પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨૯ આ પ્રશ્નમાલા, • એટલે વિસ્તાર વાળા છે કે સંપૂર્ણ ચર્ચા કરવી મુશ્કેલ છે. પણ એટલું જ કહેવું બસ છે કે અમારા મંડલના નિયમે એ વિષે કાંઈ ખાસ મર્યાદા મૂકતા નથી. પણ સર્વ કાલમાં અનુકૂલતા જેવી અને તેમાં ડહાપણથી સારું લાગે તેમ કરવું. કઈ રીતે મતાંધ થવાનું નથી. લાંબા કાળથી પડેલી ટેવ ન મૂકાય તે ખાય પણ તેથી એટલું નુકશાન થવાનું જ કે આગળ વધી નહિ શકાય. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વધારે મુદત લાગશે. કારણ કે એ આહાર છે તે ઘણે ભાગે શરીર સંબંધે છે એટલે તે કરતાં વિચાર અને વૃત્તિઓ ઉપર વધારે ધ્યાન આપવાનું છે, કે વિષયવાસનાઓ મૂલ વાલી પડે નહિ અને તેનું બલ વધી પડે નહિ. પશ્ન. દારૂ પીવાની તે તમે સલાહ નહિજ આપતા હોવા જાથે ? _ - ઉત્તર. ખરે ખર માંસાહાર કરતાં દારૂ પીવો એતો ઘણી નિષિદ્ધ" વાત છે. કારણ કે દરેક માણસની આત્મજ્ઞાનની વૃત્તિઓ અને નીતિની વૃત્તિઓને દારૂ શત્રુજ છે. - પ્રશ્ન. હવે હું તમને બીજી વાત પુછું કે માણસે લગ્ન કરવાં કે કુંવારા રહેવું? ઉત્તર. આને ઉત્તર ટુંકામાં આપી શકાય એવો નથી કેમકે એ તો દરેક માણસ ઉપર આધાર રાખે છે. એક માણસ અધ્યાત્મમંડલમાં દાખલ થયો હોય—અંતઃકરણ પૂર્વક એ મંડલના શ્રેય માટે પ્રયત્ન કરે જતા હોય–તેની ઈચ્છા માત્ર સત્ય શું છે તે જાણવાની હાય-છતાં જે દુનીદારીમાં રહેવું એમજ ચાહતા હોય અને સંસારનાં સંબંધી સાથે. પિતાને સંબંધ તથા સંસારસુખ ભેગવવાની ઈચ્છા પરિપૂર્ણ થઈ છે એમ લાગતું ન હોય તો પછી તેણે લગ્ન શા માટે ન કરવાં એનું કાંઈ કારણ રહેતું જ નથી. એટલે કે પરણવું એજ વધારે સારું છે. અગર જો કે છે તે પાસાને દાવ જેમાં ધારવા પ્રમાણે છતાય એવા દાણા આવવા કરતાં હારના દાણા વધારે આવે છે, મતલબ ધારવા પ્રમાણે લગ્નથી સુખ મળવું, એ પ્રારબ્ધાધીન વાત છે. તે પણ અમારા મંડળ તરફથી લગ્નવિરુદ્ધ બેધ કરવામાં આવે એવા અમે મૃખ અથવા મતાંધ નથી. ઉલટું લગ્ન કરવા દેવામાં અમેતે વધારે સલામતિ દેખીયે છીયે કેમકે માત્ર જુજ ભાગ જે ગુપ્ત વિદ્યાને અભ્યાસ કરે છે, તે સિવાયનાં માણસને માટે તે એ તરફથી થતી અનીતિ બંધ રખાવવાનો એજ સરલ ભાર્ગ છે. - પ્રશ્ન. એ ખરું. પણ પરણેલાં માણસા ગુપ્ત વિદ્યાના અભ્યાસથી થતું જ્ઞાન અને પ્રાપ્ત થતી શક્તિ મેળવી શકે કે નહી ? ઉત્તર. આ પ્રશ્ન એ બહાળા છે કે તેમાં શારીરશાસ્ત્ર વગેરે ધણી બાબતના જ્ઞાનની આવશ્યક્તા છે અને બધી બાબતની એક સાથે ચર્ચા કરવી મુશ્કેલ છે તો પણ એક સામાન્ય ખુલાસો કરી શકાશે જેથી તમને સંતોષ થશે અને એ વિષે નીતિ સંબંધની જરૂરીઆતની ખાત્રી થશે. પહેલી એટલીજ વાત એ કે માણસ બે છેડે સ્વાર થઈ શકે ખરો ? નહીજ, ત્યારે દુનિયાદારી અને વિરક્ત રહી ગુપ્ત વિદ્યાને અભ્યાસ ચલાવે રેહા એ બને તરફ એક સરનું લક્ષ આપવું એ એક રીતે જોશે તે અશયજ દેખાશે. કદાપિ ધારો કે કોઈ માણસ એ પ્રયત્ન કરવા ધારે તાપણું અંતે નિષ્ફળ થવાના: કેમકે બે વાત ઉપર એક સરખું લક્ષ અને પોયજ નહીં. કાઈ અમ ધારે કે હું એમ વતી શકીશ અને તે પ્રમાણે પ્રયત્ન કરવા કરે તાપણ અતે બેમાંથી એક વાત પરિપૂર્ણ રીતે કરે એમા બનવાનુંજ નહિ એમ ખાત્રી રાખવી. વળી એ પણ તમારે ધ્યાનમાં રાખવું કે રામ વિદ્યાને જે યથાસ્થિત અભ્યાસ કરવા એ કાંઈ જેવી તેવી વાત નથી. એ ધણ જોખમ ભરેલું કામ છે. એવા માણસે તે તરફ તન મન ધનથી Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50