મુખ્ય સ્થલ સાથે વધારે નિકટ સંબંધ રહે તે માટે એમ યોજના કરી છે કે એ મંડલના હરેક ગ્રસ્થને પોતાને જે યોગ્ય લાગે, પછી તે પૈતાની શંકારૂપ હોય અથવા બીજાને બાધ કરવા રૂપ હોય, તેવા ટુંકા અને મંડ. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50