પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્રીમદભગવદ્ગીતાને વેદાન્ત, ૧૭૭ તિને માગે તે તે વ્યષ્ટિ તેમ સમષ્ટિને ચઢાવવાં એટલોજ છે. સમગ્ર વિશ્વની વ્યવસ્થા વૃદ્ધિ, ઉન્નતિ, ઉચ્ચતા એને જ બોધ આપે છે, કલ્પાંત થઈ નૂતન સૃષ્ટિ વિસ્તરે ત્યાં પણ પૂર્વ કલ્પના સંસ્કારોમાંથી અધિક ઉન્નતિ સિદ્ધ કરી શકે તેવી સાધનસંપત્તિવાળા નૂતન કલ્પ વિસ્તરે છે, એમ પુરાણાની આખ્યાયિકા પણ વિશ્વક્રમમાં વૃદ્ધિ અને ઉન્નતિની ભવ્યતાની સાખ પૂરે છે. આ ઉન્નતિ, વૃદ્ધિ, ઉરચતાના સૂત્રનેજ ગીતામાં સમત્વ એ નામથી ઓળખાવ્યું છે, અને એ સૂત્રને અવલંબી કર્તવ્યને માર્ગે જવાનો ઉપદેશ કર્યો છે. કર્તવ્યને ન સમજવા દેનાર, તેમાં સારા અને ખેટાને ભેદ ઉપજાવી વિધિનિષેધની કે પાપ પુણ્યની શંકાઓ ઉપજાવનાર, જે જે કારણો છે તેનું સ્પષ્ટીકરણ કરી, કર્તવ્યમાંજ સવું પરમાર્થને સાર આણી મૂકવાના પ્રયત્ન ગીતામાં થયેલ છે તે કોઈ પણ કાલે કોઈ પણ લેખમાં થયા નથી. કર્તવ્ય એજ વૃદ્ધિ અને ઉન્નતિના માગે છે, અમુક કર્તવ્ય સારુ, અમુક ખાટું, એવી શંકાઓથી કર્તવ્યભ્રષ્ટ રહેવું, પિતાના અધિકારમાં ન હોય તેની વાંછના કરી પોતાને પ્રાપ્ત એવા કર્તવ્યને ચૂકવું, એજ અધઃપાત અને નીચતાનો માર્ગ છે. સાધારણ વ્યાવહારિક સિદ્ધિને સંબંધે એને એજ નિયમ સત્ય છે ત્યાં પારમાર્થિક ઉન્નતિને ઈચ્છનારને એ નિયમના દુર્લક્ષથી પરાજય અને અધમતા પ્રાપ્ત થાય એ સહજ સમજાય તેવું છે. પ્રત્યેક વ્યક્તિ, પેત પિતાને તે તે ક્ષણે, પ્રાપ્ત થતા કર્તવ્યને કરી લે, એમાંજ તે પિતાની ઉન્નતિના માર્ગ સાધે છે. કર્તવ્ય કર્યો વિના કોઈ પણ વ્યક્તિ, સમગ્ર વિશ્વને એક અણુ પણ, ઉન્નતિ કે વૃદ્ધિ સાધી શકે એમ છેજ નહિ. કર્તવ્ય કરતે કરતેજ એક એક વાસના છટે છે, વાસના છુટતે છૂટતેજ અધિકાર વિસ્તાર પામે છે, અને સંકોચ તથા ભયને સ્થાને વિસ્તાર અને નિર્ભયતાનો રસ હદયમાં ભરાતાં, જીવિત પરમાપગી, સર્વમય, રસમય, અને આત્મમય થઈ રહે છે. કર્તવ્ય કરવાથી આમ ઉત્તરોત્તર, વ્યષ્ટિમાત્ર, સમષ્ટિભાવનાની સમીપ જાય છે, એમજ આત્મસાક્ષાત્કારનું અપક્ષ ઉપજે છે, સમતાને વેગ સિદ્ધ થાય છે. આ પ્રકારે કર્તવ્યને સમજતાં અધિકારદ્ધિનો સંભવ સ્પષ્ટજ છે, ઉન્નતિનો માર્ગ પ્રકટ છે; પરંતુ અધિકારદ્ધિ ન થાય, કર્તવ્યમાં એવી ન્યૂનતા રહી જાય, તે પણ પોતાના યથાયોગ્ય આવેલા કર્તવ્યને ચૂકાવે તેવાં શંકા અને ભયમાં કાલક્ષેપ કરવા કરતાં કર્તવ્યને જેવું સમજાય તેવું પણ કરવું એમાંજ શ્રેય છે. એટલાજ માટે સ્થમૈં નિધન શ્રેયઃ gશ્વમ માવદ : એમ એક કરતાં વધારે વાર, આરંભના અધ્યાયામાં ઉપક્રમમાં, તેમ અંતના અધ્યાયમાં ઉપસંહારમાં પણ શ્રી ભગવાને કહેલું છે. કર્તવ્યથી માણસને ભ્રષ્ટ કરનાર તેના હૃદયની સં કચત્તિ છે તે છે. એમાંથીજ અનેક લાજ, મરજાદ, ભય, શંકા, આડંબર, આદિ પ્રકારો ઉદ્દભવે છે, જેનાં હૃદય અસંકુચિત, સ્પષ્ટ અને વિશાલ છે તેમને કાઈ કર્તવ્ય નાનું લાગતું નથી, કોઈ કાલે કર્તવ્યથી વિમુખ રહેવામાં ધર્મ સમજાતું નથી. અજુ નનું પ્રશ્ન એવાજ આશયનું છેઃ कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसंमूढचेताः । यच्छ्रेयः स्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ।। Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27/50