પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૪૪ • સુદર્શન ગયાવલિ, –નથી. એમ જડ અને જીવન વિભાગજ સ્પષ્ટ નથી, અને એક બીજામાં મળી જાય છે, ને એક એકમાંથી જ થતાં હોય, એક સ્વરૂપજ હોય એમ લાગે છે- સત્ય એ છે કે એકાન્ત જડ કે એકાન્ત જીવ કશુ છે નહિ, જ્ઞાન (જીવ) વિના કશું હોઈ શકતું નથી. આમ છે એટલે મનેબલ ( જ્ઞાન ધર્મ ) ના પ્રભાવ આખી સૃષ્ટિ રચવાને પણ સમર્થ કહેવાય છે તેમાં કાઈને આશ્ચર્ય પામવાનું કારણ નથી. પરંચ મનુષ્ય પોતે તે એક આખા બ્રહ્માંડની નકલ છે, તેના શરીરમાં ને મનમાં એવા એવા અવયવોને ધર્મો છે કે જેને આખા બ્રહ્માંડનાં કાર્ય સાથે નિકટ સંબંધ છે. પિંડબ્રહ્માંડનું ઐક્ય સમજીને વાપરવાનો માર્ગ જેને જ છે તેને મનેબલથી સૃષ્ટિ થઈ શકવા સુધીની વાત કશું આશ્ચર્ય પેદા કરતી નથી; દૈતભેદમાં ભમનારને તો ચમત્કાર વિના ચાલતું નથી.' (સપટેમ્બર ૧૮૯૧) શારીરવિદ્યા સંબંધી કેટલાએક વિચાર, (૧૦) શારીરવિદ્યા અથવા શરીરનાં મુખ્ય કર્મ વિષે કાંઈક વિવેચન આજ સવાવર્ષની મુદતથી ચાલાવી આપણે પુરૂં કરી ગયા. જીવ અથવા ચૈતન્ય એટલે શું? આ પ્રશ્નના જવાબ આપતાં, જે ગ્રંથને આધારે એ વિષય લખાતા હતા, તે ગ્રંથના રચનારે પણ ઘણી વખત શંકા અને બહુ તે સંશય ભરેલો કાંઈક ખુલાસે બતાવે છે. ચૈતન્ય શું પદાર્થ છે એ સમજી શકાતું નથી, પણ તેનાં કર્તવ્ય ઉપરથી તે કાંઈક છે એમ સમજાય છે, એવું તે લખનારે આપણને સ્પષ્ટ રીતે કહેલું છે. છેલ્લા બે વખતના અકે ઉપરથી જણાયું હશે કે, શરીરના રક્તમાંની નાડીચક્રને આધારે પેદા થયેલી કઈ અવશ્ય ઉષ્મા' આ ચૈતન્યનું કારણ હોય એમ સમજવામાં આવે છે. અમે આપતા હતા તે શારીરના વિષય જેણે લક્ષપૂર્વક મનન કર્યો હશે, તેના જેવામાં આવ્યું હશે, કે જ્યાં જ્યાં શંકાવાળાં સ્થાન આવેલાં ત્યાં ત્યાં, અમે કાંઇ કાંઈ સુચના કરેલી છે અને તે એવાજ ઉદેશથી કે અમારા મનમાં જે તર્ક ચાલે છે, તે છેવટ વાંચનારની સમક્ષ મુકી કાંઈક નિર્ણય કરાવવા પ્રયત્ન કરો. ચૈતન્ય શરીરજન્ય ઉષ્મામાંજ હોય, ત્યારે તે તેવી ઉષ્મા મલે તેવાં ખોરાક વગેરે કારણુ બંધ થતાં ચૈતન્ય બંધ પડી મરણ પેદા થવું જોઈએ. આ વાતની વિરૂદ્ધ અમે એકાદ પ્રસિદ્ધ અને પ્રમાણિક સાક્ષીઓએ જોયેલે દાખલો રજુ કરવા ઈછિએ છીએ. પંજાબના પ્રખ્યાત રાજા રણજીતસિંહના વખતમાં, કેટલાક લશ્કરી અંગ્રેજ અમલદારેની રૂબરૂ, એક ૪કરે એમ કબુલ કર્યું” કે ચાળીશ દિવસ સુધી હું અન્નપાનવિના ભેાંયમાં દટાઈ રહેવા તૈયાર છું. આ ઉપરથી તેને પેટીમાં પુરી તે પૈટી એક ભોંયરામાં લટકાવી, ભોંયરાનું માં બંધ કરી પુરી લઈ ઉપર પહેરો રાખવામાં આવ્યો. ચાળીશ દિવસે કાઢ્યા ત્યારે તે ફકીર મૃતપ્રાય દીઠામાં આવ્યા. પણ કહ્યા મુજબ માથે ધી વગેરે લગાડવાથી તે બેઠા થયા. આજ બીજો દાખલો બે એક વર્ષ ઉપર કેાઈ બંગાલી વર્તમાનપત્રમાં હતો, કે બે અંગરેજ શીકારીઓએ ઝાડની મૂળીઆ સાથે જડાઈ ગયેલા કાઈ સમાધિસ્થ યોગીને ઉંચકી આયે, અને ઘણા પ્ર. યત્ન કર્યો પણ તે જાગ્યા નહિ. તેને આખરે ગંગામાં નાંખે, તોપણ તે જાગૃત ન થયા. કાઇક કાલે કોઈ કારણથી જાગૃત થતાં તેને માંસભક્ષણ કરાવવાથી તે મરણ પામે. આવા ૧ ગરમી. ૨ મરણ તેલ. Gandhi ileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50