પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આપણા પુજ્ય ગુરુઓ, ૧૬૫ ક્ષણ વાર પોત પોતાના કર્તવ્ય અનુસાર વષ ધારણ કરે છે, પણ તે વેષ એજ તેમનો ખરે વેષ નથી; તેમનું જે ઈષ્ટ છે તે તેમને વેષ ઉતારી લીધા પછીજ પ્રસિદ્ધ થાય છે. ન્યાયને આસને વિરાજનાર ન્યાય આપવામાં ન્યાયની હીમાયત કરવાથી પિતે ન્યાયમૂર્તિ જ છે એમ સિદ્ધ થતું નથી; આચાર્ય ગાદીએ બેશી મિથ્યાત્વને ઉપદેશ આપવા છતાં પોતે સર્વ મિથ્યાત્વ અનુભવી અભેદમાં પીગળેલો છે એમ નથી. તેમના તેમના વેષ તે તે લેક ભજવે છે. તે લોકો વસ્તુતઃ શાને શાને પરમપ્રિય અને ઇષ્ટ ગણે છે. તેતા તેમના નિત્ય ઉગારમાંથી, તેમની વૃત્તિના વલનમાંથી, તેમના આચાર વિચારના પ્રવાહમાંથી, અને તેમની રતુતિ નિંદાનાં પાત્ર થતાં જનો ઉપર તેમની બુદ્ધિના પ્રહારમાંથી જણાઈ શકે છે. ન્યાય, ધર્મ, સાવિતા ગમે તેની બહારથી પૂજા કરવા છતાં પણ મનુષ્યના અંતઃકરણમાં પૂજ્ય ગુરુદેવ બીજાજ હોય છે. ઈર્ષ્યા, અભિમાન, કુછંદ, કુટેવ, નિંદા, એજ તેમનાં પૂજ્ય હોય છે, જેને પૂજ્ય ગણવાનો તેવાં જન દાવો કરે છે, બહારના આચારથી દેખાવ કરે છે, તેતો એક ક્ષણવારના ઉપયોગ માટે ધારણ કરેલા વેષ છે. બાહ્ય વેષ અને અંતરવરૂપ એ વચ્ચેનો આ જે મહદંતર આર્ય સંસારના ખૂણે ખૂણામાં વ્યાપી ગયો છે તેથી અનેક પ્રકારના કલહ, પ, અને વિક્ષેપ ઉપજ્યા છે એટલું જ નહિ પણ આપણા ધર્મ અને શિક્ષણની પ્રવૃત્તિ પણ નિષ્ફલ થઈ ગઈ છે. નાટકમાં વેષ ભજવનારાને પણ પોતે જે ભૂમિકા ભજવતા હોય તેના કાંઈક પાશ લાગી જાય છે. તેવા ચાળા, તેવી વાણી ને તેવા વિચાર પણ આવી જાય છે, પરંતુ આ મહા સંસારના નાટકમાં વિવિધ વેષ ભજવનારને પોત પોતાના વેપના પણ રંગ લાગતા નથી એ આશ્ચર્ય છે. મનુષ્યના મને નમાંથી કતવ્યની ભાવના કેઇ એવી રીતે શિથિલ થઈ ગઈ છે કે શબ્દમાત્રથી અણધટતી ઈર્ષ્યા અને તુલનાનાં અગ્ય વિવેચનેથી, પોત પોતાના કર્તવ્યની એટલે કે પોતે જે વેપ લીધો છે તે પરિપૂર્ણ ભજવ્યાની, જે જે ખામીઓ છે તેનો પરિહાર કરી શકશે એમ માને છે. શબ્દથીજ જાણે વસ્તુની પણ ગરજ સરી જશે એવું માનવા અને મનાવવા પ્રયત્ન કરે છે, અને જે મિયા વેદાન્તની ઘણા જનાને મુખે આપણે નિંદા સાંભળીએ છીએ તેજ વેદાન્તનું અનુકરણ થતું જાય છે. આપણે જેને ચહાતા હોઈએ તેને બહુ સંભારીએ છીએ, જાણતા અજાણતા, પણ રસ્મરણમાં લાવીએ છીએ; સારે ઉદાર સ્વભાવ હોય તો સ્તુતિ અને ભક્તિથી તેને પૂજીએ છીએ, સાંકડો અને નીચ સ્વભાવે હોય તે ઈષ્યો અને નિંદાથી તેને નીચે લાવવા ઈચ્છીએ છીએ. પણ સ્તુતિ કે નિંદા એ બધાએ આપણને ઇષ્ટ એવી જે મૂર્તિ તેની પૂજાજ છે. અને જેની પૂજા વારંવાર કરીએ તેને પાશ આપણને બેસવા કરતાં જે રીતે તે પૂજા કરીએ તેને પાશ બહુ સતર બેસી જાય છે. આપણા વેષને અનુસાર સમતા અને ઉદારતા રાખીને તેવા થવાને યત્ન કરીએ કે તેથી અધિકની સ્તુતિ ભક્તિ રાખીએ તો આપણું હૃદયને વિસ્તાર અને શાન્તિનો માર્ગ જડતાં કર્તવ્યને માર્ગ પણ દેખાય છે. વેષ અનુસાર વિચાર આચાર ન રાખી તે વેષ અને તે કરતાં અધિક મનાતા વેષની તુછતા અને નિંદામાંજ આપણે તૃપ્તિ શોધીએ તે સ ચ અને નીચતાજ આપણા હૃદયમાં વાસ કરે છે અને અધમતાનો માર્ગ આપણી સમીપ આવે છે. માટેજ મહાતમાઓએ વારંવાર કહ્યું છે કે ગુણગ્રાહી થવું: anaihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.