પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વણિતિ, ૧૫૯ વાત કરે છે, કોઈ સમાધિના ઢગ કરે છે, તો કોઈ મેમેરિઝમના ચમકારમાં પોતાની પ્રવીસુતા પ્રસિદ્ધ કરી રોટલાનો રસ્તો યોજે છે. જે અભેદ સાધવે છે, તે માટે પ્રાણને અમુક રીતે દમવાની વાત ફલરૂપે કેમ માની શકાય ? મમત્વ નિર્મુલ થયા વિના બીજી સમાધિ શા. ઉપગની છે ? મેમેરીઝમ જેવા તુચ્છ ખેલથી અભેદ નીતિને લક્ષ પણ શી રીતે થવાના છે ? આવા ઢોંગી પરમહંસે, આચાર્યો, યોગીઓ, સર્વ પ્રકારે પોતે વિસ્તારેલી ભેદજાલ ન સમજાય તેવાજ યોગ રચતા રહે છે. મેમેરીઝમનો તે લેક એ ઉપયોગ કરે છે કે સ્પર્શથી સંસર્ગથી પણ શરીરગત મેગ્નેરિક તત્ત્વ બગડી જાય, માટે સર્વદા સવ થી ખાધે પીધે મળવે હળવે વાતે વિચારે જુદાજ રહેવું, અને અમે જે વાત કહીયે છીએ તે ઉપરજ શ્રદ્ધા કર્યા જવી, અમારી કૃપા તમારા ઉપર થશે તો અવશ્ય મેમેરીઝમના નિયમ પ્રમાણે અમે તમને લઇને સાતમા સ્વર્ગ માં જરૂર જઈશું ! કિં બહુના પિતાનું મહત્વ ખ્યાપન કરવા, અમુક અમુક ને અમારી સાહાય, અમારી કૃપા નહિ, માટે યોગથી, પ્રાણવિનિમયથી, અમુક હાનિ થઇ, એવા નિર્મુલ અને અત્યંત મિથ્યાવાદ પણ ગંભીર વદને તે ઢગલોક પ્રવર્તાવે છે, અને તેને મૂર્ખ શિખ્યા વેદવચન માની લેઈ અંધ પરંપરામાં મચ્યા રહે છે ! વેદાન્તાદિ શાસ્ત્રાની પરિભાષાના અવરછેદ્યાવચ્છેદકના શબ્દચમત્કારથી સર્વને ભડકાવવા મથે છે !! આવી ક્ષુદ્ર વાર્તાઓને અનુસરનારા અંધ મળી આવે છે, એ ખરેખર એવી વાર્તાઓ રચનારા સ્વાર્થ વણિકાની બુદ્ધિ ને ધન્યવાદ અપાવે તેવું છે—માત્ર બુદ્ધિના અત્યંત દુરૂપયોગ કરી, પેતાનું ને પારકાનું તે લેક કેવલ અનિષ્ટ કરે છે એટલું જ સખેદ વચન ઉચ્ચારવું અમારે ભાગ આવે છે! મેમેરિઝમ-પ્રાણવિનિયમ–ખાટું નથી, અને સંસગોંદિથી અસર નથી થતી એમ પણ નથી, પરંતુ જે જે ઉદરનિમિત્તકૃતબહુવેશ લેક કેવલ મમત્વ અને ભેદની મહા જાલમાં સપડાઈને બંધાયેલા છે તેમના સંસર્ગથી, તેમની કૃપાથી, અરે તેમને આપણે હાથે પગે બંધાઈ આંખો મીંચીને સ્વાધીન થવાથી, શો લાભ થવાનો છે? એમ કરવા કરતાં તો તેમનાથી દૂર રહેવામાં, તેમને તજીને મનઃકલ્પિત કેવલં પરમ અભેદમય દેવાદિનું ધ્યાન રાખવામાં, અનંત ગુણ લાભ છે, તેમના સંસર્ગ માં વિવિધ હાનિ છે દ્રવ્યની, વ્યવહારની, તે બાજુપર રહી, પણ પોતાનું આત્મિક સ્વાતંત્ર્ય ખેડવાની, અને તેથી અધમ સંકેચ અને ભેદમાં બંધાઈ, માક્ષ પણ વણસાડવાની મહા દુસ્તર હાનિ છે. અખાભકતે કહ્યું છે તેજ સર્વેએ હૃદયમાં રાખવા જેવું છે “જો તુમડું માંહેથી મરે તો તારે ને પતે તરે.” મારે ધર્મ, મારો સંપ્રદાય, મારાં વચન તેજ સત્ય, એવા આગ્રહવાળા; અનેક યુક્તિ પ્રયુક્તિથી પોતાના ઉપયોગ માટે વિજ્ઞાદિ હરનારા; અને ડગલે ડગલે પેતાની કૃપાના વિસ્તારમાં ન્યુનાધિકતા તે તે શિષ્યોએ કરેલા ઉપહારની ન્યુનાધિકતાના પ્રમાણમાં દર્શાવનારા; પ્રાપંચિક લેક જે ભેદમય છે, શી રીતે કરેલા છે કે તાર વાના છે, અને તેમને અંધ થઈ અનુસરનારાંની શી ગતિ થવાની છે તે કોણ કલી શકે ? વણિગ્યત્તિજ સર્વત્ર વિજયી વર્તે છે ! પણ ધમમાં એ તેના પ્રવેશ થયો એ મહા ખેદની વાત છે. આ વાત અત્ર કહી તેવી સ્પષ્ટ છતાં, સર્વ બુદ્ધિમાનોને સુગમ છતાં, બુદ્ધિમાન પણ તેમાં કવચિત કવચિત ફસાય છે એ જોઈ જાણી અમને અતુલ ખેદ થાય છે. જે લેક કોઈ ભૂલમાં પડ્યા હોય છે તેમને તે ભૂલ બતાવવામાં આવે છે ત્યારે તે ક્રોધ કરે છે એટલું જ નહિ, પણ પિતાની ભુલને ઉલટા વધારે વળગતા જાય છે. ગુલા માને સ્વતંત્રતા અપાવવાના મહા યુદ્ધ સમયે ગુલામેના કેટલાક માલીકે ખુદ ગુલામ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750