પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૮૪ સુદર્શન ગદ્યાવલિ. પણ જેમ દૈત વિના અનુભવ નથી, તેમ અનુભવાભાવ એટલે કે અજ્ઞાન વિના દૈત પણ નથી. જ્યાં જ્યાં અનુભવના અર્થાત્ બ્રહ્માત્માભદાનુભવનો અભાવે પ્રત્યક્ષ અનુભવાય છે. ત્યાં ત્યાં અજ્ઞાન અને અજ્ઞાનકૃત દૈત ભેદમય જગત છે. જ્યાં જ્યાં અનુભવાભાવ નથી ત્યાં દૈત કે અજ્ઞાન પણ નથી. પ્રત્યેક વ્યક્તિને આ પ્રકારે અજ્ઞાનને અનુભવ છે. અદ્વૈતસાક્ષાત્કારનું અજ્ઞાન એજ વ્યક્તિમાત્રની કલેશકારિણી પ્રવૃત્તિનું, શાસ્ત્ર અને કલામાત્રના સંભવનું, તર્કવિતર્કના વિલાસનું, સાધનસિદ્ધિ આદિ શોધવાનું, ક્ષેત્ર છે. આટલામાંથી બે અવાંતર વાત પણ સિદ્ધ થઈ: અદૈતશાસ્ત્રમાં કલ્પિત કરતાં અન્ય સૃષ્ટિ નથી, અને શબ્દ કરતાં અન્ય પ્રમાણ નથી. હોઈ શકે પણ નહિ. અજ્ઞાનકૃત જે હૈં તમય સૃષ્ટિ તે બીજું કાંઈ જ નથી પણ જેને પ્રથમ નામ રૂપ ન હતાં તેને નામ રૂ૫ આચાં એટલું જ છે; વસ્તુ પોતે કોઈ પણ વિકાર કે પરિણામને પામી નથી. એ નામ રૂપનું મિથ્યાવ સમજાયુ અને નામરૂપ માત્રનું અધિષ્ટાન અભેદમય એકરસ છે તેમ અનુભવાય એટલે અજ્ઞાનને સકાર્ય નાશ થયા અને અનુભવ આવી રહ્યા. જગતને વેદાન્તશાસ્ત્રમાં અનાદિ સાન્ત માને છે તે પણ આ અનુભવની પ્રતીતિ કરાવવાને જ અર્થ છે કે જે વ્યક્તિમાં જેટલું જેટલું અજ્ઞાનવિલસિત વિકાસી રહે છે તે તે વ્યક્તિને તેટલાં તેટલાં નામરૂપવાળું અનાદિ જગત અનુભવાય છે; અજ્ઞાનવિલાસને જ્ઞાન કરીને વિલય થતાં માન આનંદના અનુભવમાં એ સમગ્ર જગન્ના અચિંત્ય રીતે તુરત જ વિલય થઈ જાય છે. પારમાર્થિક સમષ્ટિમાં એમ છે તેમ ક્ષણિક વ્યષ્ટિમાત્રમાં તેમજ છે. એમ જગતમાત્ર અનાદિસાંત છે; અને જગતું અથવા સૃષ્ટિને અર્થ માત્ર નામરૂપવિભાગકલ્પના કરતાં અન્ય નથી. આવી નામરૂપકલ્પનાના વિભાગ પણ અનુભવને અર્થે છે, પણ એ અનુભવ પ્રત્યક્ષ કે પ્રત્યક્ષેપજીવ્ય અનુમાનાદિ પ્રમાણથી કરાવી શકાય તેમ નથી. કારણ એ છે કે જે નામરૂપની કલ્પનાસૃષ્ટિ કહેવાય છે તેજ કલ્પનામાં પ્રત્યક્ષાદિ પ્રમાણુનો પણ સમાસ થાય છે. એટલે કલ્પિત એવાં પ્રત્યક્ષાદિ પ્રમાણોએ કરીને કલ્પિત એવા જગતના અનેક ઉહાપોહ કરાય પણ પ્રમાણુમાત્રના ઉપજીવક, જગતના અત્યંતાભાવમાં પણ વિદ્યમાન, એવા એકરસ નિત્ય આનંદનો અનુભવ કોઈ પણ પ્રભા થી કરાવી શકાય નહિ. કેવલ શબ્દમાત્રથી એ અનુભવ ચેતાવી શકાય; અનુભવીઓનાં તરથમણા વચનથી જ્ઞાનાભિમુખ થયેલી વૃત્તિનું આવરણ ભંગ થતાં સહજજ સાક્ષાત્કારના માન આનંદ પ્રકટ અનુભવાઈ જાય. તર્ક, વિતર્ક, પ્રમાણાદિથી તે વાત કદાપિ થઈ શકે નહિ. જેમ ઈધનસામગ્રીથી પ્રકટ થવા તત્પર એવા અમિ એક Yકનીજ અપેક્ષા કરતા હોય છે, ને સહજ yક લાગતાં ચેતે છે, તેમ આ અનુભવ પણ એક પ્રકારનું ‘ ચેતવવું' કહેવાય છે. આમ છે માટેજ અદ્વૈતશાસ્ત્ર અનાદિસિદ્ધ શબ્દરૂપ વેદને સર્વોપરિ એકનું એક પ્રમાણુ માને છે, અને તદનુલ એવાં અન્ય પ્રમાણોને પણ અનુસરે છે. - એક ત્રીજી વાત પણ આદિકારણનો વિચાર કરનારે લક્ષમાં રાખવી. અંત સતમાંથી નામરૂપકલ્પનામય દૈત અને અનુભવાન્ત વિલય, પુનઃ નામરૂપકલ્પનામય દૈત અને પુનઃ અનભવાન્ત વિલય, એ ચક્રવત થયાંજ જવાનું. વૈદુહ્યાં હુ’ બહુ થાઉં, પોતે પોતાને અનુભવું, એ વચેષ સ્વભાવ: એ પ્રકાશમય, જ્ઞાનમય, સર્વસંપન્ન, સતનો સ્વભાવેજ છે. થવું-જવું, ભૂત-દંતાભાવે, અજ્ઞાન-અનુભવ, એ સતના અનિબૉધ નિત્ય સ્વભાવ છે. એનેજ પુરાણાદિકમાં ક૯૫મલયાદિ વ્યવસ્થાથી પ્રાકૃતાના બેધને અર્થે વધારે સ્પષ્ટ કરી સમજાવે છે. કેટલાક એમ anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50