પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 શ્રીમદભગવદ્ગીતાને વેદાન્ત, ૧૭ પ્રવૃત્તિ નિવૃત્તિ આદિ જે જે કુપનાઓ જનસમાજનાં હૃદયને અધર્મ કે ધર્મરૂપે લાગી હય કે ઉપાદેય સમજાય છે તેને પણ વિચાર નથી. 7 શ્રેષ્ટિ સંપ્રવૃત્તાન = નિવૃત્તાનિ ક્ષતિ પ્રવૃત્તિના ઉપાસકના દેપ કરતો નથી, નિવૃત્તિના ઉપાસકની ઈચછા કરતો નથી; લાભ, હાનિ, યશ, અપયશ, જય, પરાજય, વિચાર્યા વિના સ્વકર્તવ્યને કરે છે; કરવા છતાં, ‘ કરવામાં’ ‘ન કરવું, ' ને ‘ન કરવામાં’ કરવું અનુભવે એવી સમતા, તે તે કર્તવ્યવ્યાપારના ફલ ઉપરથી દૃષ્ટિ ઉઠાવી લેઇને, સાચવી શકે છે. વ્યષ્ટિમાત્ર પોત પોતાનું કર્તવ્ય સમજે અને આચારમાં તેનો અનુભવ લે, કર્તવ્યના ફલન સંબંધ ત્યજીને સમતામાં વિચરતાં સમષ્ટિના એકસૂત્રે પરેવાયેલા મણિગણમાં પોતાનું સ્થાન સમજી રાખે, તે સંસારની સમગ્ર રચનાજ નવા પ્રકારની અને નવા વૈભવવાળી થાય. પ્રતારણા, કલેશ, વિગ્રહ, એ આદિ જે રાગદ્વેષજન્ય સ્વાર્થ પરાયણ પ્રકૃતિના વ્યાપાર છે તેને અત્યંત અસ્ત થઇ, સ્પષ્ટતા, શાન્તિ, એકતા, એ આદિ કર્તવ્યના ભવ્ય ગુણ સમષ્ટિભાવનામાં એવું બલ અને સમર્થ અર્પે કે વૃદ્ધિ અને ઉન્નતિના કેટલો સંચય એક એક દેશ અને સ્થાનમાં થઈ શકે તેની ગગુના કરવી પણ દુર્ધટે છે. કર્તવ્યની આવી ભાવનાને સમગ્ર વિશ્વમાં દર્શાવી છે; સર્વત્ર ભગવાને પોતાના અંશે દર્શાવ્યા છે; દેવતામાત્રે પણ એ કર્તવ્યના દાસ છે એમ બતાવ્યું છે; અને એ પ્રકારે પ્રવર્તતા ચક્રને જે અનુસરતા નથી તેજ પાપી છે એમ ઉચ્ચાર કર્યો છે ! e કર્તવ્ય કરતાં ફલન અભિસંધિ ન રાખવાનો માર્ગ ત્યારેજ સિદ્ધ થાય છે કે જ્યારે વ્યષ્ટિ માત્ર પોતાના કર્તવ્યને એક યજ્ઞરૂપ માને. પિતાનું જે કાંઈ છે તેમાંથી સમષ્ટિને અથવા ઈશ્વરને અર્પણુ કરવારૂપે પિતાના ચલન વલનાદિથી તે દ્રવ્યાદિવ્યય પય'ત કે દેહપાત પર્યત કર્તવ્યને સમજે, ત્યારેજ લને અભિસંધિ છુટી શકે. અર્પણ થઈ ગયું તેમાંથી કોઈ કાલે કશી પણ આશા રખાતી જ નથી, પરમપ્રેમને અવધિ સ્વાર્પણમાંજ આવી રહે છે, પોતાનું એવું કશું ન જાણવું, પરાર્થે જ અર્પવું એ સામાન્ય પ્રેમનું સ્વરૂપ છે; આત્મભાવ સમજી સમષ્ટિભાવના અનુભવનારના કર્તવ્યમાં એ પ્રેમના સ્વાર્પણને પૂર્ણ પ્રકાશ દેખાય છે. એનાં કર્તવ્યમાત્ર અર્પણરૂપ છે; વન જેમ કતવ્યમય છે તેમ કર્તવ્યમાત્ર અર્પણરૂપ છે; કલાભિસંધિના વિચાર કે અવકાશજ નથી. યજ્ઞથી ધૂમ, ધૂમથી મેધ, મેધથી અન્ન, અન્નથી ઉ૫ત્તિ એમ સમગ્ર વિશ્વ, કાંઈ પણ આશા વિના, પોત પોતાનું કર્તવ્ય કરવા રૂપ પરમાર્પણ કયાં જાય છે; એ ચક્રને જે અનુસરતા નથી, કેવલ પોતાને માટેજ પાક કરે છે, પોતાનાં સાધન, સંપત્તિ, બલ, પરાક્રમ, સમણિભાવનારૂપ પરબ્રહ્મને અર્પતા નથી ને કર્તવ્યપરાયણ થતા નથી, તેજ પાપી છે. આવા બ્રહ્માર્પણમાં જ પરમાત્માએ કર્તવ્યની સિદ્ધિને મેક્ષમાર્ગ વારંવાર સમજાવે છે. પ્રેમ એજ ઈશ્વર છે, બ્રહ્મ છે એમ કહેવામાં સ્વ' એવું જે કાંઈ હોય તેનું અર્પણ થઈ જાય, સ્વત્વજ રહે નહિ, અને સ્વત્વને અંગે સકાચ, ભય, શંકા, આદિ કર્તવ્યભ્રષ્ટતાનાં જે બીજ રહે છે તે નિર્મલ થઈ જાય, એટલું જ તાત્પર્ય છે. કર્તવ્ય પોતેજ અર્પણુરૂપ છે; એ અર્થે જ ભક્તિપ્રધાન સંપ્રદાય આમનિવેદનને પરાભક્તિરૂપે સ્વીકારે છે. પણ તે આત્મનિવેદન, તે, સ્ત્રી પુત્ર ધનસંપત્તિ આદિના પરપિંડેપઆવી આચાર્યને ઉપહાર કરવામાં સમાપ્ત થતું નથી; પોતાના આત્મામાં જે બલ વીર્ય સાધન ન સમૃદ્ધિ આદિ હોય તેના કર્તવ્યદ્વારા સમણિમય પરમાત્માને ઉપહાર કરવામાં સિદ્ધ થાય છે. એકજ પદાર્થ ના ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ અંત જે આત્મનિવેદનને આ બે પ્રકારના અર્થ an dihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50