પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તત્વમસિ. નથી. શિષ્યનું હૃદય એટલા વિકાસને પામ્યું હોય, સર્વ નાનાવના પ્રકારમાં તેને સ્થૂલાંશ ત્યજતાં જે અવશેષ રહે છે તે એકરસ એકાકાર સમતાના સૂત્રને તે સમજતા હોય, તો તેવી દશાને મહતમાઓ તત્વ, સર્વ અનુભવીઓના અનુભવમાં સુપ્રસિદ્ધ—“ તે ”—પેલુ—એમ કહીને સૂચવે છે. અને એ એકાકાર, એકરસ, સત્ ના પ્રત્યક્ષપ્રમાણુની પ્રતીતિમાં વં જે શ્રવણ કરનાર વ્યક્તિ તેમાં રહેલા એ સૂત્રનું દર્શન નિર્દેશ છે. આ પ્રકારે કાઈ બીજા પ્રમાહુથી નહિ પણ શબ્દમાત્રથીજ, ચેતવાને તત્પર થયેલી શિષ્યની ભાવનાને, ચેતી રહેલી ગુરુની ભાવના તુરતજ ચેતાવી દે છે, અને શ્રેાતાવતા પર્યત સવ નાનાત્વનો અભેદ અનુભવાવી, પરમ સમતાનો આનંદમય નીતિમાર્ગ ઉપદેશ છે. આમ હોવાથીજ વેદાન્તશાસ્ત્ર શબ્દપ્રધાન શાસ્ત્ર છે, ઉપદેશજ એ શાસ્ત્ર કરી શકતું નથી, માત્ર કોઈ સંજ્ઞાથી કરીને જે સર્વદશારહિત, ભાવગમ્ય, હૃદયરસ છે, તેને સૂચવે છે. - નીતિ અથવા સારાપણુ આદિની ભાવના બાંધીએ તે તે દર્શાવવાને પણ શબ્દ વિના બીજું સાધન નથી. નીતિ અનીતિ, સાર” , એનાં દૃષ્ટાંત જગતના વ્યવહારમાંથી આપી શકાય, પણ જે પરમનીતિમયતા કે સર્વથી ઉત્તમ સારાપણું તેની ભાવના, તેનાં દષ્ટાંત જગતમાં મળે નહિ. એ ભાવનાની ન્યુનાધિકતા અનુસાર નીતિ અનીતિ આદિ વ્યવસ્થા કહેવાય છે. સર્વેમાં સતે સર્વથી જુદી એવી એ ભાવના સર્વ પ્રવૃત્તિના ઈષ્ટ સાધ્યરૂપે સુવિચારી જનાની નિયત્રી થઈ રહે છે, ભાવનામાં નાનાત્વ નથી તેનાથી નાનાવે છે. એમજ કોઈ પણ પદાર્થની ભાવના લેશે તો તે પણ વ્યવહારથી ન દશૉવી શકાય તેવી સૃષ્ટિમાં જડશે. આવી ભાવનાઓમાં વળી જે જે અભાવની ભાવનાઓ—અનીતિ, અસત્ય—-આદિ છે તે પણ નીતિ, સત્ય આદિના ન્યુનમાં વ્ન અંશના ભાવનીજ વાચક છે, ત્યારે વિરોધી ભાવનાએ પણ વસ્તુતઃ એકજ ભાવનાનાં રૂપાંતર છે. એટલું જ નથી. ભાવનામાત્રને જોઈશું, તે નામરૂપનો ભેદ સતે સર્વ ભાવનાનું તત્ત્વ એકનું એકજ સમજાશે. એવા એકરસનેજ વિવિધ ભાવનાનાં નામ કપાયાં છે એમ અનુભવાશે. એવી જે ભાવગમ્ય એકરસ ભૂમિકા તે ભાવનાને પ્રદેશ કહેથાય છે. એમાં વિચરવાથી રાગ દ્વેષ આદિ વિકલતા વિદ્રર થયે, પરમ સમતાનો દઢ માર્ગ જડે છે, અને આનંદમાં કદાપિ વિક્ષેપ ઉપજતો નથી. જેટલી જેટલી વાર ભાવનાને મૂકી વ્યવહારમાં અવાય છે–જેમકે નીતિભાવનાને મૂકી નીતિવાન અનીતિવાન એવા શાહુ અને ચેર, ધાય અને ઘાતક, સિંઘ અને નિંદક—તેના વિચારની માયામાં પડાય છે—ત્યારે ભાવનામાં વિક્ષેપ લાગતાં ક્ષણિક નાનાવ થઈ રહે છે. સમદશીને તે પ્રવાહપતિત પરવારતાં પુનઃ સમતાને આનંદ અવિચ્છિન્ન રહે છે. સંગીતમાં જેમ ગમે તેવાં તાન, પલટા, કોઈ સારા ગયા લે પણ પરિણામે તાલના સમ ઉપર આવીને સર્વને આનંદ આપે તેમ જ્ઞાની પણ ગમે તેવા વ્યવહારમાં વિક્ષિપ્ત થઈ સમને કદાપિ ચૂકતા નથી. એમ શ્વેતકેતુને સંબંધે પણુ, ગુરુ શિષ્ય એ ભાવે થતાં, સતની એકમય ભાવનામાં વિક્ષેપ થઇ, શિષ્યને એ ભાવનામય વિશ્વ તન - શબ્દ કરીને કહેવાયું, અને પ્રત્યક્ષપ્રમાણમાં વૈ–ને દશવી અભેદનો બાધ શબ્દમાવે કરી થયે. - શબ્દથીજ મનુષ્યના વ્યવહારમાત્રનો નિવહ છે, એટલે શખુશાસ્ત્રને સમજાવનારા વૈયાકરણ તથા સાહિત્યકારોએ પણુ શબ્દનું આવું ભાવનામય તાત્પર્ય સમજાવવા પાતપોતાની પરિભાષા અનુસાર યોજના કરી છે. વૈયાકરણો એમ માને છે કે કોઈ પણ શબ્દને જે અર્થ થાય થાય છે, તે શબ્દના અક્ષરામાં નથી, પણ અક્ષરેથી ભિન્ન એવી ટ anaihitleritage Porn 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50