પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 બા બોલ્યા તે સત્ય, ૧૫૩ કંકણ ખખડતાં હતાં, માટે એક કાઢી મૂક્યું, તે ઉપરથી એકાન્તની મહત્તા શીખે છે...ને એવીજ રીતે બીજા ઘણ, વેશ્યા, અજગર આદિ ગુરુ કર્યો છે – પણ મતલબ એજ છે કે ખરે ગુરુ. એનું મન ને એની આંખ એજ છે. લાખ ગુરુ ઉપદેશ આપે પણ પિતાનામાં પોતાનું ગુરુપણું કરવાની શક્તિ ન હોય તે કશા અર્થની વાત નથી. સત્યને ગુરુ નથી, ને ચેલાએ નથી. ખરા ગુરુ તો તેજ કે જે સત્ય માટે પ્રાણ આપે, પણ સત્યને ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા તત્પર રહે. જે લોકોએ સત્યને સીમા બાંધી છે તે લોકો ગુરુ નથી, પ્રમાણુ નથી. જેણે એમજ ઠરાવ્યું છે કે સત્ય તે આટલું જ, ને બીજું બધું અસત્ય; જેના જ્ઞાનની તિજોરી ભરાઈ ચૂકી છે, તે કદાપિ પણ સપ્રમાણ થવા યોગ્ય નથી. તેવા પશુ તુલ્ય, અસત્યાધક, સંસારને દુ:ખમય કરનારા નીવડે છે. પોતાને જે નિશ્ચય થાય તે સર્વદા આરમણ સિદ્ધ કર તથા સમજાવવા એ પરમધર્મ અને પરોપકાર છે, પણ તેમ કરતાં એ નિશ્ચય ઉપર કાઈ પણ તરફથી વિશેષ અજવાળ પડે તેવા સંભવ અટકાવવા માટે તેને પેટીમાં પુરી તાળા કુંચીમાં ઘાલી રાખી તેજ બધાં પાસે કાન પકડી ખરે મનાવ એ તો પશબુદ્ધિજ છે. સત્યનેમાટે જે માણસ પોતાના પ્રાણુ આપવા પણ તૈયાર હોય, તેને ઘટે છે, કે તેણે એજ સત્ય સમજવામાં અન્ય બતાવેલી પોતાની ખામી પણ સહન કરવી, ને બતાવનારને પ્રેમપૂર્વક આદર આપવા, એજ ખરૂં પ્રાણાપણ છે, ખરી સત્યભક્તિ છે. જે સત્યશોધક છે. તેને કોઈ સાથે તકરાર થવાનો સંભવ જ નથી; તે તો જાણે જ છે કે માણસ સર્વદા ભુલને પાત્ર છે, સત્ય સર્વદા સંતાતું' ફરે છે, માટે ગમે તે સ્થલેથી ગમે તે દ્વારા પણ સત્ય શાધવામાં બાધ નથી–બબા વાક્ય પ્રમાણુ નથી. જેઓ પારકાના વિચારે દોરાઈ કામ કરે છે તે પૂછશે કે અમે એટલે વખત કયાંથી લાવીએ કે બધીવાત જાતે નક્કી કરીને જ માનીએ; પણ અમારું કહેવું એવું છેજ નહિ. એમ હોય તો તે ઇતિહાસનો ઉપગજ રહે નહિ. પણ એમ નથી. સપ્રમાણુ સત્યવાકયને ખુશીથી માનવું અને તેને સ્વીકારી તે પ્રમાણે ચાલવું, અમારે જે અનાદર છે તે આવી રીતે ચાલનારના ઉપર નથી; પણ બધા એવીજ રીતે ચાલે, બધા હું કહું તેનેજ હાજી હા કહા એમ મનાવવા તૈયાર થયેલા પંડિતો, સાયન્ટિસ્ટ તથા આચાર્યો ઉપર છે. અમે તે અજ્ઞાનમય છીએ. કેમકે જ્ઞાન કેવટું હશે તે અમે સમજવાનું ડાળ રાખતા નથી; પણ જેઓ જ્ઞાનને ગળે દોરો બાંધી બેઠા છે કે આટલું જ જ્ઞાન ને બીજું નહિ તેમના અમે લેશ પણ ભક્ત નથી, બલકે દુશ્મન છીએ. મનુષ્ય માત્રને પણ એજ નીતિ ગ્રહણ કરવાની ભલામણ કરીએ છીએ. મહાપંડિત સેક્રેટિસની પંડિતાઈ “ હું કાંઇ જાણતા નથી ” એટલામાંજ હતી; ઉપનિષદોનું બ્રહ્મ પણ વિજ્ઞતમવિજ્ઞાનતામ્ ન જાણનારે જાણેલું છે; સત્યને સીમા નથી; માટે સત્યભક્તિ રાખી સર્વ ઉપર સમાન દૃષ્ટિ રાખો, તથા સર્વ માંથી સત્ય ગ્રહણ કરે એજ તાત્પર્ય છે. મતાંધ ન થાઓ, વળી ફરી મળીશુ હાલ તો જય સત્ય. ( એપ્રીલ ૧૮૮૯ ), Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50