પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શારીર વિદ્યાસંબધી પ્રશ્નને ખુલાસે, ૧૪૭ તે વિશ્વના અંત્યત્ત્વનો નિર્ણય બનવો કઠિન છે. અર્થાત જડનું વાસ્તવિક સ્વરૂપ કદાપિ હાથ લાગે તેવું નથી. જડવસ્તુ માત્ર મૂલમાં સાચી છે, પણ નામરૂપ મિથ્યા છે, અને જડ-યજ્ઞાતાને અધીન હોવાથી ત્રિકાલાબાધ–સત્ય-નથી. આમ કહેવાને તત્વાર્થ એમ છે કે જ્ઞાતા અને રેય એ જુદાં પડે તેવાં નથી, એનો સંબંધ નસગ કી અભેદ છે. એકનો વિચાર બીજાવિના બને તે નથી ને યમાં જ્ઞાતા ને જ્ઞાતામાં ય એમ સમાવેશ છે. તે એવી તકરાર કરવી કે જડમાત્રથી ચૈતન્ય બને છે અથવા ચૈતન્યમાત્રથી જડ બને છે એ કેવળ મિયા વાત છે. શુદ્ધ ખરા અદૈતવાદનું સ્વરૂપ એજ છે કે જ્ઞાતા, ય, ને જ્ઞાન એ ત્રણે ભિન્ન નથી. એકમાં ત્રણ છે ને ત્રણ મળી એક થાય છે. આવી રીતિનો વિચાર કરતાં પૂજ્યપાદ શ્રીમછંકરાચાર્યે પ્રતિપાદન કરેલા અદ્વૈતવાદ સહજમાં સિદ્ધ થઈ રહે છે, એથી વિરૂદ્ધ કાંઈ પણ કલ્પના બનવી અશકય છે. હવે જીવની ઉત્પત્તિના સંબંધના પ્રશ્નને ખુલાસો થઇજ રહ્યા કે જીવ અને બ્રહ્મ જુદા નથી, જીવ બ્રહ્મનું જ પ્રતિબિંબ માયામાં પડેલું છે, પણ વસ્તુતઃ બ્રહ્મથી જુદું નથી. આ પ્રમાણે જીવને જડની વૈગિક ઉત્પત્તિ ન માનતાં પરમ આધાર બ્રહ્મરૂપ માનવાથી સર્વ વાતનું સમાધાન થઇ રહ્યું. માયાના આવરણવડે કરીને છવભાવ બન્યો રહે છે, બાકી તે બ્રહ્મરૂપજ છે. બ્રહ્મ અનિવાર્ય છે. એ બ્રહ્મજ્ઞાન, અર્થાત જ્ઞાતા, ય, જ્ઞાનને જેમાં એક ભાવ થઈ રહે એ જ્ઞાન કોઇને કહેવામાંજ તે એકતા તુટે છે માટે તે ખરેખર અનિવાંચે છે; પ્રકારાંતરે ' પણ અનિવાંચ્યજ છે કેમકે તે જાણવામાં થઈ આવેલો પરમાનંદ કોઈને કહી બતાવાય તેવો નથી. કેવળ જ્ઞાનરવરૂપ આ બ્રહ્મનું છે એ પણ આગળ કહ્યું છે, તે જ્ઞાન અને આનંદ બે સ્વરૂપ તો તેનાં મનાયાં. પરિણામે કાંઈ પણ સત-હયાત માન્યાવિના જગતની સત્તા પણ બને તેવી નથી, તો બ્રહ્મ એજ પરમ સત્તા–ત્રણે લોકમાં અબાધ છે. આમ સત, ચિત, આનંદ એ ત્રણ ગુણ કલ્પીને બ્રહ્મનું ભાન કરાવી શકાય છે, બાકી બ્રહ્મસ્વરૂપ તો અવાચજ છે એ સિદ્ધાન્ત. એજ રીતે માયા પણ અનિવાર્ય છે, કેમકે એને છેડે જડતો નથી તથા ત્રણેકાલમાં તે એકરૂપે રહેતી નથી. વળી એ કેવલ બ્રહ્મને આધીન છે માટે અને બ્રહ્મની ઉપાધિર માની છે, તે પોતે ભાવરૂપ છે–પણ જણાતી નથી-માટે અજ્ઞાન પદાર્થરૂપે પણ વર્ણવી છે, આવી અજ્ઞાનરૂપ માયામાં મસ્ત થવાથી આનંદ મળતું નથી, પણ માયા, ને તેના જ્ઞાતા એ સર્વનું જેમાં પારમાર્થિક ઐક્ય છે એવા બ્રહ્મના જ્ઞાનથી પરમાનંદ નિત્યનિરંતર બન્યા રહે છે. આનું જ નામ મુક્તિ અથવા મોક્ષ. આવી રીતે સિદ્ધાન્ત ક્યનાં અવાન્તર ફલ ઘણું રમણીય છે. એમજ માનવાથી તમામ નીતિના અને ધમોચરણના સિદ્ધાન્તો જણાઇ આવવાના, ને દૃઢ થવાના. જે લેક જીવ, ઈશ્વર ને જગત જુદાં માને છે ને પરમ સત્તાવાળાં માને છે, તેમને જુદા જુદા છવ માની જીવ પરત્વેના વ્યવહાર જુદા જુદા માનવાની ફરજ પડવાથી, નીતિમાર્ગ પણ કાંઇ તે કલ્પ પડ્યા. મેક્ષ તે તેમની કલ્પનામાં બનવાનો પ્રસંગ પણ નથી. જે જ્ઞાનીઓ બ્રહ્મવાદ માને છે તેમને તે યાવત ય–વિશ્વમાત્ર-આમરૂપ છે, એટલે પિતાતરફ કોઈ અનાચારથી, દૂરતાથી, અનીતિથી વર્તે નહિ, એટલે સર્વ વિશ્વ તરફ આનંદમય વ્યવહાર બની રહેવાના. આ ૧-સ્વભાવથીજ સિદ્ધ૨-બ્રહ્મસ્વરૂપમાં ફેર પાડી ન શકતાં તેને વળગનારી. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450