પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૩૬ સુદર્શન ગદ્યાવલિ, સમાધાન, એ શમ છે આદિ જેમાં એવાં ઘટ સાધન જાણવાં. વિવેક અને વિરાગનું રહસ્ય એમ નીકળે છે કે આત્મભાવ સમજી સર્વાત્મભાવ પામ; પરંતુ એમાં અ૯પત્તને એમ ભાસે કે અંતઃકરણને એક સ્થાને હરવા ન દેતાં સર્વત્ર રાખવાથી વિરાગ અને વિવેક સિદ્ધ થશે, તો તે કેવલ બ્રમાત્મક જ્ઞાન છે, એમ બતાવવા આ છ સાધન ઉમેરેલાં છે. વિવેક વિરાગ એ શ. માદિની અપેક્ષાએ, બહિરંગ સાધન છે; તેમની અપેક્ષાએ શમાદિ અંતરંગ સાધન છે. એટલે કે શમાદિ છે તે કેવલ અંતઃકરણથીજ સાથ છે, અને વિવેકાદિને પુષ્ટ કરે છે; વિવેકાદિ અતઃકરણથી તેમ બાહ્યકરણથી સાધ્ય છે અને સમાદિમાં ઉપયોગી થાય છે. વિવેક વૈરાગ્ય સિદ્ધ છતાં આમાનંદના અનુભવને સારુ તે સમાદિની અપેક્ષા છે, તે ન હોય તો સાધક વિઠ્ઠલ, અનિશ્ચિત, શંકાગ્રસ્ત, થઈ રહે. શમાદ થકી અંતરની વૃત્તિઓ કરે છે. ડહોળાયલ' જલ કરવા માંડતાં જેમ મલમાત્ર તલ ઉપર વળગે છે, ને જલ કેવલ સ્થિર અને સ્વચ્છ થઈ પારદર્શક થાય છે, અને વસ્તુમાત્રના બિંબને સ્પષ્ટ રીતે ગ્રહે છે; તેમ અંત:કરણ પણ શમાદિથો કરતાં, રાગાદિ મલથી વિશુદ્ધ થઈ સર્વ મય આત્મભાવનું બિંબ યથાર્થ ગ્રહી તન્મય થાય છે. એજ જ્ઞાનમાર્ગ છે; ઠરવામાંથી આનંદ આવે છે. ત્યારે શમાદીનું સ્વરૂપ કહીએ. માદિ ષટ સંપત્તિનો હેતુ ઉક્ત રીતિને છે. તેમાં શમ એટલે વિષયસમૂહથી વિરાગ પામી, તેમાં દોષદષ્ટિ ગૃહી, સ્વલક્ષ્ય ઉપર મનની જે સ્થિતિ છે. જેને વિવેક થયો, આમાનાત્મ જ્ઞાન સ્પષ્ટ સમજાયું છે, તેવા પુરુષને અનામ વસ્તુનું દોષદર્શન સ્વતઃજ થાય છે, અને તેને વિરાગ દઢ થવામાં કાંઈ વિક્ષેપ રહેતો નથી. એ પ્રકારે વિરાગ સિદ્ધ થયા પછી સ્વત:જ શમના ઉદય. થાય છે. વિરાગ થયા પછી, ત્તિઓ જે જે વસ્તુ પદાર્થોદિપ્રતિ વહન કરે છે તેમાં દોષદર્શન થાય છે, એટલે વૃત્તિ ત્યાંથી પાછી વળી સર્વ મય એક રસ જે પરમ લક્ષ્ય બ્રહ્મ તેમજ વિરામ પામે છે. આ પ્રકારે વૃત્તિમાત્રને બાહ્ય વિષયથી વ્યાવૃત્ત કરી સર્વના અધિષ્ઠાનમાં સ્થાપવી તે શમ કહેવાય. એ રીતે વૃત્તિઓ જ્યારે બાહ્ય વ્યાવૃત્ત થવા માંડે ત્યારે ઈાિ પણ વ્યાપાર કરતી અટકે. ઈક્રિયાને વ્યાપારથી અટકાવી પોત પોતાના સ્થાનમાંજ નિયમવી તે દમ કહેવાય. દ્રિા બે પ્રકારની છે. જ્ઞાનેન્દ્રિય અને કમૅન્દ્રિય. તે ઉભયને પોતપોતાના સ્થાનમાં નિયમીરાખવી તે દમ. આ પ્રકારે શમ અને દમ સિદ્ધ થાય એટલે ઉપરમ એની મેળે ફલે છે. ઉપરમ એને શબ્દાથી એટલેજ છે કે શાન; અથોત બાહ્ય આલંબન માત્ર તજીને આંતર આલંબન ઉપર વૃત્તિ માત્રને લગાડવી, અંતર્મુખ કરી નાખવી, તે ઉપરમ. બાહ્ય જગતમાં આસક્તિનાં અનેક કારણ વિદ્યમાન છે. સમૃદ્ધિ, અધિકાર, પુત્ર, દારા, પરિવાર, કીતિ, ઈત્યાદિ; તેમજ અમુક ધર્મ, એમુક જાતિ, અમુક દેશ, ઈત્યાદિનું પણ અભિમાન પ્રાણિમાત્રને હોય છે. એ બધાં બાહ્ય આલંબન કહેવાય; વૃત્તિની બાહ્ય આસક્તિનાં સ્થાન કહેવાય. તે સર્વ ઉપરથી વૃત્તિને ઉઠાડી લેઈ કેવલ અંતર્મુખ કરવી, વૃત્તિમાત્રનો અભાસક જે આત્મા તેના ઉપર સ્થિર કરવી, તે ઉપરમ. આ છે તે ઉપરમ સિદ્ધ થાય એટલે તિતિક્ષા સ્વભાવિક રીતે જ આવે. આમાનામ ઓળખી વૃત્તિએને અંતર્મુખ જેણે કરી છે તેને શરીરે થતાં સુખ દુ:ખ કે મનમાં થતાં ફ્લેષાદિ તેનાથી પરિતાપ થવાનો સંભવ નથી. વિશ્વવ્યવસ્થાના સર્વ સાધારણ સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓ કરીને ભેદ વિસ્તારમાં દેશ ઉદભવે છે એટલે જે માનસિક ઉપાધિજન્ય ફ્લેષાદિ તે ચિત્તવૃત્તિ અંતર્મુખ થઈ અભેદ સમજે તે પછી રહેતાંજ નથી; પણ જે આધિભૌતિક અને આધિદૈવિક છે તેની પણ એવા દા ઉપરમ વાળા મુમુક્ષ ઉપેક્ષા જ કરે છે, ઉપેક્ષા કરે છે એટલું જ નહિ, પણ તે તે દુ:ખાદિના Galna manertage PO Sila 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50