પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વસુધારક ' પાડયું' અને બાલાશંકરને ઘેર મળવા માંડયું'. • સ્વમુધારક છે? અને આમાં કવિતાઓ વચાતી, અને ભાષણ અપાતાં. મણિલાલની આ(પ્રાથના સમાજ, શરે પંદરેક વર્ષની ઉમર થતાં મણિલાલે અને એમના મિત્રોએ - “ પ્રાર્થનાસમાજ ” નામની એક મંડળી ઉભી કરી. તેમાં મેં. બરા ઘણા થયા, અને તેઓ મણિલાલના પોતાના ઘરમાં મળતા. આમાં અમદાવાદથી “પ્રાર્થનાસમાજ” નાં ગાયને ભેગી, મણિલાલની પોતાની તથા બાલાશંકરની કવિતા પણ ગવાતી -ગાવાના અને કવિતા રચવાના શોખ ઉપરાંત એ નવા સુધારા માટે એમને કાંઈ ભાવ ઉપ જ્યો હોય એમ જંણાતું નથી. બાલાશંકરને હિન્દી કવિતાનો પણ શોખ લાગ્યા, અને એમણે દર રવિવારે અમદાવાદ રા. દલપતરામ પાસે ભણવા જવા માંડ્યું અને ગાવા બજાવવામાં પણ એક ઉસ્તાદ પાસેથી શાસ્ત્રીય નિપુણતા મેળવવા માંડી. ચોથા ધોરણમાં સંસ્કૃત તથા ગણિત તેમાં વિશે ભૂમિતિ એ વિષયે એમને ન આ વડતા એટલું જ નહિ પણ તે પર ઘણે અણગમો હતો; તેમાં સંસ્કૃતનો અભ્યાસ. સંસ્કૃત પર તે એટલે સુધી કે કલાસમાં એ વિષયનો આરંભ થાય કે ઉડીને બહાર જતા રહે; પાંચમા ધોરણમાં અને અભ્યાસ સામે ચાલી, નંબર પહેલા રહેતા, પણ આ બાબત તો હજી પણ કાચી હતી. છઠ્ઠા ધોરણમાં પણ પાંચમાંના જેવાજ અભ્યાસ ચાલ્યો પણ સુભાગે એમના સંસ્કૃતનો કંટાળા ભાગનાર છબીલરામ દોલતરામ નામે એક માસ્તર મળ્યા. આ પૂરય પુરુષ ' સૂરતના નાગર બ્રાહ્મણ હતાતે સ્વભાવે ધુણ શોખીન તથા આનન્દી હતા, અને સંસ્કૃતને એમને અતિશય પ્રેમ હતા. મણિલાલના પિતરાઈ કાકા રવિશકર જે ગામમાં પ્રખ્યાત શાસ્ત્રી હતા તેમની પાસે છબીલરામ સિદ્ધાન્તકૌમુદીનો અભ્યાસ કરતા. છબીલરામે લાંબા અંગરેજી નિયમોને બદલે સંસ્કૃત સૂત્રો યાદ રાખીને વ્યાકરણ શીખવાની સરળતા મણિલાલને બતાવી, અને શાસ્ત્રીને ત્યાં એમને લધુમુદી ભણવા માટે સાથે લઈ જવા લાગ્યા. સૂત્રોમાં ગમ્મત પડવા માંડી અને સુ આવડ્યાં; અને સૂત્રોની સાથેજ જાણે ભૂમિતિ પણ આવડી ગઈ- આ પ્રસંગમાં પિતા તરફથી અભ્યાસ બંધ કરવાનો આગ્રહ થવા લાગ્યા : જૂના માણસોને આ નવી કેળવણીની કિંમત નહિ, અને તેમાં વળી વ્યાવહારિક કામમાં એ અન્તરાય રૂપ થઈ પડે. ભણવામાં રસ પડેલા તેથી ધરની દેવપૂજા કરવી ન ગમે, શાક દૂધ લેવા જતાં તથા બ્રાહ્મણ તરીકે શ્રાદ્ધ સંવત્સરી જમવાની અને દક્ષિણાની પરવા કરવાથી લેસન પડે તેથી એમાંનું કઈ એ કરતા નહિ. પુસ્તક નિશાળ અને બાળાશંકરનું ધર એ સિવાય અત્યારે બીજું કાંઇ' જ નહિ, ભણવું અનિશ્ચિત અને પરાધીન તેથી ડહાપણ દાખલ ફર્સ્ટ કલાસ પબ્લિક સર્વિસનું સર્ટિફિકેટ લઈ રાખ્યું પણ તે શિવાય અભ્યાસના ઉરચાભિલાષને જરા પણ નમવા દીધા નહિ. આ અભિલાપને વિશેષ સતેજ કરનાર દોરાબજી એદલજી ગીમી ( હેડમાસ્તર ) હતા. તેઓની અગરેજીમાં નિપુણતા, તથા નિયમિતપણું સાચવવાની બાબતમાં કાળજી એમના શિષ્યવર્ગ માં સર્વત્ર પ્રસિદ્ધ છે. મિ. ગિમિની મણિલાલ ઉપર સારી મમતા હતી, અને એ મમતા એમણે છેક સુધી કાયમ રાખી હતી. તેમની મદદથી આ વખતે મણિલાલે ઘણાં અંગરેજી પુસ્તકો વાંચ્યાં તથા ટોલ્સ રુડ ગાઈડને પોતાની ટેકટ બુક બનાવીઃ ભાષા સંબંધી તમામ વિષયના ઇતિહાસ ભૂગોળનો પણ એમને ધણા શેખ . અને એમાં એમની સરસાઈ સ્થપાઈ ચૂકી. મેટિકયુલેશન માટે જવાનું આવ્યું. છબી રામન Gandhi Heritage Porta