પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શંકરાચાર્ય, ૧૮૧ વિગ્રહના કલેશમાં ઉતારનાર કલિકાલને આરંભે આર્ય પ્રજાની સન્મુખ ધરવામાં આવેલી આ કર્તવ્યભાવનાજ સર્વ પ્રકારે સવનો ઉદ્ધાર કરવાને સમર્થ છે. જ્યાં શો પણ બ્રહ્મભાવી ” થઈ કર્તવ્યભ્રષ્ટ થશે અને કરશે એવા સમયમાં કર્તવ્યભાવના વિના શુદ્ધ અદ્વૈત વેદાન્તની બીજી કોટી જડવી કઠિન છે, અને એજ અર્થે ગીતા આપણને પરમપયોગી પરમેપકારક મહામંત્ર છે. ( જાન્યુઆરી ૧૮૯૮ ) શંકરાચાર્ય. (૨૦): શંકરાચાર્યના સમયના નિર્ણય કરવાને ઘણી પાસાથા લેખે પ્રવર્તે છે; તેમણે આવતેની ચાર સીમાએ સ્થાપેલા શારદા, જ્યોતિષ, ગોવર્ધન અને શૃંગેરી મઠમાંની આચાર્ય પરંપરાઓને આધારે, તેમ બહારનાં બીજાં પ્રમાણાથી એ સંબંધે વિવિધ પ્રકારના નિર્ણય કરવામાં આવે છે. આટલું જ નથી, પણ શંકરાચાર્યના પોતાના અંત વન વિષે પણ આપણને ઝાઝું જાણવામાં નથી. આનંદગિરિ અને માધવાચાર્યના શંકરદિગ્વિજમાં પણ તેમના આચાર્યવને અનુલ વાદવિવાદ અને જયપરાજયની કથા કરતાં અધિક આપેલું નથી. મલબાર કીનારા ઉપર કોઇ અપ્રસિદ્ધ ગામડામાં જન્મ પામેલું આ બાલક આચાર્યવને કેવા અંતવિકાસના ક્રમથી પ્રાપ્ત થયું તેને ઈતિહાસ આપણી પાસે નથી, તે આપવાનાં સાધન પણ દુર્લભ છે, માત્ર તેમના અનેકાનેક ઉદ્ગારમાંથી આપણને તેમના પરમાાદન સ્પષ્ટ અનુભવ થઈ શકે છે. એ બધી વાત અતિ ઉપયોગી છતાં આ પ્રસંગે તેમના જીવનની કે તેમના દિગ્વિજયની કે તેમના સમયની એકે ચર્ચા કરવાનો આપણો ઉદ્દેશ ન્યી. શંકરાચાર્યે એવું શું કર્યું” કે જેથી તેમનું જગત્વ સિદ્ધ થઈ આવ્યું એટલા એક પ્રશ્ન ઉપરજ આપણે વિચાર કરીશું તો એ વ્યક્તિના અગાધ માહાભ્યનું આપણને કાંઈક ભાન થઈ શકશે; અને એવા ઈશ્વરાવતાર મહાત્માના ગુણાનુકીર્તનમાં આપણને આનંદ આવશે. શંકરાચાર્યનું નામ અદૈતવેદાન્ત-કેવલાદૈત—સાથે જોડાયેલું છે; પણ વેદ અને ઉપનિષદ શંકરાચાર્યના પૂર્વના સમયમાં વિદ્યમાન હતાં, વ્યાસનાં વેદાન્તસૂત્ર, શ્રીકૃષ્ણોક્ત ભગવદ્ગીતા, અને ગાડપાદ આદિ મહાત્માઓના વેદાન્તની રહસ્યપરિપાટી પ્રસિદ્ધ કરતા મધુર લેખ પણ સર્વ સાથે વિદ્યમાન હતા. ત્યારે શંકરાચાર્યે અદ્વૈતના કેઈ. નવા શોધ કર્યો કે તે વિચારની નવી પ્રસિદ્ધિ કરી એવું કહેવાને આપણી પાસે વિશેષ કારણ જણાતું નથી. છતાં શંકર અને કેવલાદૈત એ શબ્દો એક એકના પર્યાય જેવા થઈ રહ્યા છે, અદ્વૈતના ઉદ્ધારક, સ્થાપક, અને પ્રસિદ્ધિક્તજ આચાર્ય ભગવાન હોય એમ મનાયું છે. એ માનવામાં બહુ સાર્થકતા છે, ને તે સાર્થક્તા શાથી છે એ જોવાનું જ આપણું કામ છે. એ જેવા જાણવાથી કેવલ ઐતિહાસિક મહાપુરુષના કર્તવ્યની મહત્તા સમજવી એટલેજ લાભ anahi Feritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50