પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રશ્નમાલો, ૧૩૧. યોગીએ પોતાના ઉચ્ચ સ્થાનમાં રહી, સિદ્ધિ માટે, મનોમય કોશના નીચ સ્થાનમાં બંનતા વ્યવહારનાં પ્રતિબિંબ ઉપર પોતાની નજર ફેંકવાની ઈચ્છા કરવી જોઈએ, જે થવું અશકય વત છે કેમકે એમ કરવાથી તેના મનમય સાથે વ્યવહાર પુનઃ ચાલતા થાય છે, “ કામ જાગ્રત થઈ તેના યુગમાં વિક્ષેપ કરે છે. આમ હોવાથી મુક્ત ને સિદ્ધિ છે અને નથી એમ કહેવું પડે છે. પ્ર. ૧૧ આ ઉત્તરમાં કેશાદિ બહુ અગમ્ય વાત આવી ગઈ તે વિષે હવણાં પૂછીશું પણ મક્ષ સંબંધે એમ પૂછવાનું છે કે મોક્ષ થવાના નથી એમ કહા છે, તે છતાં વિજ્ઞાનાનંદમાં ગતિ થાય તે મોક્ષ એવા અથનું આ ઉત્તરમાં કેટલુંક કહ્યું તેને શા ખુલાસે છે ? ઉ. વિજ્ઞાન અને આનંદ સર્વત્ર એકજ છે. પદાર્થ માત્રમાં તેમનું પ્રતિબિંબ છે. પણ તે કોઈ સ્થાને જણાતું જ નથી, કોઈ સ્થાને અધું જણાય છે, કોઈ સ્થાને પૂર્ણ પ્રકાસે છે, એટલે તેનામાં નાનાવ હોય એવું લાગે છે. મનોમયાદિ જે કાશ તેને માટે એવું નથી કેમકે તેતો પ્રતિ શરીરભિન્ન હોઈ, ગતાગત અનુભવનાર છે. કરવાનું માત્ર એટલું જ છે કે મનેમયાદિની જે ગતિ કૃતિથી વિજ્ઞાનાનંદના સાક્ષાત્કાર નથી થતો તે થવા દે. એટલે કે પાછો પ્રતિબંધક્ષય તે માક્ષ એજ અર્થ આવી રહ્યા; ને એમ અર્થે આવ્યા ત્યારે હવે મોક્ષમાં થવાપણું રહ્યું નહિ. છે તેને જ જાણવાનું રહ્યું; એજ વાતમાં કંઠમણિન્યાયાદિપરિચિત ઉદાહરણોમાં બતાવવામાં આવે છે. પિંડ બ્રહ્માંડનું ઍડય તે મેક્ષ એમ જે વારંવાર કહેવામાં આવે છે તેનું પણ રહસ્ય એજ છે કે મનમયાદિ પર્વતનું જે બંધન પ્રત્યેક પિંડને પિંડરૂપે રાખી રહ્યું છે તે તોડી નાખી વિજ્ઞાનાનંદ જે સર્વત્ર એકાકાર છે તેને ઓળખવા કે સર્વત્ર ઍકય અનુભવી શકાય—એનું જ નામ પિંડબ્રહ્માંડના ઐયનો અનુભવ. પ્ર. ૧૨. એમ સમજાય છે કે વેદાતશાસ્ત્રની પરિપાટી કાઈ વિલક્ષણ પ્રકારની છે ? ઉ. વેદાન્નશાસ્ત્રનીજ નહિ પણ શાસ્ત્રમાત્રની પરિપાટી વિલક્ષણ, એટલે સાધારણ લોક જે ધારતા હોય તે કરતાં કાંઈક જુદુ બતાવે તેવી હોય છે. લોકો જે વાતે સાધારણ રીતે જાણતા હોય તેને યથાર્થ નિયમપૂર્વક યોજવી એનું નામ શાસ્ત્ર. વાણીનો ઉપયોગ સર્વે કરે ? છે, વાક્ય વાપરે છે, પણ તેમાં કતાં કર્મ ક્રિયાપદ એનો વિવેક સર્વેના જાણવામાં નથી, એ વ્યાકરણ શાસ્ત્ર ભણેલાજ સમજે છે. વાણીને જે સામાન્ય વ્યવહાર તેના નિયમ બતાવવાથી વ્યાકરણ એ નામનું શાસ્ત્ર થયું. એ શાસ્ત્ર સમજતા પૂર્વે પણ શબ્દોને ઓળખવા, તેમના અર્થ જાણવા, સામાન્ય રીતે ભાષાના પ્રયોગને પરિચય હોવો, એટલું આવશ્યક છે. નાના બાળકને કે અભણ ગામડીયાને વ્યાકરણ શાસ્ત્ર સમજાવા બેસવું તે નકામું છે. એમજ વેદાત્તશાસ્ત્રનું પણ જાણવું. માણસમાત્ર બોલે છે, અનેક વસ્તુ સંભવાદિનાં દર્શન પામે છે, વિચારે છે, સુખ ઈચ્છે છે, દુ:ખ પરહરે છે, પણ આખા વિશ્વમાં બધામાં શા નિયમ પ્રવર્તે છે, સત્ય શું છે, સુખ શું છે, એ વાતને પદ્ધતિપુર:સર વિચાર બતાવવાનું કામ વેદાત્તશાસ્ત્ર કરે છે. એ શાસ્ત્રને સાધારણ રીતે અદ્વૈતશાસ્ત્ર કહે છે, કેમકે એ શાસ્ત્રના સિદ્ધાંત એ છે કે અદ્વૈત એટલે દૈત નહિ-એ નહિ-તેજ સત્ય. વેદાતશાસ્ત્ર એવું તેને નામ આપવામાં હેતુ એ છે કે જે ચાર વેદ છે તેને જે અંત એટલે છેડાના ભાગ તેમાં બતાવેલા સિદ્ધાન્તાનું એ શાસ્ત્ર છે. વેદના અંતને ઉપનિષદ્ કહે છે, ને તેમાંના સિદ્ધાંતને બરાબર અન્યય પૂર્વક વિવેક કરી બતાવનાર શાસ્ત્રનેવેદાન્નશાસ્ત્ર નામ આપેલું છે.' Gandhi Heritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50