પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 e વેદાન્ત, ૧૭૩ જ્ઞાનપક્ષની અત્યંત દુર્બલતા અને નિઃસારતા સ્પષ્ટ થઈ આવે છે. વૃદ્ધિ, ઉન્નતિ, સમૃદ્ધિકોઈ પણ પ્રકારના વિધિને તેમાં અવકાશજ લાગતું નથી, કેવલ શાન્તિ, વિનાશ, મન, આલસ્ય, અને નિરર્થક નિઃસાર ભ્રમણ વિના બીજું" સિદ્ધ થતું નથી; સ્વચ્છેદાચાર અને અહંકાર વિના અન્ય નીતિ નીકળતી નથી; સમષ્ટિભાવનાને તેમાં ગંધ પણ જણાતા નથી, ત્યારે તત્ત્વજ્ઞાન અને અભેદવાદી અદ્વૈતવેદાન્તના ઉપયોગ અને ઉદ્દેશ આવા અસાર બોધને અર્થ નજ હોવું જોઈએ. જીવનના હેતુ અને સ્વરૂપને સમજાવી, સમણિભાવનામાં વ્યષ્ટિમાત્રને પેત પોતાનું સ્થાન સમજાવી, અસીમ નિરંકુશ તૃપ્તિનો અખંડ અનુભવ કરાવે એજ વેદાન્તને ઉદ્દેશ અને હેતુ હોવા જોઇએ. એ ઉદ્દેશ અને હેતુનું કેન્દ્ર આનંદ નથી એમ એક વાર આગળ કહેવાઈ ગયું છે. સમષ્ટિ અને વ્યષ્ટિની ભાવના યથાર્થ રીતે લક્ષમાં ઉદય પામી હોય તો વ્યષ્ટિનું એક પણ કાય એવું ન હોઈ શકે કે જે સમષ્ટિની ભાવનાને વિરોધી હોય. આવી નીતિ સમજાવવાનેજ વેદાન્તના સાધ્યને અભેદ, પ્રેમ, ઈત્યાદિ નામાંતરથી સ્પષ્ટ કરવાને વારંવાર યત્ન થાય છે. વ્યટિ સમષ્ટિની આ ભાવના જનસમાજના ઐહિક તેમ પારત્રિક હિતને અર્થે એટલી બધી ઉપયોગી અને આવશ્યક છે કે એ વિના કોઈ પણ કાલે કશી પણ અભિવૃદ્ધિ થઈ નથી કે થવાની નથી એવી ઈતિહાસની પરિપૂર્ણ સાક્ષી તે વિષે મળી શકે એમ છે. આવી જે અભેદભાવના તે જ્ઞાનના અંતરૂપ બુદ્ધિના વિલામાં નહિ પણ હૃદયના અપક્ષ ભાવમાં રહે છે. નિશ્ચય છતાં પણ શ્રદ્ધા અને પ્રેમ વિના નિશ્ચય આચારકોટિમાં ઉતરી શકતો નથી; સત્યનો નિશ્ચય પણ શ્રદ્ધા વિના બલાત્કારે કરાવી શકાતો નથી; અભેદભાવનાને અપરાક્ષ અનુભવ પણ શ્રદ્ધાના જેવા છે, બુદ્ધિ તેના વિષે અનંત વિવાદ કરી નિર્ણય કરે તથાપિ હૃદય તેને સહજ રીતેજ અનુભવી ન લે અને શ્રદ્ધાવાન ન થાય તો તે સાક્ષાત્કાર કશા કામને નથી. રાગ, દ્વેષ આદિ ઉમિઓને અનુભવ થવામાં જેમ બુદ્ધિવિલાસેની અપેક્ષા નથી, બુદ્ધિને તેમનો અનુભવ થતો નથી, હદયને તેમને અનુભવ બુદ્ધિની સાહાય વિનાજ સ્વતઃ થઈ જાય છે, તેમ અભેદને સાક્ષાત્કાર સહજ અને સ્વતઃ સિદ્ધ થયાંજ કરે છે. એમ હોવાથી એને સ્વસવેદ્ય કહેવાય છે. અભેદસાક્ષાત્કાર તે જ્ઞાન નથી પણ લાગણી છે એમ ટંકામાં કહીએ તો પણ ખોટું નથી. એ સાક્ષાત્કારથી શું પ્રાપ્ત થવાનું છે, એ સાક્ષાત્કારના આચાર કે થશે એવા પ્રશ્ન અત્રે ઉપસ્થિત થાય છે, ને તેમનું ઉત્તર આપવામાંજ અર્વાચીન અને પ્રાચીન વેદાન્તને ભેદ વધારે સ્પષ્ટ થવાનો સંભવ જાણી આટલું વિવેચન કરવું આવશ્યક થયું છે. સમષ્ટિભાવના ઉપર લક્ષ બાંધી વ્યષ્ટિએ જે નીતિ અને આચારનું ગ્રહણ કરવાનું છે તે એટલામાં જ સમાપ્ત થાય છે કે સર્વે એ પત પિતાનું કર્તવ્ય કરવું; કર્તવ્યની ભાવનાને, સર્વદા સમષ્ટિની દૃષ્ટિથી, વ્યષ્ટિમાત્ર પોતાના સાથમાં રાખવી. સમષ્ટિની દૃષ્ટિથી કર્તવ્યભાવનાને પોતાના સાથમાં રાખવાના માર્ગ શ્રીકૃષ્ણ ગીતામાં અતિ સ્પષ્ટ રીતે દર્શાવેલે છે. પોતે જે સ્થાનમાં, જે સ્થિ| તિમાં, જે સામર્થ્ય સહિત, જે પ્રકારે હાઈએ તે સ્થાન સ્થિતિ સામર્થ્ય અને પ્રકારને અનુલ જે કર્તવ્ય હોય તે કરવામાંજ વ્યષ્ટિમાત્ર પોતપોતાનું સમષ્ટિની દૃષ્ટિએ જે કર્તવ્ય છે તે કરે છે એમ ભગવાને વારંવાર પ્રતિપાદન કર્યું છે; એટલાજ માટે, અર્જુનને પ્રાપ્ત થયેલા યુદ્ધમાંથી નાશીને ત્યાગમાં મેક્ષ માનવાની બુદ્ધિ થઈ હતી તેને નિષેધ કરી તે પ્રસંગે યુદ્ધમાંજ શ્રેય સમજાવ્યું છે. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ધાવલી 23/50