પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - પ્રશ્નમાલાં, ૧૩૩ પ્રાપ્ત કરી હોય તે આ જન્મમાં એકાએક જ્ઞાન પણ શુકદેવની પૈઠ થઈ શકે. - પ્ર. ૧૫. વેદાન્તજ્ઞાન પામવા માટે અધિકાર જોઈએ એમ જે કહેવાય છે તેનો અર્થ ત્યારે શુ એવો છે કે કર્મ અને ઉપાસના કરેલાં હોય તે પછી વેદાન્તનું શ્રવણું થાય ઉ. હવણાંજ કહ્યું કે કમાપાસના પછીજ વેદાન્ત શ્રવણ કરવું એ નિયમ નથી, એલે આ પ્રશ્નને અવકાશ નથી. પરંતુ આ પ્રશ્નનું તાત્પર્ય એમ હોય કે કમ ઉપાસનાની અપેક્ષા નથી, તે શા માટે નથી? તે તેનું ઉત્તર આ પ્રકારે છે. કર્મ અને ઉપાસના ઉભયથી વેદાન્તના વિષય અત્યંત ભિન્ન છે એમાંતા એજ વાત અનુભવમાં ઉતરાવવી છે કે જેટલા જેટલો ભેદ છે તે મિથ્યા છે. નાત, જાત વર્ણ, પદવી, અધિકાર, સ્થિતિ, દશા, આદિ કારણથી જે જે ભેદ છે તે ખાટા છે, સર્વત્ર એક આકાર અભેદ-પરમપ્રેમભાવ-એજ સત્ય છે. આ વાત વેદાન્તને અનુભવમાં લાવી આપવી છે, ત્યારે “ ધર્મ કર્મ આચાર્યગુરુ સંત મહંત અનેક, ભેદથકીજ બન્યા રહે તે શું આપે અમેદ વિવેક ? ” એ પ્રમાણે કમ ઉપાસનાદિ તો ભેદમૂલક છે એટલે તેમનાથી કોઈવાર પણ અભેદ સમજાય એમ નથી. માટે યદ્યપિ કર્મ અને ઉપાસનાથી ચિત્તશુદ્ધિ આદિ થાય તથાપિ તેમનાથી કોઈવાર પણ અપરાક્ષસાક્ષાત્કાર સિદ્ધ થાય એ અશકય છે. ત્યારે સામાન્યરૂપે જેને અધિકાર એટલે વેદાન્નાભ્યાસ માટેની યોગ્યતા કહેવાય તેનું સ્વરૂપ તે સમજાઈ ગયું. જે જીજ્ઞાસુના હૃદયમાં અત્યંત પ્રેમભાવ હોય, જેને સર્વત્ર એકાકારતા મનથી પણ માનવામાં બાધ ન હોય, તે પ્રેમી પુરુષ કે સ્ત્રી વેદાન્તના સામાન્ય અધિકારવાળાં છે એમ જાણવું. દયા, નમ્રતા, અનહંકાર, મૃદુતા, સરલતા, સીધાપણું એ આદિ ગુણોથી એવા પ્રેમભાવનું અનુમાન જ્ઞાનીઓ કરી લે છે. . પ્ર. ૧૬. પ્રેમભાવ એ વેદત્તના સામાન્ય અધિકાર છે, તે તે પ્રેમને લોકો બહુ નિદે છે, અશિષ્ટાચારમાં ગણે છે, તેનું કેમ ? | ઉ. પ્રેમભાવ એ નિધ નથી, પણ કોઈ મહા સદ્ભાગી સરકારવાન વિરલા હોય તેમનાજ હૃદયમાં તે ઉઠાવે છે. વસ્તુ, વિચાર, સર્વના સારા ને નઠારા બે ઉપગ સંભવે છે. સારામાં સારી વસ્તુના પણ તેના ઉપયોગ થઈ શકે છે એટલું જ નહિ પણ નઠારી વસ્તુના પણ તેવા બે રીતે ઉપણ થઈ શકે છે. બુદ્ધિ એક મહાટા કવિમાં, એક નયજ્ઞ રાજપુરુષમાં, કે અંધારી રાતે ખાતર પાડનાર ચારમાં, સર્વત્ર હોય છે, પણ તેના ઉપયોગ ઉપરથી સારા નઠારાના ભેદ પડે છે. પ્રેમનું પણ એજ રીતે છે. કોઈ પણ બે હૃદની એકતા થતાં જે અવશ્ય આનંદ થાય છે, તેવા આનંદ સર્વત્ર તેવી એકતા થવાથી થાય એ પ્રેમનું ઉત્તમોત્તમ રૂપ છે. પ્રેમ તે એક ભાવના જ છે, એમાં સ્થૂલ વાસનાનો સમાસ થતો નથી. પિતાપુત્ર, પતિપત્ની, ભ્રાતા ભગિની, મિત્ર મિત્ર, સર્વત્ર ઝમજ હોય છે, પણ તે કેવલ ભાવનામયજ છે. એમાં સ્થૂલતાન ગંધ પણ કયાં છે ? મનુષ્ય સ્વભાવજ એવી સ્થૂલતા વાળા છે કે ગમે તેવી ઉત્તમોત્તમ ભાવનાને પણ તુરત સ્વર્ગ માંથી તાંણી આણીને છેક પૃથ્વીની ધૂળમાં રગદોળી સ્કૂલ બતાવી દે છે, પ્રેમમાં પણ એમજ થાય છે. મનુષ્યના દૈવી સ્વરૂપને સાર જે પ્રેમ, જે સાક્ષાત ઈશ્વર બ્રહ્મ છે, તેને મનખે કાઈ- લીલા રમતા દેવ રૂપે, કોઇ ગુરુ રૂપે, કોઈ મૂર્તિ રૂપે, કે છેવટ વ્યવહારમાત્રના નિવૉહાથે ઉપયોગી એવી ઈદ્રિયાના #દ્ર સંતોષરૂપે, સમજી સ્થલ બનાવી દે છે એ પ્રકારે માણસ જાત પોતાની ક્ષુદ્ર વાસનાઓને અનુસાર પ્રેમના દિવ્ય સ્વરૂપને ઓળખે છે, અને પછી પ્રેમ ઍટે એવી મિયા બુમ પાડે છે. માણસ જેટલાં જેટલાં કલેષ નિંદા, આદિ આચરે છે analni flertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50