પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૮૨ સુદર્શન ગઘાવલિ, નથી; વેદાન્ત ઉપર શ્રદ્ધા કરતા સુજનોએ કેવા માર્ગથી તે પરમાનુભવને સાક્ષાત્કાર પામો એ સમજવાના ક્રમમાં પણ આ સમજણથી ઘણો લાભ થવાનો સંભવ છે. આર્યાવર્તમાં વેદમાર્ગની પ્રવૃત્તિ થઈ રહી હતી, સર્વત્ર કર્મમાર્ગનું અતિશય પ્રબલ પ્રવર્તતું હતું. કાલક્રમે કરી આર્યજનો જેમ જેમ અધિકાધિક દેશ પ્રાપ્ત કરતા ગયા, દેશપ્રાપ્તિને અંગે અનેક પ્રકારની રાજ્યાદિવ્યવસ્થા તેમને માથે આવતી ગઈ, અને વિવિધ વર્ણ અને જાતિ આદિનો તેમને સંસર્ગ થતો ગયો, તેમ તેમ તેમના મૂલના આચાર વિચારમાં કાંઈક શિથિલતા આવતી ગઈ. એ વાત તે નિર્વિવાદ હતી કે અદૈતભાવનાજ વેદ એટલે જ્ઞાનમાત્રના રાશિરૂપ જે સંગ્રહ તેના અંતના ફલરૂપ વેદાંત એ નામને યથાર્થ રીતે પાત્ર હતી. પરંતુ એ વેદાન્તની ભાવના અપરિપકવ હૃદયમાં કરી શકે એવી નથી, હરી શકે એવી નથી એટલું જ નહિ પણ યથાર્થ રીતે હરે નહિ તે હાનિ ઉપજાવે એવી છે. આપણા પ્રાકૃત કવિ દયારામભાઈએ કહ્યું છે તેમ, સિંહણ કેરૂં દૂધ હોય તે સિંહણ સુતને જરે, કનકપાત્ર પાખે સહુ ધાતુ ફાડીને નીસરે—પ્રેમરસ વેદાન્તભાવના પણ એવા જ પ્રકારની છે. આવું એ ભાવનાનું ઉદ્ધારક પણ અનધિકારીને મારક સ્વરૂપ સમજી બ્રાહ્મણો એ ભાવનાને ઉપદેશ અતિ વિરલ અધિકારીઓને કરતા, અને પોતે એજ વિદ્યાની ઉપાસનામાં અવિદ્યાના પ્રપંચ માત્રથી નિમુક્ત રહી વિઘાનો સંગ્રહ અને ઉદ્યોગ ચલાવતા. રાજ્યવ્યવસ્થા પણ આવા વિષયવિભાગને અનુકુલ હતી અને વર્ણાશ્રમધર્મની મર્યાદા સર્વને પોતપોતાની યોગ્યતાનુસાર ગુણાધાન કરતી હતી, એવામાં ધીમે ધીમે શુદ્ધ, નિષાદ, આદિ નવીન વણેની વૃદ્ધિ થવા લાગી, વર્ણસંકર પ્રજાઓ પણ ઉત્પન્ન થતી ચાલી, અને બ્રાહ્મણોની આવી મહત્તાને એક પાસાથી સહન ન કરવાની તેમ બીજી પાસાથી કર્મકાંડના વિસ્તારમાં કાંઇ સાર ન જેવાની વૃત્તિ જન્મ પામી. આ યવર્તમાં ઘણે ખરે સ્થાને આવા વિચાર પ્રવર્તવા લાગ્યા. એજ સમયે કપિલવસ્તુના મહારાજાને ત્યાં પ્રસિદ્ધ મહાત્મા શ્રીબુદ્ધદેવનો જન્મ થયો. તેમને પ્રકાશની પ્રાપ્તિ થઈ.' અને તે થોડાકમાંજ પ્રબુદ્ધ થયા. એમના ઉપદેશનો સાર એ હતો કે જગત મિથ્યા છે, દુ:ખરૂપ છે, અને દુ:ખમાત્રનું નિદાન તૃષ્ણા અથવા કામ છે; તૃષ્ણારહિત થઈ નિવોસન થવાથી મુક્તિ અથવા નિર્વાણ અનુભવાય છે. આ ઉપદેશમાં અને અદ્વૈત વેદાન્તના ઉપદેશમાં દેખીતા ફરક કશું નથી. મહાભા શ્રીબુદ્ધને જે પરમ સત્ય છે તેનું દર્શન થયું છે ને તેજ તેમણે ઉપદેશ્ય છે. જે હૃદય પરમ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેમના દ્રવીભાવ એવો આદ્ધ અને મધુર હોય છે કે તેમનામાં ‘સ્વ’ એવું ભાન પણ રતું નથી, હુ’ જ્ઞાન પામ્યા છું, મને આનંદ થાય છે, એ ભેદબુદ્ધિજ તેમનામાં રહેતી નથી; વિશ્વમાત્રનાં સુખ અને દુઃખ પોતાનાજ રુધિરમાં ધડકતાં હોય એમ તેમની કામલ ઉદારતા સર્વત્ર વિલસી રહે છે. બુદ્ધ મહાત્માએ વિશ્વમાત્રને ઉધાર કરવાને પોતાના હદયમાં પ્રકટ થયેલા પ્રકાશ સર્વના હૃદયમાં પ્રકટ થવાનો આરંભ કર્યો. તેમને પક્ષે તે સર્વથા તેમના હૃદયની પ્રસાદી વિશ્વને મળે એમાં વિશ્વનું અહોભાગ્ય હતું, પણ વિશ્વ પતે તેમના એ પ્રસાદનો સદુપયોગ કરે એવા અધિકારને હજી પ્રાપ્ત થયું ન હતું. Gandhi Heritage Portal, 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50