પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪૮. સુદર્શન ગદ્યાવલિ. ઘરબાર તથા રૂપ રંગ જોઈને અથવા મનમાંની ઈચ્છા છે કારણથી વર્તિ લઈને સાચી જુડી વાત ગોઠવીને લોકોને ભેળવે છે. પણ કંઈ ખાણે ખાણે એવાં રત્ન પાકતાં નથી, ને એવા મહાત્માઓ ઘેર ઘેર ભટક્તા નથી. માથે ટીપણાં બેસી, ચુંદડીઓ બાંધી, કે હાથમાં ત્રિલ લઇ, થાળી વગાડતા ફરે તે કાંઈ પરમેશ્વર નથી, તેમના મીઠા બેલથી ભેળવાઈને આપવા કરતાં ગરીબ માણસને એમને એમ શક્તિ પ્રમાણે આપવાથીજ પરમેશ્વર ક૯યાણ કરશે. ડીસેમ્બર, ૧૮૮૫. અવધાન. અવધાન એટલે ધ્યાન આપવું. ધ્યાન રાખી કરવું. માણસની બુદ્ધિ એવી રીતે જોડાયેલી છે કે એક વખતે એકજ વાત ઉપર લક્ષ આપીશકે પણ એવા કોઈ કોઈ માણસે જોવામાં આવે છે કે એક વખતે એક કરતાં વધારે વાતપર ધ્યાન આપી શકે છે. આટલા ઉપરથી અષ્ટાવધાન એટલે આઠ વાત પર ધ્યાન આપી શકવું તે અથવા શતાવધાન પણ સાંભળવામાં આવ્યાં છે. હાલના ઝમાનામાં કાઈ કોઈ માણસે પાંચસાત વાત સાથેજ કરી બતાવે છે. હીસાબ ગણે, શેતરંજ રમે, પાનાં રમે, ઘંટાના ટકેરા ગણે, જુદા જુદા લેક જોડે જુદી જુદી બાબતોની વાત ચીત કરે ને કોઈ એકાદ લૈક બોલે તે યાદ રાખે વગેરે. પણ મુંબઈવાળા. પ્રસિદ્ધ પંડિત ગટુલાલજી ઘનશ્યામજી જે ફક્ત આઠ જ વર્ષની નાની વયમાંથી અંધ થઈ ગએલા છે તે જે અવધાન કરી બતાવે છે તે અલૌકિક જ છે. તેમની પંડીતાઇની વાત આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ છે તથા કાશી વગેરે કામે પણ તેમણે માહાટી માટી વિદ્વાન લેાકાની સભાઓમાં માન મેળવેલાં છે. ન્યાય મીમાંસા, સાંખ્ય કે વેદાંતમાંના કોઈ પણ દર્શન વિષે પ્રતિપાદન કરવાનું કે ખંડન કરવાના ગમે તેવો વાદ પોતે કોઈ પણ વખતે ચલાવી શકે છે, તેમ પતે વૈષ્ણવ સંપ્રદાયના શુદ્ધાદ્વૈત મતના ધણા જબરદસ્ત અનુયાયી છે, તે પણ સિદ્ધ કરી બતાવે છે. એટલું જ નહિ પણ કાવ્ય રચવામાં ને સાહિત્યની ખુબી જાણવામાં તો તે એકાજ છે, ને અમે નિઃશંક એમ કહી શકીએ છીએ કે તે જે જે કરે છે તે પ્રત્યક્ષ જોવામાં આવે છે માટેજ લાકના માનવામાં આવે છે નહિતો એમનાં કયની વાત ગપમાં ખપી જાય તેવી છે. કાવ્ય કરવાનો વિષય આપે ને તેમાં રસ, અલંકાર, કે ગમે તે અક્ષરનું સ્થાન, ને છંદ વગેરે આપે તેપણ ઝટ તઈયારજ હોય તેમ કાવ્ય કહી દેશે. કોઈ પણ ગ્રંથ ગ્રંથાંતરમાંથી કે નવિન રચીને એકજ છંદનાં બે કે ત્રણ પદ ખુબ વિરૂદ્ધ રાખીને પણ આપે ને તેમાં પણ વિષય રસ વગેરે માગે તે તરતજ ચતુર્થ પાદ ઉમેરી સર્વની સંગતિ માગ્યા મુજબ કરી આપે. કેઈ નાટક, કાવ્ય, પુરાણ કે ધર્મશાસ્ત્રની શલિથી આપેલા વિષય ઉપર રચના કરતા જવી અને અનુવાદ કરતા જ એમ કહેતા તે પણ જાગ્રે હોય તેમ ચા હ્યું જ જવાનું’ ! એક ઘડી એટલે ગ્રેવીસ મિનિટમાં આપેલા વિષય ઉપર એક કરતાં પણ વધારે અનુષ્યધુ છંદ ધણા રસિક તથા શ્લેષાદિકથી યુક્ત કરી આપે છે! કોઈ અનુષ્યપ દના કે બીજા છંદના દશેક અક્ષર પુછનાર વારાફરતી આપતા જાય તથા પંડિતજી બાકીના અક્ષરમાંથી એકેક આપતા જાય તથાપિ પણ આખરે કહેલા વિષય ઉપરજ ઑાક ઉતારી આ