પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રશ્નમાલા, ૧૩૫ શુદ્ધ આમાને-પાતાના સદશ અંશને-ભિન્ન પાડી શકાય, અને પિતારૂપે અનુભવી શકાય, એ વિવેકનું લક્ષણ છે. વસ્તુમાત્રના ભિન્ન ભિન્ન અંશ ભિન્ન ભિન્ન મૂલે આપી દેવા, અને તેમાં જે આત્મબુદ્ધિ ભાસતી હતી તે મિયા હતી એમ સમજી અંતરના રાગ દ્વેષને શમાવવા એ વિવેકનું કાર્ય છે. ' | ૨. વૈરાગ્ય. આ વિવેક જ્યારે સ્પરે છે, અનેક જન્મ જન્માંતરના ભદ્રસંસ્કારોએ ઉપચિત વાસનાને ખુલે જાગી ઉઠે છે, ત્યારે દૃશ્યમાન નાનાવમય જે પદાર્થ સમુહ તેમાં આ ભત્વ લાગતું નથી. વ્યવહારમાત્ર અનાભા ભાસે છે. તેમાં રાગદ્દેપનાં જે નિદાન તે પણ અન્ય રૂપે--આત્મા રૂપે--ભાસે છે. કેઈએ કરેલા અપરાધ કે માનભંગ, વિરાધ કે અલાભ, કેવલ તેની પ્રકૃતિના સ્વભાવિક ક્ષાભ રૂપે સમજાઈ, આભાપરવે તે કેવલ મિયા સમજાય છે; વિવેકથી સ્થાપિત આત્મજ્ઞાનમાં તેને લીધે વિક્ષેપ આવતો નથી. આવું થતાંજ અંતરને કાઈ અમુક સ્થાન, અમુક વ્યક્તિ, અમુક વિચાર, તે ઉપર વળગી રહેવાપણું--બંધન-રહેતુ’ નથી. અમુકત્વવિશિષ્ટ જે રાગ તે આ પ્રકારે તૂટી જાય છે, ને તેમ થાય છે એટલે વિરાગ સ્વતઃસિદ્ધ સ્થિર થવા માંડે છે. એક સ્થાનાદિ પરત્વે નિયત જે રાગ તે મટીને સવમયતા ગ્રહે એજ વિરાગનું સૂક્ષ્મ તત્વ છે. ઘર તજવું, કે અમુક આહારાદિ તજવાં, અમુક સંસર્ગ તજવા, એ આદિ જે વિરાગને નામે ચાલે છે તે વિરાગના મૂલાક્ષર ભણવા માટેની યુક્તિઓ છે, પરંતુ તેમ કરતાં કરતાં જે રાગમાત્રજ હૃદયમાંથી સુઈ જાય તો તે વિરાગ કશ્યા કામને નહિ:-એ વિરાગી તે હૃદયશન્ય મહારાક્ષસ થઈ રહે. પરંતુ વ્યક્તિને રાગ તજતાં તજતાં સર્વમય રાગ અનુભવાય, ભેદ તૂટે, અભેદ થાય, તો વિરાગ સિદ્ધ થયો ગણાય, એવા વિરાણી 'બ્રહ્મ લાકથી તે તૃણુ પર્વતની પણ સ્પૃહા ન રાખે એ અર્થાત સિદ્ધ છે. સંન્યાસના લિંગવેષાદિથી વિરાગ થય માનવ એ ભુલ છે એમ સ્પષ્ટ સમજાવું હવે કઠિન નથી. ગમે તેવી સ્થિતિમાં, ગમે તે આશ્રમમાં, કોઈ પણુ સંસ્કારી જીવ, વિરાગી હોઈ શકે છે. ભાસમાન પ્રવૃત્તિ તેવા વિરાગીને બાધ તો નથી. શ્રામભગવદગીતામાં સંન્યાસ તેનેજ કથા છે કે જે કામ્યકમના ત્યાગરૂપ છે. અમુક મારૂં છે, અમુક કરવું છે, એવી કામનાપૂર્વક જે કાર્ય થાય તે બધકર્તા છે, પણ તેવી વાસના વિના જે પ્રાપ્તાપ્રાપ્તનિર્વાહરૂપ પ્રવૃત્તિ છે, જેનાથી અંતરના નિશ્ચયમાં ક્ષાભ નથી, તે સર્વથા સંન્યાસરૂપજ છે. એજ ગૂઢ શાસ્ત્રમાં મમ કહ્યો છે કે “ સર્વે પ્રકૃતિના ગુણે કરીને અવશ હોય તેમ કર્મમાં પરેવાય છે; ” અર્થાત બુદ્ધિપૂર્વક કર્મ ત્યાગ એ વિરાગ તો અશકય જ છે; અમુક–વિશિષ્ટ રાગના ત્યાગરૂપ વિરાગ શક્ય છે, અને ઇષ્ટ છે. વિરાગના પણ ઘણા ભેદ માનવામાં આવે છે; મંદ, મૃદુ, તીવ્રવિરાગની વાર્તા સર્વે સમજે છે, જાણે છે, કરે છે, પણ તેથી આગળ કેટલાક કશું કરી શકતા નથી, એ મંદ વિરાગવાળાં છે. જે વાત કરે છે, સમજે છે, અને માયાએ ઉપજાવેલાં ભેદમય બંધનમાં માનેલી પોતાની અનુલતાને વિક્ષેપ ન થાય ત્યાં સુધી વિરાગમાગે અનુસરે છે, તે મૃદુ વિરાગવાળાં છે. પણ જેમના મનમાં, દા ના ઢગમાં અશ્ચિકણુ પડવાથી બધું ભસ્મ થાય છે, તેમ વિરાગજ્ઞાનનો નિશ્ચય પ્રકટતાં ભેદમાત્ર મિયા થઈ જાય છે, તે તીવ્ર વિરાગી છે; જેમ દારુની ભસ્મમાંથી ફરી દારુ થતા નથી, તેમ વિરાગાનુભવથી ટાળેલા ભેદભાવના તેમના મનમાં પુનઃ ઉદય થતો નથી. જેમનાં હૃદય વિવેકવિરાગને સમજી પણ શકતાં નથી તે તો પામર છે. ૩. શમાદિષસંપત્તિ એ સાધકનું ત્રીજું અંગ છે. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, an ahlilerltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50