પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વણિવૃત્તિ. - ૧૫૭ આપ્યું છે. સત્યજ છે કે વેદથી, વેદના પાઠથી ને વેદની કર્મ ક્રિયાઓના વિસ્તારથી; સ્મૃ. તિઓથી ને સ્માર્ત ધર્મના આડંબરોથી; કે ન્યાય મીમાંસા સાંખ્ય વ્યાકરણ જ્યોતિષ આદિ મહા વિસ્તારવાળાં સાસ્ત્રાની પરિભાષાઓને જિન્હાત્ર રાખવાથી; કે સ્વર્ગની એક કોટડીમાં જેથી વાસ મળે એવી યતિ યાગાદિ અનન્ત શ્રેણીના ફ્લેષથી;-કશાથી શો અર્થ સરવાનો છે ! સંસારના બન્ધની જે મહાટી દુ:ખરચના છે તેને પ્રજાળી ભસ્મ કરી નાંખે તેવા કાલાનલ રૂપ જે આત્માનંદનો અનુભવ તે એમાંના કેઈથી પણ થતા નથી, ને જ્યારે તે થતા નથી ત્યારે તેના વિનાની જે જે પ્રવૃત્તિઓ છે, વેદીઆ, શાસ્ત્રી, પંડિત, પુરાણી, ગુરુ, આચાર્ય, યોગી યતિ, એનું નામધારી, વેષવિડંબના છે, તે બધી વણિગ્રુત્તિજ છે ! ! આર્ય ધર્મના પ્રાચીન અને મૂલ તથા મુખ્ય સિદ્ધાન્ત ઉપનિષદોમાં પ્રતિપાદન કરેલો પરમ અભેદમય અદ્વૈત સિદ્ધાન્ત છે તેજ છે; ઉપનિષદ્ વાક્યમાત્રથી જ તે સિદ્ધાન્તની સિદ્ધતા છે એમ પણ નથી, કેમ કે યુક્તિથકી, છેક યુરોપ જેવા વિદ્યાવૃદ્ધિમાં આજ મોખરે ગણાતા દેશના સ્પિનઝા, કેન્ટ, હેગલ, સ્કોપનહાર, આદિ અનેક તત્ત્વજ્ઞાના સ્વતંત્ર વિચારની યુતિ થકી, પણ એના એજ સિદ્ધાન્ત સ્વતઃ સિદ્ધ છે. અભેદ એટલે શું ? અમેદ એટલે પ્રત્યેક વ્યક્તિના મનમાંથી વ્યક્તિને ભાવ અસ્ત થઈ નિમૅલ થઈ જાય, અને એકાકાર પ્રેમ ઉદય * પામે, એજ. અમુક દેશ મારો છે, અમુક પ્રાન્ત મારે છે, અમુક ગામ મારૂં છે, અમુક નાત મારી છે, અમુક ઘર મારું છે, અમુક કુટુંબ મારૂં છે, એ જે મમત્વને સૂત્ર આખા વ્યવહારને ચલાવી રહ્યો છે તે કેવલ તૂટી જાય એ અભેદ. એમ નથી કે આ સૂત્ર તૂટવાથી વ્યવહારનાજ ઉચછેદ થશે. વ્યવહાર જે પ્રવર્તે છે તેમાં બે પ્રકાર છે; એક સ્વાભાવિક અને એક માનસિક. સ્વાભાવિક વ્યવહાર સ્વતંત્ર છે, મનુષ્યને આધીન નથી, અને તેની પ્રવૃત્તિને નિયામક, અનાદિસિદ્ધ નિયમાનુસાર તે પોતેજ છે. જે માનસિક વ્યવહાર છે તે મનુષ્યકૃત છે, અને મમત્વ જે છે તે તેનું બીજ છે. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના વ્યવહાર પિતાના મનને અનુસરી જુદે જુદે કહ્યું છે, અને યદ્યપિ સર્વસાધારણ એવા કેટલાક વ્યાવહારિક નિયમે કલ્પી શકાય છે ખરા, તથાપિ વાસ્તવિક રીતે જોઈએ તો વ્યક્તિ વ્યક્તિની વ્યવહારકલ્પના ભિન્ન ભિન્ન હોય છે. તુંડે મતિ મિન્ના-મતિ એટલે મનની વૃત્તિ તે કપાલે કપાલે ભિન્ન છે. સુખ, દુ:ખ, ધર્મ, મેક્ષ, પાપ, પુણ્ય, ઇત્યાદિ વિષયમાં માણસે માણસે ભિન્ન મત જોવામાં આવે છે. માણસ પોતાના મમત્વનું સ્વરૂપ જેવું બાંધી લે છે તે તે પોતાને વ્યવહાર કહ્યું છે. આવી રીતે માનસિક વ્યવહારની કલ્પના પ્રત્યેક વ્યક્તિને આધીન છે, એને ભેદમય કરવી કે અભેદમય કરવી એ તેના પિતાના હાથમાં છે. અમુક વસ્તુમાં સુખ માનવું કે દુ:ખ એ વાત કેવલ સ્વક૯૫ના ઉપરજ એકંદરે રહેલી છે. સ્વાભાવિક પુત્રનું મરણ થયું છતાં, માનસિક પુત્રનું મરણ ન થયું હોય તે ( મરણની જાણ ન થઈ હોય તે) દુ:ખ થતું નથી; અને સ્વાભાવિક પુત્રનું મરણ ન થયા છતાં માનસિક પુત્રનું મરણ થયું હોય ( મરી ગયા એવી ખેતી ખબર મળી હાય) તે દુઃખ થાય છે. ત્યારે એમજ સિદ્ધ થાય કે ભેદમયતાને વિસ્તારી ભવના બન્ધનરૂપ મહા દુ:ખજાલ ઉપજાવનાર મમત્વજ છે, ને તે રાખવું કે તજવું, વધારવું કે ધટાડવું, એ વાત માણસના પોતાના હાથમાં છે. એ વાત નિમેલ થઇ જાય તેથી વ્યવહારને ઉછેદ થતા નથી, વ્યવહાર ઉલટો વધારે સરલ, અંતર, અને સુખમય થાય એ સંભવ છે. જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિનાં કારણ જે દુ:ખ, ચોરી, sanaih Heritage ritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850