પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૧૫૨ સુદર્શન ગથાવલિ, વાત છે. પરમસત્ય તે એકજ છે. વ્યવહાર અનેક છે, પણ સર્વદા સત્યને અધીન છે. પ્રત્યેક વ્યવહારમાં સત્ય વિના ચાલતું નથી, પણ તે વ્યવહાર સત્યરૂપ નથી. સર્વે વ્યવહારમાં જે સત્ય છે તે બધાં સત્યરૂપે એક રૂ૫જ છે, પણ વ્યવહાર પરત્વે તેમના આકાર જુદા જુદા છે. એક વ્યવહારવાળે, તમામ વ્યવહારનાં સત્યને સમજ શક જોઈએ એ નિયમ નથી. એમ નજ હોય એમ અમે કહેતા નથી, પણ એમ હોવું જ જોઈએ એમ માનતાં અચકાઈએ છીએ. કુંભાર ઘણો ચતુર હોય તો ધડા પારખી જાણે, માટે તરવારની ધાર વિષે કે ઈશ્વરના સ્વરૂપ વિષે પણુ તેના અભિપ્રાય ખરાજ હોવા જોઈએ એમ નથી. પેત પેતાના ધંધાનું સંપૂર્ણ સત્યરૂપ જ્ઞાન હોવું એજ મુશ્કેલ છે, એટલું જ ખરેખરૂં” હાથ થઈ શકતું નથી, તે તે ઉપરાંત વળી પારકાની વાત ડોળવા જવી એ કેવું અશકય છે. આમ છે ત્યારે માણસેએ પેલા રજવાડી કારભારીના ખુશામદીઆના જેવી ભુલ નજ કરવી. એક માણસ પોતાના અમુકકામમાં કુશલ હોય, વા પ્રારબ્ધવશાત્ કોઈ ઉચ્ચ ગણાતા સ્થાને ચઢયે હોય, માટે તેની વાત સર્વવાતમાં પ્રમાણુ ગણાય એવી સમજ સર્વથા ખેટી છે. ઉચ્ચ અધિકાર એ કાંઈ હમેશાં યોગ્ય અધિકારની બરાબર નથી. માણસની યોગ્યતા ઘણીવાર કરોડની હોય છે છતાં તેના અધિકાર કાડીના હોય છે; ને એથી ઉલટુ પણ વારંવાર નજરે પડે છે. અર્થાત જેનામાં સત્યપરાયણતા હોય તે ગમે તે અધિકાર કે ગમે તે સ્થળે પણ સત્યની તુલના કરવા સમર્થ હોય છે. સર્વેએ પત પાતામાં એવી સત્યપરાયણતા આણવી, અને અમુક વ્યવહારિક આકાર પરત્વે સપ્રમાણુતા આપી ફસાવું નહિ. એવા ફસાનાર કરતાં ક્રસવનારાની સંખ્યા આજકાલ થતી નથી. આચાર્યો, ઉપદેશકે, અધિકારીઓ, અનેક પડેલા છે. અસ્તુ. કોઈ એમ પૂછશે કે એ બધા તો ભલે રહ્યા પણ આજ ઝળઝળતા “ સુધારા ' ના સમયમાં સર્વ વાતનું સૂમ અવકન કરી “સાયન્સ” એ નામનાં પાશ્ચાત્ય શાસ્ત્રાદ્વારા શોધ કરનારા જે જણાવે તે ઉપર શામાટે પ્રત્યય ન કરવો ? અમે તેમના ઉપર, કે તેમના જેવા કોઈ બીજા શોધકે ઉપર પણ, પ્રત્યય કરવાની ના કહેતા નથી. અમારી તકરારનું સ્વરૂપ જુદુજ છે. અમે સાયન્સવાળાથી પણ એટલે અંશે જુદા પડીશું કે તેઓ ‘ આટલુજ સત્ય ” ને “ બીજું હોઈજ ન શકે” એમ બોલે તે અમે સહન કરી શ કતા નથી. છતાં એટલું તો સર્વથા સ્વીકારવું જ જોઈએ કે જે લોકો પોતે માનેલા નિશ્રયને સત્ય ગણી અન્યને સમજાવે છે તેઓ લેશ૫ણ દોષને પાત્ર નથી, અર્થાત મનવાણી અને કમ ત્રણેની તેમનામાં એકતા છે. પણ જે આજકાલના લે ભાગુ ધાર્મિ કે, પેટને માટે અમુક વેશ, ઢાંગ, લઈ બેઠા છે, ને પોતેજ જે વાત નિશ્ચયપૂર્વક જાણતા નથી, તે બીજાને ગળે ઉતારવો મથે છે, તેમને આપણે શું કરવું ? તેવા પશુના શીગડાં જ્યારે જુઓ ત્યારે ઊંચા ને ઊંચા; એને ધકકે જે ચઢયું તેને પૉાજ નહિ !! અહા ! એ પશુઓનાં શીંગડાંને માર કોણે સહન નથી કર્યો ? પણ શું તેથી સત્યનું અવસાન આવ્યું છે ? કદાપિ આવનાર નથી. ખરા સત્યભક્તનું નિર્દોષ રૂધીર પાછું સજીવ થઈ એ પશુઓનેજ ખાય છે. e ત્યારે કોઈ એમ પૂછશે કે શું કોઈએ કાઈનું વચન માનવુંજ નહિ ? કોઈ ગુરુ કરજ નહિ ? ભાઈ, અમે કયાં ગુરુ કરવાની ના કહીએ છીએ. ગુરુ તો દત્તાત્રેયે વીશ કર્યા હતા, ને તમારે ફાવે તે વીશ સો કરે; પણ એવીશ અને ચોવીશ સ સર્વનું તાત્પર્ય સમજે. - શ્રીમદ્ભાગવતમાં ખાંડનારી સ્ત્રીને પણ એક બ્રાહ્મણે ચેતવીશ ગુમાંની એક ગુરુ કરી છે એ andhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 2/50