પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૫૦ સુદર્શન ગદ્યાવલિ, પણ સુધીના ભયંકર ફેરફાર, પેદા કરશે ! અને પ્રાણુ ! એને જે બીમાડ થશે તેથી તે મરણ થવાનો સંભવ આવશે, કવચિત તકાલ થશે પશુ, પરંતુ તેનાથી એટલું ભય નથી કે જેટલું આ અજ્ઞાત આકાશ પ્રદેશના ઉમરા સુધી પહોચવા જવામાં છે. આપણા શાસ્ત્ર જેને વામમાર્ગ કહે છે, અધોગતિનું દ્વાર કહે છે, તે આજ છે--સ્વાર્થ––ગમે તે ઝીણે અને ગુપ્તસ્વાર્થ-તેને વળગ્યા છતાં આ અતીન્દ્રિય પ્રદેશમાં માથું ઘાલવા યત્ન કરો. ગમે તેવી શુદ્ધ ક્રિયા કરતા હશે પણ સ્વાર્થ છે ત્યાં સુધી આ ભયમાંથી મુક્ત છે એમ ન જાણુરોા. સ્વર્ગ અને નરકને રસ્તો આરત્યે એક હાઈ સ્વાર્થની ફરકડી ઓળંગવાની આવે છે ત્યાંથીજ જુદા પડે છે. અલબત ( સુધારા” વાળા હસશે, આ બધા શી વહેમની વાત છે એમ કહેશે, પણ તેમને માટે આ વિષય લખ્યા નથી. જે લોકોએ પ્રાણુવિનિમયને અભ્યાસ કર્યો છે, અનુભવ કર્યો છે, અને તે વિદ્યાની ખાતરી કરી છે, તેમને અવળે માર્ગે જતા અટકાવવાને આ લખવાની જરૂર પડી છે. મને તેવું લખવાને અને તેવી શીખામણ આપવાને આ સંબંધમાં હક છે, અને જેમને મેં એ વિદ્યામાં દાખલ કર્યો છે તેમને આ વાત સ્પષ્ટ સમજાવવી એ મારો ધર્મ છે. ખરે પરમાર્થ એ છે કે જેતે પ્રકારે સ્વાર્થથી છટા થવું, સ્વાથના પાશ બહુ સૂમ અને જ્યાં ન ધારતા હોઈએ ત્યાં પણ વીટાયેલા હોય છે. એમાંથી મુક્ત થયા પછી પ્રાણુવિનિમય તો શું પણુ મહાટી સિદ્ધિ સુધાંત સાક્ષાત સ્વયમેવ પ્રાપ્ત થશે-પણ પછી તે સાપણુના ઝેરી દાંત પડી ગયેલ હશે એટલે ભય નહિ રહે. પ્રાણુવિનિમયથી એક બીજુ' સાધારણ ભય પણ છે તે માટે અત્રે જણાવવું જોઈએ. જેના શરીર ઉપર એ ક્રિયા વારંવાર થાય છે, તેમજ જે પુરુષ તે ક્રિયા વારંવાર કરે છે, તેનામાં અમુક ફેરફાર બની આવે છે. ગણા વર્ષથી કરીને જામી રહેલાં કચરે, માટી, કાયલા, ધૂળ, ઈત્યાદિનાં પડ, ઉપર એક સુંદર લીલેતરીના પડ નીચે દટાયેલાં હોય, તેમાં મજબુત લાકડી &ઠ સુધી ઘાલી હલાવતાં ડહાળા થઈ જાય તે વખતે કોઈ ગુપ્ત બદા મગજને ફાડી નાખવા જેવી પણ નીકળી આવે. ઊંડામાં ઉંડી કાઈ નઠારી ખાશીયત, ગુપ્તમાં ગુપ્ત કાઈ દાબડ દીબડ રટ્યા રાગ, ખેંચાઈને સપાટી ઉપર તરી આવે છે. એમ થવામાં હાનિ કશી નથી પણ પ્રયોગ કરનારની કુશલતા ઉપર હાનિ કે લાભના આધાર છે. પ્રવેશ કરનાર ખરા મર્મજ્ઞ હોય તે આખા સ્વભાવને સાફ કરી વિશુદ્ધ બનાવી દે છે, આખા શરીરને રોગમુક્ત કરી કાંચનમય કરી નાખે છે, પણ પોતાની મનોવૃત્તિનું જ ઠેકાણ નથી એવા માર્જન કરતોરા આમાંનું શું કરી શકે? કિબહુના તેવા માનસિક કે કાયિક ફેરફાર વિધેયનામાં કે પોતાનામાં જણાતાં ઉલટા ગભરાઈને વાત મૂકી દે, અને અનેક વિટંબના પૈઠે વૈદ્યાપચારને આવા વ્યાધિ સહજ સાધ્ય થતા નથી, જે વાસણમાં પ્રાણુવિનિમયનું તત્ત્વ એકવાર ભરાયું તેને એ કાઈ પાસ બેસી જાય છે કે ગમે તે બીજું તેમાં ભરે તેથી તેને વાસ નીકળતા નથી. પ્રાણવિનિમયના ઉપાય પ્રાણુવિનિમયજ છે. વિધાયક પિતાને આવી હરકત થાય તો તેનામાંથી ખરા થાગજ્ઞાન વિના તે દર થવી અશક્ય છે. વિધેયને થાય તે ખરા ભમસ વિના દર થવી અશક્ય છે. નીરેણી અને પુષ્ટ જણાતા શરીરવાળા વિધાયક સારી રીતે પ્રાણુવિનિમયના રહસ્ય પર્યત પ્રયોગ કરી શકે એમ માનવું કેવલ ખોટું છે. એવા ભુલાવામાં જરા પણ ફસાવાથી બહુ ભય છે. જે પૂર્ણ જરૂરનું અને અત્યંત આવશ્ય છે તે શુદ્ધમન, નિસ્વાર્થ મન, પરમ પ્રેમમય મન, એજ છે, andhi Citade Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 30/50