પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨૨ સુદર્શન ગદ્યાવલિ, to ૩. આ મંડલમાં કેાઈ ગુરૂ નથી, કોઈ આચાર્ય નથી, એમ કહ્યું, તથા પાછું એમ કહ્યું કે અમુક મહાતમા ગુરુ સ્થાને છે તે યથાપ્રસંગ યથાયોગ્ય સાધે છે, ત્યારે એ બે વિરુદ્ધ વાતનું સમાધાન શુ ? ( ઉ. ગુરુ આચાર્ય આદિને નિષેધ કર્યા છતાં, મહાતમાઓને ગુરુ માન્યા એમાં વિરોધ છે તે માત્ર દેખવામાંજ છે. ગુરુ ન માનવાનું તાત્પર્ય તથા મહાત્માઓને ગુરુ માનવાનું તાત્પર્ય સમજવામાં આવે તે આ શંકાનું સમાધાન થાય. ગુરુ ન માનવાનો અર્થ એ છે કે વચનમાત્રથીજ અમુક વાત માનવી એ સિદ્ધાંતને અધ્યાત્મમંડલ સ્વીકારતું નથી તેમ વચનમાત્રને પ્રાધાન્ય આપનારના મતનો જે ફલિતાર્થ કે પ્રસાદથી મોક્ષ તેને પણ તે મંડલ માનતું નથી. વચન ઉપરાંત યુક્તિ એટલે બુદ્ધિ તથા તર્ક, અને અનુભવ એટલે દશ્યમાન વ્યવહારની ઉપપત્તિ, એ બે વાતને પણ સ્વીકારવામાં આવે છે, અને તે ત્રણેમાં કોઇનું પ્રમાણ ઓછું વધતુ' માનવામાં આવતું નથી. આમ હોવાથી વચનમાત્રથી વિધિનિષેધ પ્રવર્તાવતા ગુરુને અવકાશ આ મંડલમાં ન રહ્યા. માક્ષ પણ ગુરુપ્રસાદજન્ય કે સાધ્ય છે નહિ. માક્ષ વસ્તુજ નથી, મેક્ષ થવાને નથી, સાધવાને નથી, વાસ્તવિક રીતે તે થાજ છે, એટલે મોક્ષને થવાપણું માનવું તેજ પ્રથમે ખોટું છે; એટલે પ્રસાદથી મેક્ષ થાય એ વાતતો રહી નહિ. શાસ્ત્ર તથા ઉપદેશની પ્રવૃત્તિ માત્ર અજ્ઞાનની નિવૃત્તિ માટે છે તે તે પણ પ્રસાદસાધ્ય છે એમ માનવામાં આવતું નથી. પ્રયત્ન અથવા પુષાર્થથી તે વાત બને તેમ છે. જડ અને થવા સ્કૂલ એવાં દેતાદિ પરત્વે યદ્યપિ પુણ્યાર્થે હીનબલ છે તથાપિ આત્મજ્ઞાન અથવા યથાર્થ તત્વજ્ઞાન કહા-તે માટે પુરુષ પ્રયત્નનો અવકાશ સ્પષ્ટ છે. જ્યારે મનના સંકોચની વૃત્તિ મટી જઈ એકભાવ, અભેદ, ઉદય પામે (વાસ્તવિક રીતે બોલતાં તે સમજાય) ત્યારે મેક્ષ થયા કહેવાય. ને તે પ્રયત્ન વિના સાધ્ય નથી. પરંતુ આટલું બધુ છતાં અમુક મહાત્માઓ ગુરુસ્થાને માનવામાં આવે છે તેમાં તાત્પર્ય એ છે કે તે ગુરુ પ્રસાદના વિસ્તારનાર કે “ વચન માત્રથી ત્રયોદશી ” સ્થાપનાર નથી, પણ જેમણે સંકોચવૃત્તિને પેદા કરનાર મનનો નાશ કરી કેવલ આત્મસ્થિતિ અનુભવી છે ને તેથી મહાઆમા થયા છે, તે રસ્તો બતાવવા માટે પૂર્ણ ઉપયોગનાં છે; ઉપયોગનાં નહિ પણ તે રસ્તો બતાવવાના કામમાં રોકાયેલા રહેવું ને અધિકારાનુસાર માગ કરવામાં સહાય થવું એ તેઓ તેમનું મુખ્ય અને આખું કર્તવ્યજ સમજે છે. કેઈના પ્રારબ્ધની રેપ પણ તે ટાળતા નથી, માત્ર યોગ્ય માર્ગ કવચિત કવચિત બતાવાય તે બતાવે છે. એટલે પ્રસાદથી દુર છતાં, યોગ્યતાના અનાદર કરતા નથી, અને એમ વેદાંતમાં જેને દૈશિક કહે છે તેનું યથાર્થ કામ તેઓ બજાવે છે. આવા વિવેક સમજવાથી ધારેલા વિરોધ દૂર થશે. | ૪. અધ્યાત્મમંડલમાં દાખલ થવું જ જોઈએ એમ શા માટે ? તેમ થયા વિના પણ પુરૂષાર્થ કાં ન સાધી શકાય ? ઉ. અધ્યાત્મમંડલમાં દાખલ થવાથી કોઈ જ્ઞાની કે મુક્ત થઈ જવાનું નથી, કે ન દાખલ થવાથી રહી જવાનું નથી, એ વાત તે સત્ય જ છે. એવાં અનેક સ્ત્રી પુરુષ હશે કે જે અધ્યાત્મમંડલમાં આવ્યા વિના સ્વતઃ પ્રયત્ન કરી તરી જતાં હશે. તેમ એવા ધણુ અને ધ્યાત્મમંડલના સભ્ય હશે જે દાખલ થયા છતાં કશો લાભ લેતા નહિ હોય. મુખ્ય આધાર માણસની વૃત્તિ ઉપર છે. જેને આત્મજ્ઞાનના શેાધુ કર છે, જેને પ્રાચીન શાસ્ત્ર વિદ્યા આદિ andhi flertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850