પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ૧૬૮ સુદર્શન ગદ્યાવલિ, વું છે. તેમના મનમાં એમ છે કે વેદાન્તના અનેકાનેક ગ્રંથ જેવા, વિલેકવા, પરિભાષાઓનું જ્ઞાન પામવું, એ આનંદની સમાન અન્ય આનંદ નથી. જીવનને સાર, તે પક્ષવાળા, વિચાર ( contemplation )માંજ માને છે, અને પ્રવૃત્તિનો ત્યાગ કરી, શાન્ત રીતે પડી રહી, વેદાન્તવિચારમાં નિમગ્ન રહેવું એ જ્ઞાનને પરમાવધિ છે એમ તેમને ગ્રહ છે. ' અટુંબ્રહ્મારિમ’ એ ભાવના સિદ્ધ થવામાંજ અનુભવ અને નિધિ ક૯૫ને તેમણે અવધિ માન્ય છે. આ પક્ષને શા સાર છે તે વધારે સૂક્ષ્મતાથી જોઈએ તે તેમાં વેદાન્તના સિદ્ધાન્ત કરતાં કેવલ વિરુદ્ધ વાતનેજ આશ્રય થયેલે લાગશે. પોતાની બુદ્ધિ અને તે બુદ્ધિના વિષયો ઉપર સાભિમાન આ સક્તિ રાખી, તેમાં આનંદ માનો એ વેદાન્તને સિદ્ધાન્ત નથી; તેમ આ વિશ્વ અને જીવન કેવલ જેવાને અને વિચારવાનેજ ઉભું નથી; કર્તવ્ય અને વૃદ્ધિના શિક્ષણની શાલા છે. પરબુદ્ધિના ચમકાર વાચતાં, સમતાં, પણ વાચકને જે આનંદ થાય છે તે સ્વબુદ્ધિની અપેક્ષાનુસાર ન્યનાધિક રહે છે એટલે બુદ્ધિવિલાસને જે આનંદ, વિચાર (contemplation ) ને જે આનંદ, તે સ્વપરાયણ બુદ્ધિના અર્થાત અહંભાવ અને અભિમાનને જ આનંદ છે. “ હું બ્રહ્મ છું' એવી સમાધિ ભાવના પણ અભિમાન વિના અન્યવૃત્તિને પુષ્ટ કરતી નથી એવાત વિચારવાનને સુગમ છે. અને એ અહંતા અને અભિમાન તેવા માર્ગના ઉપાસકોને નિવૃત્તિ, ત્યાગ, શાન્તિ, આદિન આચાર સ્વીકારાવે છે. પ્રવૃત્તિ એવા એવા પ્રસંગ લાવે છે કે જ્યાં અભિમાન અને બુદ્ધિવભવનું અપમાન અને ખંડન થવાના બહુ બહુ ક્ષણ પ્રતિદિવસ આવ્યાં જાય છે. એમાં બુદ્ધિનાં ઉપાસકને વિચરવું બહુ વિકટ’ દુ:ખદાયક, અને શલ્યપ્રાય થઈ જાય એમ છે.' વેદાન્તના હૃદયદ્રારા જેને સાક્ષાત્કાર નથી, તેવાને તો પ્રપંચની જાલમાં પેસતાંજ મરણ અને દુ:ખપર પરાનેજ પ્રસંગ છે. અથૉત્ જનસંસર્ગને ત્યાગ, સંન્યાસ, વિરાગ, ઈત્યાદિ કષ્ટપરં પરામાંજ તેમના અભિમાનની તૃપ્તિનો અવકાશ છે. જે વ્યષ્ટિભાવનો વેદાન્ત નિષેધ કરે છે, તેનેજ બુદ્ધિદ્રારા અવલખી આ પક્ષના વેદાન્તીએ નિવૃત્તિમાર્ગના ભક્ત થયા છતાં મુક્તિથી અતિ વિદૂર છે એમ માન્યા વિના ચાલતું નથી. એ બધા અવૉચીન વેદાન્ત છે._ શ્રીકૃષ્ણભગવાનને ‘ ત્યાગ ,' ' સંન્યાસ , ગ’ આદિ શબ્દના પ્રચલિત અર્થે ભગવદ્ગીતાનો ઉદગાર કરવાને સમયે જાણવામાં ન હતા એમ નથી; તેમજ એ શબ્દોના અર્થ અર્જુનને તેમની જ પાસેથી શીખવાના હતા તેમ પણ નથી. છતાં ગીતામાં એજ શબ્દને વારંવાર અર્થ કરવામાં આવ્યા છે એટલું જ નહિ, પણ એ અર્થ ઉપરજ આખા ગીતાશાસ્ત્રનો સાર આણી મુક્યા છે તે પણ વિચારવા જેવું છે. શિખાસૂત્રાદિને ત્યાગ કરી ગૃહમાં રાખેલા અગ્નિહોત્રનો ત્યાગ કરવા તે સન્યાસ એમ અથે પ્રચલિત હતા; વર્ણ ધર્મ ને ત્યાગ કરવો તે ત્યાગ એમ સમજવામાં હતું; ક્રિયામાત્રને રાધ કરી અક્રિય થઈ જવું અને જ્ઞાનપક્ષવાળા જે નિવૃત્તિને વેદાન્તનું સાધ્ય ગણે છે તે પામવી એ યુગ એમ પણ પંડિતો અને જ્ઞાનીઓના વ્યવહારમાં જ ણાતું હતું. છતાં કલિકાલના આરંભને સમયે એ શબદના એવા અર્થે કામની રહ્યા ન હતા. વણું અને આશ્રમની વ્યવસ્થાના ભંગ થતાં બાઘના આચારમાત્રમાં જ તે તે ભાવનાને દશવવી, અંતરથી શઠતા અને દુષ્ટતામાં વિહરવું, એવા પ્રકાર ઉદ્ભવ્યા હતા. ક્રિયાનો ત્યાગ કરી મનમાં કાટિ કોટિ વિષયના વિલાસ લેનારા યેગી થયા હતા, કચન અને કામિનીના ભક્ત છતાં ભગવાં એઠી અગ્નિહોત્ર ત્યજી સન્યાસીમાં પૂજાનાર વિશ્વમાં વિચરતા હતા, અને ર્તવ્યને ત્યાગ કરવાથી, ત્યાગદ્વારા પરમલ સાધવાની લાલસામાં, મહાપાતકન અધિકારી age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50