પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મનેબલ ૧૪૧ આપવામાં ચુક આવતી નથી !! આ ઉપરાંત વળી મરણશક્તિ પણ જબરી બતાવે છે. ગમે તે ભાષાનાં જુદાં જુદાં દશ પંદર વાગ્યે દશ દશ પંદર પંદર શબ્દનાં લઈ રાખીએ, ને વારા કરતી ગમે તે ક્રમે એકેક શબ્દ કહીએ તો આખરે બધાં વાક્ય ખરે ક્રમે ગઠવીને કહી બતાવે છે. કવિતા બનાવવી, ભાષા યાદ રાખવી, તથા ઘંટાના નાદ કાઈ કરે તે ગણવા એ બધું" પોતે પણ સાથે કરી બતાવે છે. સ્પર્શ પણ તેજ અલૈકિક છે! પાંચ પંદર પુસ્તકો નામ કહી કહી હાથમાં આપીએ તે માગેલા નામનું પુસ્તક તરતજ કાઢી આપે અથવા આપીએ તે પુસ્તકનું નામ દે, કે ન જોયું હોય તે ના કહે. આ વગેરે ઘણા ચમકારે મુંબઈમાં લખનારની સમક્ષ મોટી મોટી સભાઓમાં થએલા છે, ને હાલમાં પંડિતજી કાઠીઆવાડમાં ફરે છે ત્યાં પણ ઠામ ઠામ થાય છે. તેમની ધર્મ વિષે તકરાર કરી પ્રતિપાદન કરવાની શક્તિથી કેઈ અજાણ્યું નથી એટલે વિશેષ લખવાની જરૂર નથી. - આ લખવાથી જણાશે કે માણસની બુદ્ધિ શું કરી શકે છે. બુદ્ધિને કેળવવાથી આવાં ઝલ નીકળે છે ને એક કરતાં વધારે કામ સાથે બજાવવાનું સામર્થ્ય પણ આવી જાય છે. અમે પંડિતજીને તે પ્રમાણે એમના ગૃહવ્યવહારમાં પણ કરતાં જોયા છે. આવા વૈષ્ણવ મતના ધુરંધર સહાયને વૈષ્ણવો મદદ કરતા નથી, તથા જે નિરક્ષર તથા કેવળ ધૃત જેવા હોય છે તેમની પાછળ ભમે છે. ભાવિક બાઈઓને પણ અમે આ વાત જણાવી એમ કહેવા ઈછીએ છીએ કે ખરૂં ધમરહસ્ય જાણવું હોય, ખરાં વૈષ્ણવ થવું હોય, ખરી ભક્તિ કરવી, હોય તે આ પૂજ્ય મહામાને શરણે જાઓ. બીજા ધંધા મુદે ને આવાના ઉપદેશ સાંભળે તાજ કલ્યાણ થાય. બાકી તે ધક્કા ખાતે જનાવરની પૈઠે આનંદ માનવે તેમાં શું વિશેષ છે? માર્ચ ૧૮૮૬. મનોબલ. ચમત્કાર શાને કહેવા એના જેણે નિશ્ચય કર્યો હશે તેના સમજવામાં એટલી વાત સહજે આવી હશે કે “ ચાલતા સ્થાપિત નિયમોનો ભંગ થયા જેવું કૃત્ય ” એ ચમત્કાર દાપિ સંભવે નહિ. માનુષ ર્તા રૂપ ઈશ્વર માનનારાને ચમતકાર માન્યા વિના જગતના અનેક સંધિનું સમાધાન બની શકતું નહિ હોય, અને ઘરમાંથી નીકળીને બહાર જવાથી માંડીને તે આખી સૂર્યમાલા પેતાના સ્થાનમાંથી કવચિત્ નીકળીને ખાખ થઈ જાય ત્યાં સુધી પણ તેને મને ઈશ્વરના પ્રસાદજન્ય ચમત્કારનું જ ભાન પદે પદે થતું હશે. એવા ભકતોની શ્રદ્ધાને આપણે માન આપીએ, પણ તેમની બુદ્ધિ તેમને સત્ય વાતજ કહેવરાવે છે એમ માનતાં આચકે ખાવા પડે. કાયદા, નિયમ, અમુક ક્રમ, એજ આ જગતના ઉદ્ભવ અને પ્રચલનમાં જેને રસ્પષ્ટ જણાતો નથી, તેવા લોક ચમત્કારની ભાવના વડે તટસ્થ તની ભાવનાને દઢ કરી, કલ્પનાથી કલ્પનાને ટેકવતાં પોતાના હૃદયની શ્રદ્ધાનો આધાર શોધી લે છે. બાકી વસ્તુગતિ વિચારતાં ચમત્કાર એવું કાંઈ છે નહિ, અખલિત અનિવાર્ય નિયમ વિના, કશું બનતું નથી. જે ચમત્કાર કહેવાય છે તેને પણ નિયમ છે, પછી તે નિયમેના અજ્ઞાનને લીધે ચમત્કાર લાગે એમાં વસ્તુગતિનો દોષ નથી. ચમત્કાર માનવા એ બુદ્ધિનીજ ન્યૂનતા છે.