પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ,

  • એજ કે એ સર્વમાં દેખાય છે તે. આ શરાવમાં જલ ભરી તેમાં જુવા, અને આમાને ન જાણે તો મને કહો. ”

તેમણે તે પ્રમાણે જલપૂર્ણ શરાવમાં જોયું. પ્રજાપતિએ પૂછયું, “શું દેખો છો ? ” ભગવન ! આ અમારા આખા આત્માને દેખીએ છીએ, નખ અને રૂઆટી પર્યત સમગ્ર પ્રતિરૂપ દેખીએ છીએ. ” . - પ્રજાપતિએ કહ્યું; “ સારી રીતે અલંકાર કરી, સારાં વસ્ત્ર ધારણ કરી, સ્વચ્છ થઈ, જલપૂર્ણ શરાવમાં જુઓ.” તેમણે સારી રીતે અલંકાર કરી, સારાં વસ્ત્ર ધારણ કરી, સ્વચ્છ* થઈ જલ પૂર્ણ શરાવવામાં જેવું. પ્રજાપતિએ પૂછયું; “ શું દેખે છે ? ”

  • ભગવદ્ ! અમે જેવા સારા અલંકાર, સારાં વસ્ત્ર ધારણ કરેલા, સ્વચ્છ થયેલા છીએ તેવા સારા અલંકારવાળા, સારાં વસ્ત્રવાળા સ્વચ્છ થયેલા અમને દેખીએ છીએ. ”

એજ આત્મા, એ અમૃત, એ અભય, એ બ્રહ્મ.” ઉભયે શાન્તહૃદય થઈ ચાલ્યા. તેમને જતા જોઈ પ્રજાપતિ બાલ્યા: “ આત્માનું સાનુભવજ્ઞાન પામ્યા વિના આ જાય છે; જ્યાં એ આ ઉપનિષદ્રને કહેશે, ત્યાં, પછી તે દેવ હા કે અસુર હા પણ ત્યાં, પરાભવ નીપજશે. એ બેમાંને વિરાચન તો શાન્તહદય થઈ અસુરો પાસે ગયો. અને તેમને આ ઉપનિષદ્ર કહેવા લાગ્યાઃ ‘ આમાજ અત્ર પૂજ્ય છે, આત્માનીજ પરિચર્ચા કરવી, આત્માને જ પૂજતો અને પરિચર્ચાથી સેવા, આ અને પેલા ઉભયે લોકને પ્રાપ્ત કરે છે. ” આમ થયું માટેજ અદ્યાપિ પણ અત્ર દાન ન કરનાર, શ્રદ્ધારહિત, યજનીનને “ આ અસુર છે” એમ કહેવાય છે. અસુરેનું આ ઉપનિષદ્ છે, પ્રેતશરીરને પુષ્પ અને વસ્ત્ર અલકારાદિથી સંસ્કાર કરીને પરલોકના પાતે જય કરે છે એમ તે માને છે. ઇન્દ્ર તો દેવતાઓમાં પહોંચતા પહેલાંજ ભય પામવા લાગ્યો કે “ જેમ આ શરીરને સારી રીતે અલકાર કરતાં તે અલ કારવાળું જણાય છે, સારાં વસ્ત્ર પહેરાવતાં સારાં વસ્ત્રવાળું જણાય છે, સ્વચ્છ કરતાં સ્વચ્છ જણાય છે; તેમ શરીર અંધ હોય તો એ અંધ થાય, કાણું હોય તો કાણો થાય, વિચ્છિન્ન હોય તો વિચ્છિન્ન થાય, આ શરીરના નારા સાથે એના નાશ થાય; માટે એમાં હું કાંઈ સાર દેખતા નથી. ” સમિયાણી થઇ પુનઃ પ્રજાપતિ પાસે આવ્યો. પ્રજાપતિએ કહ્યું “ ઇંદ્ર ! શાન્તહૃદય થઈ તું વિરેચન સાથે ગયા હતા, તે શી ઇચ્છાથી પાછા આવ્યા ? ” - “ ભગવન ! જેમ આ શરીરને સારી રીતે અલંકાર કરતાં તે અલંકારવાનું જણાય છે, સારાં વસ્ત્ર પહેરાવતાં સારાં વસ્ત્રવાળું જણાય છે, સ્વચ્છ કરતાં સ્વચ્છ જણાય છે, તેમ શરીર અંધ હોય તો એ અંધ થાય, કાણું હોય તો કાણા થાય, વિછિન્ન હોય તે વિછન્ન થાય, આ શરીરના નારા સાથે એનો નાશ થાય;માટે એમાં હું કાંઇ સાર દેખતા નથી. ” .

  • એટગે કેશ નખાદિ કાઢી નંખાવીને.

સારાં છે. તે એ છે એના Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50