પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાલિ. મધુમક્ષિકાને ગુણ રાખી સર્વ થી સાર લેતાં શીખવું, અને આપણા હદયની પૃન જ્યાં ઘટતી હાય ત્યાં ઉદારતાથી, અસંકાચથી, અને પ્રસિદ્ધ રીતે અપવી. ક્ષદ્ર મનુષ્ય જાણે છે કે એમાં આપણી મહત્તા ઓછી થાય છે, પણ તેમ નથી. નમનારજ ચઢે છે, નગ્ન કમાન હોય તેજ ધણામાં ઘણે આધાત કરી શકે છે. આપણા હૃદથની પૂજા આપણે જેને જેને અર્પશુ તેનાથીજ આપણું વાસ્તવિક સ્વરૂપ ધડાશે અને જણાશે, અને તે પૂજા જે પ્રકારે અપશુ તે પ્રકારથી જગત આપણી તુલના કરશે કારણુંકે જેનામાં જે કરો તેજ તે આપી શકો, તેમ લેઈ પણ શકશે, એવું સર્વત્ર સુપ્રસિદ્ધ છે. નવેમ્બર ૧૮૯૭ વેદાન્ત. પ્રાચીન અને અર્વાચીન, ( ૧૮ ) अनाश्रितः कर्मफलं कार्य कर्म करोति यः । स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ।। * We believe that the earth is a stepping-stone towards heaven; that it represents a line in the immense poem of the universe; a note in the ever-lasting harmony of the divine idea; and that on the accordance of our works with this harmony must depend the elevation of our actual being and our hope of progress in that transformation of life which wo eall death:--" Joseph Mazzini. વેદાન્ત એટલે ઉપનિષદ્ અને ઉપનિષ માં વેદ એટલે જ્ઞાનમાત્રના અંતરૂપે દર્શાવેલું નિરંકુશ તૃપ્તિનું અપરોક્ષજ્ઞાન એમ પંડિતા વદે છે; સામાન્ય બુદ્ધિમાં ન ઉતરી શકે એવી બુદ્ધિવિલાસની પરંપરાને આડંબર એમ પ્રાકૃત સમજે છે. અત્રે પણ એમ કહેવાના આશય નથી કે વેદાન્તને અપક્ષ અનુભવ સહજ કે સરલ છે; એ માટે સાધનસંપત્તિની અપેક્ષા અને આવશ્યકતા છે. પરંતુ બુદ્ધિમાત્રથી વેદાન્તની પરિભાષાઓનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેમાં કૃતાર્થતા સમજવી એ વેદાન્ત નથી; વેદાન્તનું ગ્રહણ કરવાનું સાધન બુદ્ધિ ભલે હોય, પણ વેદાન્તના સાક્ષાત્કારનું સાધન તે બુદ્ધિથી અન્ય છે, એ દર્શાવવાને અર્થે આ ઉપક્રમ છે. અને એ ઉપક્રમના સંબંધમાં ‘ પ્રાચીન ” અને “ અવૉચીન એવાં વિશેપણ વેદાન્તને લગાડવાથી, ઘણાક વાચકોને આશ્ચર્ય લાગવાનો સંભવ છે, તથાપિ કેવલ બુદ્ધિ થી વેદાન્તને ગ્રહણ કરવાના અને તેવા બુદ્ધિદ્વારા થયેલા ગ્રહણની તૃપ્તિમાં સાક્ષાત્કાર પર્વત પહાચવાના માર્ગ ને આપણે અવૉચીન વેદાન્ત એવી સંજ્ઞા આપીશું અને હૃદયના રસમય અભિદ્રવમાં અમેદસાક્ષાત્કાર ભરાઈ જતાં કોઈ અતુલ ભવ્યતાનો ઉદય થાય એને આપણે પ્રાચીન વેદાન્ત કહીશું. Gandhi Heritage Portal, 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50