પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. હોઈ શકે, બે વિરોધી વાત સાથે સત્ય ન હોઈ શકે ” પોતપોતાની બુદ્ધિથી ઉપજાવેલા નિશ્ચય સત્ય ન હોઈ શકે, તેવા નિર્ણય તે તે માણસનું સત્ય હોઈ શકે, પણ જે સવૈમાન્ય સામાન્ય સત્ય છે તે તે ન હોઈ શકે. પરંતુ “ જ્ઞાનસુધા” ને તે તેની બે પાતાની બુદ્ધિ ” એ ઠરાવેલું સત્ય (જે કે પ્રાર્થના સમાજના ધર્મ ) તેજ સર્વમાન્ય સામાન્ય સત્ય છે એમ માનવું છે અને મનાવવું છે. તેવી રીતે મનાવવાને માટે તેમનું વચનમાત્રજ કશા કામમાં નહિ આવે એટલે તેઓ લક્ષમાં રાખતા નથી; અને જ્યાં સુધી શાસ્ત્ર અને યુક્તિ ઉભયનું સમર્થન બતાવીને તેઓ “પોતાની બુદ્ધિ ” એ હરાવેલા સત્યને સર્વમાન્યરૂપે સિદ્ધ નહિ કરી આપે ત્યાં સુધી એ સત્ય તેમનું “ પિતાનું સત્યજ” રહેશે, ને તેને અસત્ય કટિમાં નાખનારને વચનમાત્રની દલીલે બતાવવાથી કાંઈજ સિદ્ધ થઈ શકશે નહિ. “ પોતાની બુદ્ધિ ” એ જે સત્ય હરાવ્યું છે તેનેજ “ જ્ઞાનસુધા” સ્વધર્મ માને છે, બીજાં બધાં સત્યને “ પરધર્મ ” માને છે; અને અમારા જેવા જે લાક, સત્ય એકજ હોય એમ કહી, અદ્વૈતને સત્ય માની, દૈતરૂપે જણાતા વ્યવહારમાત્રને, પુરાણ, કથા, વહેમ, અને આ વિષયને આરંભે જણાવેલા દ્વૈતભેદમાત્રના નિવાહ અધિકારભેદથી કરી લે છે, તેમના ઉપર આક્ષેપ કરે છે કે “ અધિકાર ” એવી વાતજ ખાટી છે, અધિકારભેદે કરીને અને સત્ય પણ સત્ય થઈ જાય છે અને “સત્ય એકજ હોઈ શકે ? એ નિશ્ચયનો “ અધિકાર ” માનવાથી વ્યાધાત થાય છે. “ અધિકાર ” એટલે બુદ્ધિ અને પ્રકૃતિના ભેદને લીધે જેને જેટલું સમજવાની શક્તિ હોય તે, એ અર્થ તો સર્વને સુવિદિત છે. હવે સામાના ઉપર આક્ષેપ કરતી વખતે “ જ્ઞાનસુધા” એમ કહે છે કે આવો અધિકાર હોઈ શકેજ નહિ, પોતાની બુદ્ધિ ” ઠરાવે તે સત્ય અને બીજું બધું અસત્ય. “ જ્ઞાનસુધા ” શું એટલા પણ ધાર્મિક કે ઉદાર નથી ? કે તેમની પોતાની બુદ્ધિએ જે પ્રાર્થનાસમાજરૂપ સત્યને સત્ય માન્યું છે, તે સત્યનો લાભ બીજાને પણ ન આપે ! અને આખા જગતને કે આખા અમદાવાદને પણ પ્રાર્થનાસમાજ માન્ય નથી એ વાત તો “ જ્ઞાનસુધા ” સારી પેઠે જાણતા હશેજ; સર્વને એની એ સમાજ માન્ય થાય તે માટે તો “ જ્ઞાનસુધા” અને “ સ્વધર્મ પરધર્મ ” ની ચર્ચા એ બધી પ્રવૃત્તિને આયાસ છે; ત્યારે “ જ્ઞાનસુધા” ના ઉપદેશ વાચી વાચીને જે લોકોના વિચાર બદલાતા જશે, અને છેવટ “ જ્ઞાનસુધા ” ના “પતાના ” સત્ય સુધી જે લોકો પહોચશે, તે સર્વ પિતાતાની બુદ્ધિ અને સમજણની ન્યૂનતાથી પાછળ રહી ગયેલા હતા અને બુદ્ધિ ને સમજણ વધતે વધતે “ જ્ઞાનસુધા ” ના “ પોતાના ” સત્ય સુધી આવ્યા એમ તે કહેવું જ પડશે. અર્થાત “ જ્ઞાનસુધા” અત્યારે જે સત્યના અને ધિકારી છે તે સત્યના તે લેાક અધિકારી ન હતા તે હવે થયા એમ પણ માનવું જ પડશે. એટલે એમના પિતાના સિદ્ધાન્તમાં પણ અધિકાર ભેદ માન્યા વિના છૂટકો નથી એ તો સ્પછજ છે. વળી “ સત્ય એકજ હોઈ શકે ” એ વાતને તે “ જ્ઞાનસુધા” પણ સ્વીકારે છે, અને જોકે “, એક સત્ય ” તે એમને તો એમની “ પિતાની બુદ્ધિ ” કહે તેટલું જ છે, તે પણ એ જ એક સત્ય ” કરતાં ભિન્ન મત ધરાવનારા એ સત્યના અધિકારી છે, એ સત્ય ઉપર આવવાને યત્ન કરતા લોક એ સત્યના અધિકારી થતા ચાલે છે, એ સત્ય પ્રાપ્ત કર્યું છે તેમના અધિકાર પૂર્ણ થયા છે, એમ કહ્યા વિના તો “ જ્ઞાનસુધા ” ને પણ ચાલેજ નહિ, andhi Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50