પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શારીરવિદ્યાસંબધી કેટલાએક વિચાર, ૧૪૫ બીજા પ્રસંગ ધણા બનતા હશે, પણ આ જાણીતા દાખલાનો ખુલાસે આપણે શી રીતે કરવું ? ઉષ્મા પેદા કરનાર સાધન ન છતાં, ચાલીસ દિવસ સુધી શરીર રહી શક્યું, એ વાત અતર્યા જેવીજ છે, અને ચૈતન્યના ચમકારને કાંઈક જુદે જ વિચાર પેદા કરાવે છે ! e આથી વિશેષ ચમત્કાર પેદા કરે તેવી બીજી વાતો પણ છે. શરીરમાં ઉષ્મા થઈ ચૈતન્ય કે જીવ રહે છે, તો જ્યાં એ શરીર નથી ત્યાં ચૈતન્યના કોઈ પણ વ્યાપાર-જાણવું, બેલિવું, દેખવું વગેરે-નજ જોઈએ. એક માણસ બીજા માણસ ઉપર, દવા વગેરે સિવાય, એવી તાંત્રિક અસર કરી શકે છે, કે તેથી સામે માણસ બેશુદ્ધ થઈ જાયતે એટલે સુધી કે દાક્તર વખતે કાંઈ કાપી કાઢવાનું હોય તે કાપી લે, તોપણ માલુમ પડે નહિ. આ સ્થિતિ સંપાદન કરનાર તંત્રને અંગ્રેજીમાં મેમેરિઝમ કહે છે-આપણે મોહિની કહીએ. આવી બેશુદ્ધિ થાય એટલે સુધીની વાત તો ખુલાસો કરી શકાય તેવી, અને આપણે કહી ગયા તે શારીરના નિયમથી સમજાય તેવી છે, પણ વિશેષ ગુંચવણવાળા અને બધો ઠરાવેલી કલ્પનાઓ ઉધી વાળનારો બનાવ તો આ છે:–આવી મોહિનીની અવસ્થામાં આવેલા ગ્ય માણસ પાંચસે કે હજાર ગાઉ ઉપરની ખબર કહે છે; માણસની મુઠીમાં કે પેટીમાં ધાલેલી જણસ ઓળખે છે; ને ભવિષ્યના પણ બનાવો ચોકસ રીતે વર્ણવે છે ! ! બેશુદ્ધ થઈ મરણ પામ્યું હોય તેવું લાકડા જેવું શરીર ડોળા ફરી ગયેલી પણ બંધ થઈ ગયેલી આંખ અને કેવલ ગાઢ સુષુપ્તિની સ્થિતિ, આવા પ્રસંગમાં આ બધી ખબર કેમ, કેવી રીતે અને કયાંથી તથા કોને મળે છે એનો ખુલાસે જીવને ઉષ્મા બલજન્ય માનવાથી થતા નથી. વળી ત્રીજી વાત એવી છે કે હાલ અમેરીકા તથા યુરોપમાં, જેને આપણે પ્રેતનું આ વાહનર કહીએ છીએ, તેવી કલાના પ્રચાર ચાલ્યો છે, ને તેને ‘સ્પીરીચુએલિઝમ' કહે છે. કઈ માણસના શરીરમાં પ્રેત આવે છે, તે બેભાન થાય છે, ને તે પછી તેની મારફત ઘણાં પ્રેત આવી પ્રત્યક્ષ ઉભાં રહે છે, વાત કરે છે ને ઈ છે તે મુવા માણસનું પ્રેત લાવી ખડું કરે છે. શરીરયંત્રના યોગથી અને નાડીચક્રની અસરથી થયેલી રક્તજન્ય ઉષ્મા તે શરીર પાત થયે વિખરાઈ જાય છે, ત્યારે આ પ્રત કયાંથી આવ્યાં ? અને વધારે અજાયબી એ છે કે જેનું કહીએ તેનું પ્રેત કયાંથી આવ્યું ? આ ત્રણે વાતાએ હાલ વિદ્વાનોને શિથિલ કરી નાંખ્યા છે. કેટલાક પોતાનાજ મતમાં મશગુલ થઈ ગયેલા–જેને અમે તે મતાંધજ કહીએ–તે એમજ પોકારે છે કે આ બધી વાતો જુઠી છે, એમાં કાંઈક કાવતરાનો ભાગ રહેલો છે અને અમે આજપર્યંત જે બતાવતા આવ્યા છીએ તેજ ખરૂં છે. કેટલાક જે નિષ્પક્ષપાતથી શોધ કરે છે, તે કહે છે કે આ વાત ખરી છે, પણ અમારાથી, અમે આજસુધી જે જાણ્યું છે તેટલાથી, તેનો ખુલાસે બની શકતો નથી. ત્રીજા પક્ષવાળા આ સર્વ વાતોને ખુલાસે આપે છે, પણ તેથી તમામ ધર્મ, જ્ઞાન વગેરે જેને આપણા “સુધારા” વાળાઓએ વહેમ કરી હાંકી કાઢેલું, તે ખરૂં હરી ઘરમાં પાછું દાખલ થવાની વકી રહે છે. જેને સત્યવાત સમજવી હોય, ખરૂં” શું છે તે જાણી જીવ્યાની કૃતાર્થતા કરવી હોય, તેણે આવા પ્રનાનું ખુબ મનન કરી નિશ્ચય ઉપર આવવા પ્રયત્ન કરવા જોઈએ. જેને કેવલ પોતાનાજ મતમાં મશગુલ રહી, ભૂલ જણાયેથી પણ તે ન સુધા ૧-સ્પમવિનાની ઊંધ. ૨ લાવવું-સ્થાપવું. andhi Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50