પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 १८४ સુદર્શન ગદ્યાવલિ, વના અથવા અભેદભાવના દુ:ખમાત્રનો ઉપાય છે, મનુષ્યમાત્રનો તારક મંત્ર છે, તેનો ઉચ્છેદ થઈ જતા અટકાવી, તેની પુનઃસ્થાપના કરી આપી, ભગવાન શંકરે આખા જગતને ૫રમ ઉપકાર કર્યો છે. એ મહાત્માની એટલી કૃતિમાંથી આપણે પણ આજ બહુ શીખવાનું છે. આજ કાલ છાપખાનાંની ખેટ નથી છપાવનારાની પણ ખાટ નથી, એટલે વેદાન્તની વાત કરવી બહુ સરળ અને સસ્તી થઈ પડેલી છે. તેમાં વળી પાશ્ચાત્ય સંસગથી જન્મ પામેલી ધર્મભ્રષ્ટતા એટલી બધી વૃદ્ધિ પામી છે કે વેદોક્ત કમ માગદિ ક્રમ માગદિ ક્રમ આપણને શરમ ભરેલા અને જંગલી લાગે છે, એટલે તે સમયે અધિકાર ન છતાં પણ વેદાન્તની વાત કરવી એજ શિષ્ટાચાર થઈ પડ્યા છે. પણ એ તો જે ભ્રષ્ટતાથી બુધ્ધધર્મનો વિનાશ થઇ, ચક્રવર્તી અશોકનું સામ્રાજય સધાંત ભાગી પડયું તેને જ માર્ગ છે. આપણે ક્રમે ક્રમે અધિકાર વધારતે વધારો, વેદાન્તના અનુભવે પહોચવા ન રાખવો એજ ખરા માર્ગ છે; અને નવી પ્રજાના યુવકોને ઉચિત છે કે તેમણે પોત પોતાના કુલાચારાનુસાર ધમાંચરણ કરતે કરતે અધિકારવૃદ્ધિ કરી વિશેષ જ્ઞાનના અધિકારી થતા જવું. e જુન ૧૮૮૮ ની અધિકાર, ( ૨૧ ) જગતમાં અનેક મનુષ્ય છે અને જેટલાં મનુષ્ય છે તેટલી પ્રકૃતિઓ છે. “ કપાલે કપાલે જુદી મતિ ” (તુ શુ કામન્ન) એવી બહુ પ્રાચીન લોકોક્તિ છે. એ ભિન્ન મતિને લેઈ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ થાય છે, ભિન્ન ભિન્ન ટાળાં બંધાય છે, દેશ, નાત, જાત, કુટુંબ સર્વની વ્યવસ્થા થઈ આવે છે. આ પ્રકારે વ્યક્તિ વ્યક્તિનું જે ભિન્નત્વ છે તેના વિચાર કરીએ તો ભિજાતા એટલી બધી જણાઈ આવે કે પાર ન આવે. શરીર, મન વિચાર, પ્રકૃતિ, એ આદિનું ભિન્નત્વ પ્રસિદ્ધજ છે, પણ તેના તે માણસમાં એ આજ અને કાલની પ્રકૃતિ વચ્ચે ભેદ, સવારની અને સાંજની પ્રકૃતિ વચ્ચે ભેદ જણાય છે. કિં બહુના વ્યક્તિમાત્રને ઇશ્વરકૃત આ પૃથ્વી પાણી આકાશ પવન અન્ન આદિ સામાન્ય છતાં, પ્રત્યેક મનુષ્ય પોતપોતાની આખી સૃષ્ટિ નવે નવી કપેલી અને ગોઠવેલી હોય છે. સૃષ્ટિ એક છતાં, જેટલાં માણસ તેટલી અનંત છે. આવા ભેદ ઉપરજ લક્ષ કર્યો કરીએ તે છેવટે આપણે કોઈ પણ સામાન્ય નિર્ણય ઉપર આવી શકીએ નહિ, કારણ કે જે વાત એક કરતાં વધારેને લાગુ પડી શકે તે સામાન્ય ન્ય કહેવાય છે, અને ભેદનું પ્રાધાન્ય માનતાં તે કોય પણ એ વાત એક એકના સરખી થવાનીજ નહિ. છતાં પણ ઘણાક સામાન્ય સિદ્ધાન્તા ઉપરજ જેને આધાર છે એવાં અનેક શાસ્ત્ર અને એવા અનેક ગ્રંથ આપણે દેખીએ છીએ, વાચીએ છીએ, અને આપણા ચારિત્રને તેવા વાચનથી અસર પણ થાય છે, પણ માણસે ભેગા મળી ભેદના કેટલાક અશાને પણ દૂર રાખી કોઈ એક એક કામમાં જોડાય છે અને મોટાં રાજય મેળવે છે, મોટાં કારખાનાં ચલાવે છે, વિખ્યાત કુટુંબ વિસ્તારે છે. ટૂંકામાં એક એકથી અત્યંત ભિન્ન છતાં પણ મનુષ્યમાત્ર સુખ, સત્ય, ન્યાય, એવી અનેક સર્વમાન્ય ભાવનાઓને પણ સ્વીકારે છે. ianahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450