પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૭૨ સુદર્શનગદ્યાવલિ. અશકયવેત છે. અને ભેદ હોય ત્યાં સુધી સંવૃદ્ધિ ( progress ) થઈ શકતી નથી એ સુવિજ્ઞાત છે. ભેદવાળી પ્રવૃત્તિ કદાપિ અમુક એક સાધ્ય ભણી વળતી નથી, અનંત વ્યષ્ટિની અનંત પ્રવૃત્તિઓ અનંતસાધ્યને ઉદ્દેશીને થવાથી, પ્રત્યેક પ્રવૃત્તિ અતિ દુર્બલ રહે છે, અને એક સાધ્યને સાધી શકતી નથી. સધાત અને સમૂહનું જે બલ ધૂલ વ્યવહારમાં આપણે અનુભવીએ છીએ તે સૂમ અને માનસિક વિશ્વમાં એછું પ્રબલ નથી. વ્યષ્ટિમાત્રનાં હૃદય એક અમુક ભાવના ઉપરનાજ ભાવથી પૂર્ણ રહે અને તે ભાવનાને પ્રત્યેક વ્યષ્ટિ પોત પોતાના આચાર વિચારમાં પ્રત્યક્ષ અનુભવવા યત્નવાન થાય એ કરતાં સંસ્કૃદ્ધિ, ઉન્નતિ, શાન્તિ, અને સુખના અન્ય માર્ગ છે નહિ. એક સ્થિતિથી તે કરતાં ઉન્નત સ્થિતિમાં જવાને અર્થે આવું ઍકય અતિ આવશ્યક અને પ્રથમથીજ લક્ષમાં રાખવા જેવું છે. ભેદવાદનો અનાદર કરવામાં જનસમાજની વ્યાવહારિક તેમ પારમાર્થિક સંવૃદ્ધિ સિદ્ધ કરી આપવાનો હેતુ છે; અભેદભાવનાથી ભરેલાં હૃદય જે સ્વાર્પણ અને પરાક્રમ કરી વિશ્વને પ્રકાશમય કરી ગયાં છે તે સ્વાપણુ અને પરાક્રમને અંકુર સર્વ કાલને માટે તાજે ને તાજો રાખવાનો તેમાં અતિ નિગૂઢ આશય છે. બુદ્ધિવિલાસમાં નિમગ્ન જ્ઞાનપક્ષ તો એક વર્તુલમાંજ ગતિ કરે છે; ગતિ કરતા જણાય છે, પણ હાય ત્યાંને ત્યાંજ આવે છે; કારણ કે એમાં અભિમાન અને બુદ્ધિની જે પૂજા થાય છે તે ભેદને પુષ્ટ કરવા કરતાં અન્ય કાંઈક સાધી શકતી નથી.' વ્યષ્ટિ અને સમણિની ભાવના સમજાવી એકાકાર એકરસ સમષ્ટિના એક એક અંકડા રૂપે વ્યષ્ટિમાત્રને પતતાનું સ્થાન અર્પનાર વેદાન્ત જે બલ, પરાક્રમ, સાહસ, સ્વાર્પણ, એકતા, અને પ્રેમના વિસ્તાર કરી ન શકે તે વ્યવહારની પાર રહી બુદ્ધિવિલામાં વેદાન્તજ્ઞાનની અને તત્ત્વજ્ઞાનમાત્રની કૃતાર્થતા શોધનાર જ્ઞાનપક્ષ નિવૃત્તિ, ત્યાગ, સન્યાસ, વિરાગ એવા આડંબરનો આશ્રય કર્યા છતાં પણ વ્યર્થ, નિરુપયેગી, અને નિઃસાર છે એવું" સહજ રીતે સ્વીકાર્યા વિના ચાલતું નથી. જ્ઞાન પક્ષે નિવૃત્તિ અને ત્યાગની પોતાની અભિસચિને એટલે સુધી લંબાવી દીધી છે કે તેણે મેક્ષ પણ અપુનરાવૃત્તિ –, અથૉત જન્મમરણના ફેરામાંથી સર્વ કાલને માટે છૂટી જવા રૂપ સ્વીકાર્યો છે ! અભેદભાવનાથી જે સ્વાર્પણ અને સાહસની દૃઢ નીતિ હાથ થવી જોઇએ તેને સ્થાને સ્વાર્થ અને કૃપણુતાની સંકુચિત વૃત્તિથી અત્યંત નિવૃત્તિરૂપ ઉછેદનેજ જ્ઞાનપક્ષે મોક્ષ માની લીધા છે ! વિશ્વમાં ઉચ્છેદ અને વિનાશ એવું કાંઈજ નથી, માત્ર રૂપાંતર અને વિનિમય છે એ વાત આ પક્ષના ધ્યાનમાં રહેલી જણાતી Wી. જ્ઞાન–અહં બ્રહ્મામિ એવું મહાવાયજન્ય અપરાક્ષ જ્ઞાન–થવાથી, જાણે અત્યંત વિનાશ-અચંતાભાવજ-થઈ જતા હોય એવું જ્ઞાનપક્ષના વિલાસીઓએ પોતાની નિવૃત્તિની નીતિને અંગે, મેહ્મસ્વરૂપ સ્વીકાર્યું છે. અભેદભાવનાના વેગ લાગતાં ફલાભિસિંધિને નાશ થઈ રાગદ્વેષનો અભાવ સિદ્ધ થાય એટલે મનુષ્યનું અંતઃસ્થ એજ અથવા બલ બદ્ધ દશામાં જે ક્ષુદ્રતા, કૃપણુતા, સ્વાર્થ, અને સં કેચ, ભય, શંકા આદિમાં ક્ષીણ થાય છે, તેમાંથી રક્ષિત અને સંચિત થઈ કર્તવ્યની ભવ્યતામાં વૃદ્ધિ કરે, સ્વાર્પણ અને પ્રેમની સમષ્ટિબુદ્ધિને સતેજ કરી પરાક્રમમાં ચમત્કાર અપે, એ વાત જ્ઞાનપક્ષના વિનાશરૂપ મેક્ષને વળગી પડેલા જના સમજતા પણ નથી ! સ્વાર્થ, પ્રમાદ, અહંકાર, એ આદિ જે ભેદભાવનાનાં ફેલ છે તેમાં કૃતાર્થતા માનવાથી આવો અમેદવાર વિરુદ્ધ નિષ્કર્ષ ફલિત થાય છે. નીતિ અને કર્તવ્યની ભૂમિકા ઉપર ઉતરીને વેદાન્તસિદ્ધાન્તની કસોટી કરવા જતાંજ આપણને anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850