પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૩ર સુદર્શન ગદ્યાવલિ ' પ્ર. ૧૩અદૈતશાસ્ત્ર એ નામને ઠીક છે; પણ વેદાન્નશાસ્ત્ર એ નામથી ઉપનિષદ્રના સિદ્વાન્નનું શાસ્ત્ર એવું સમજાય છે તો તેવા નામની શી અપેક્ષા હતી ? . ઉ. વેદના ત્રણ વિભાગ છે: સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ્. સંહિતામાં સૂક્ત એટલે દેવતાને આવ્હાર કરવાના મંત્રો છે, બ્રાહ્મણ ભાગમાં તે સુક્તના પ્રાગના વિધિ છે, ને ઉપનિષમાં એ મંત્રોના રહરયનું વિવેચન છે. વેદમાં ત્રણ પ્રકારના વિષય છે. કર્મ, ઉપાસના, જ્ઞાન. વિહિત, નિષિદ્ધ, નિત્ય, નિમિત્તિક, કામ્ય આદિ જે જે કર્મને વિવેક છે તે પ્રમાણે કરવુ તે કર્મકાંડ. વિહિત એટલે આમ કરવું એવી અજ્ઞાવાળાં કર્મ; નિષિદ્ધ એટલે આમ ન કરવું" એવી આજ્ઞાવાળાં કમ; નિત્ય તે જે કર્યા વિના હાનિ થાય તેવાં સંધ્યાવંદનાદિ કમ; નૈમિત્તિક તે પ્રસંગે કરવાં પડે તેવાં શ્રદ્ધાદિ કર્મ; અને કામ્ય તે કામનાને લઈને કરવાનાં પુત્રકામેષ્ટિ આદિ કર્મ; એમ સમજવું. એ બધા કર્મકાંડનો વિષય થયે. ઉપાસના એટલે કે એક દેવતાને આરાધવાનો ક્રમ. અને જ્ઞાન એટલે આત્મસાક્ષાત્કાર પામ તે. એ ત્રણ વિભાગ વેદમાં બતાવેલા છે. સંહિતા અને બ્રાહ્મણમાં કર્મ અને ઉપાસના કહ્યાં છે, અને ઉપનિષદોમાં કહીંક ઉપાસના છે પણ મુખ્ય રીતે જ્ઞાનમાર્ગ બતાવેલ છે. જ્ઞાનમાર્ગ છે તે શ્રેષ્ઠ છે, તેનાથી મુક્તિ છે, માટે તે મુખ્ય છે; અને ઉપનિષદ્ ઘણાં છે. તેમાં જ્ઞાનમાર્ગની વાર્તા જુદે જુદે પ્રકારે કહેલી હોવાથી ભ્રમ પેદા થવાનો સંભવ છે, એટલે ઉપનિષદ્ અથવા વેદના જે અંત તેમાં કહેલા જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠતા તથા એકરૂપતા બતાવવા માટે શાસ્ત્રની અપેક્ષા છે.' એમ કર્મ, ઉપાસના ને જ્ઞાન તેમાં સર્વોત્તમ જ્ઞાનમાર્ગ તેનું રહસ્ય બતાવનાર અને તેની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરનાર શાસ્ત્ર તે વેદાનશાસ્ત્ર એ ધ્વનિ, એ નામથી સૂચવેલો છે. - પ્ર. ૧૪. કમ, ઉપાસના ને જ્ઞાન તેમાં મેક્ષ તે જ્ઞાનથી છે એમ આગળ કહેલું છે, ને જ્ઞાન શ્રેષ્ઠ કહે છે, ત્યારે કર્મ અને ઉપાસનાના શેા ઉપગ ? - ઉ, જ્ઞાન છે તે તો ફલ છે, પણ તે ફલ પામવા માટે કાંઈક તૈયારી જોઈએ. એકાએક ફલ હાથ આવતું નથી, જડ માણસ આગળ જ્ઞાન એટલે અપક્ષ આમસાક્ષાત્કારની વાત કરે તે નિરર્થક છે. જેના જેવા અધિકાર હોય તેને તે માર્ગ ઉપગના થઈ શકે. બાલકને રસાયનશાસ્ત્ર સમજાવીએ તો તે નકામું છે; તેને તે દીવાસળીના ભડકા અને દારના ફટાકાથીજ આનંદ થઈ શકે, તે કેમ બન્યા એ સમજવાની તેને શક્તિ નથી. એમજ મદઅધિકારી છે તેને વિહિતાદિ કર્મો કરવાથી ફલ છે. કર્મો કરવાથી શ્રદ્ધા થાય છે, ને શ્રદ્ધાથી ચિત્તમાં પ્રસાદ એટલે સ્વચ્છતા આવે છે. અમુક વાત સત્ય છે કર્તવ્ય છે, એવી આસ્તા પૂર્વક શુદ્ધબુદ્ધિ પેદા થાય છે, શ્રદ્ધા બંધાય ત્યારે ઉપાસના માટે યોગ્યતા આવે છે. અમુક દેવતાને સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપાસવામાં મનોબલ વૃદ્ધિ પામે છે, ને જે સંકલ્પ હોય તે સિદ્ધ થાય અને ટલું સામર્થ્ય પેદા થાય છે. શુદ્ધશ્રદ્ધાપૂર્વક ઉપાસના કરતાં આવું સામે આવે તે થકી સન્માર્ગે ચાલતાં ચિત્તમાં વિવેકાદિ અંકુર પ્રકટે છે, અને જ્ઞાનનો અધિકાર આવે છે. જ્ઞાનમાં પણ જે મામસાક્ષાત્કાર થવાને તે એક ભાવનાને પ્રત્યક્ષ અનુભવમાં લાવવાનું જ કામ છે, એટલે જેમ ઉપાસનામાં ચિત્તશુદ્ધિ સા" તેમ જ્ઞાન પામવામાં બહુ સુલભતા થવાની એમ સમજવું. સંકલ્પ બલવાન થયો એટલે આત્મસાક્ષાત્કારમાં વાર નથી લાગતી. એમ કમ ઉ. પાસના જ્ઞાન ત્રણેને ઉત્તરોત્તર સંબંધ છે, પણ જ્ઞાન વિના મુક્તિ નથી એ વાત સિદ્ધ છે. કર્મ ઉપાસના વિના જ્ઞાન નજ થાય એવા પણ નિયમ નથી, કેમકે પૂર્વજન્મમાં ચિત્તશુદ્ધિ anainnileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50