પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી. “કવિ દલપતરામ તથા નર્મદાશંકરઉપરના એમના આર્ટિકલ, અમુક આ• તર તરવા લઈ તે વડે બહારના સ્વપનો ખુલાસો કરવાની અવલોકન પદ્ધતિનું ઉત્તમ દષ્ટાન્ત છે. તથા ગુજરાતના લેખા' એ મથાળા નીચે લખાએલા આર્ટિકલ એમની વિશાળતા અને વિચારશીલતાના હમેશનો પુરાવો છે. આ સિવાય રા. મણિલાલની અવલેહનશક્તિના એક ભવ્ય નમૂનાજે “ધર્મ” ના વિષયમાં પણ ગણી શકાય તે પ્રાચીન કાળથી આર ભી આજ પર્યન્ત ભરતખંડના વિચાર પ્રવાહના ઇતિહાસ રૂપે "લખાએલો • સિદ્ધાન્તસાર ” નામના પ્રન્થ છે—જે એમના દશેક વર્ષ ઉપરના મંદવાડ સમયે-ૐ કુલના આધારરૂપ વૃક્ષના ભંગ થવાનો સંભવ દેખી ”—રચાયો હતો. આ ગ્રન્થમાં ભાષાનો ચમત્કાર એવા છે કે તે દ્વારા, પ્રાચીન ભરતખંડનું પ્રત્યક્ષ દર્શન લેતી ગ્રન્થર્તાની પ્રતિભા અનાયાસે વાચકના આત્મામાં સંક્રાન્ત થાય છે. અને આરંભમાં મૂકેલી અને નીચે ફરી એક વાર ટાંકેલી શેલિની પંક્તિઓને રા. રા. મણિલાલને સંબધે પ્રજવાનું મન થઈ આવે છે. " The fountains of divine philosophy Fled not his thirsting lips, and all of great, Or good or lovely, which the sacred past. In truth or fable consecrates, he felt And knew, ” He felt : એમાંજ રા. રા. મણિલાલનો અનન્યસાધારણ પ્રભાવ છે. રા. રા. મણિલાલનાં ગુજરાતી પુસ્તકમાં આ ઉપરાંત “ શાળાનું શિક્ષણ’ સુધારવા માટે લખેલા કેટલાક નિબધા તથા ‘બાલવિલાસ’ નામના એક ઉદાહરણગ્રન્થ તથા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના આશ્રય નીચે પ્રસિદ્ધ યુએલાં પ્રાચીન ગુજરાતને લગતાં બીજાં કેટલાંક પુસ્તકો છે.–જેની નોંધ લેવા જતાં અત્રે વિસ્તાર બહુ થઈ જાય એમ છે. અંગ્રેજીમાં રા. મણિલાલે રાગ, અતિઝમ ઓરમાનિઝમ ,' એગસૂત્ર, માંકોપનિષદ, ઈમિટેશન ઓફ શંકર, તર્કÊમુદી, સિઓલોજી, હિંદુઈઝમ વગેરે લેખો લખેલા છે. * પરંતુ એમાંના ઘણા ખરાના સાર એમનાં ગુજરાતી પુસ્તક માં આવી જાય છે, એટલે એ સંબંધમાં અને વધારે વક્તવ્ય રહેતુ’ નથી. એટલું કહેવું બસ છે કે એમનાં અગ્રેજી પુસ્તકોએ એમનું તેમજ ગુજરાતનું નામ દેશ–પદેશ અમેરિકા સુધી પ્રસિદ્ધ કર્યું. અને એક વિદ્વાનને મુખે એમની સબંધમાં એટલે સુધી ઉદ્ગાર નીકળે કેઃ “ Nor does Poona or Bombay contain any Shastreo with clearer conclusions on Hindoo Theology and Philosophy, better command of lucid language, or ideas more enlightened and profound than Mr. Manilal Nabhubhai Dvivedi......whose book just published on the Raja Yoga ought to become widely known in Europe, and to converse with whom has been a real privilege." (Sir L. Arnold ). જ સ્યાદવાદ’ નામના એક જૈન ગ્રન્થ અંગ્રેજી ટીકા સાથે એમણે તૈયાર કર્યો છે. તે એમણે સંસ્કૃત સીરીઝ માં ધ" કરી થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. * Gandhi Heritage Portal