પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૦૬ સુદર્શન ગાવલિ. થશે, એવું અદૈત સિદ્ધાન્તનું સામ્રાજ્ય છે. પ્રેમથી કે ગમે તે હેતુથી ઈશ્વર સૃષ્ટિ કરે કે સૃષ્ટિરૂપ થાય ત્યાં તેમ કરવા કે થવાનું ફલ તે પોતાના પ્રેમનો કે પ્રસાદનો અનુભવ કરાવો એ કરતાં અન્ય નથી. ત્યારે સૃષ્ટિના હેતુ પ્રેમનો કે જેને કહો તેનો અનુભવાભાવ કર્યો અને તેનું લ–પ્રેમને કે જેના કહે તેના અનુભવ કર્યો; એટલે પુનઃ અજ્ઞાન એ આદિકારણ અને અનુભવ એ ફલ એજ વાત આવી રહી. અનુભવરૂપ ફલની અનેક કલ્પનામાં કઈ કલ્પના છેવટની અને ઉત્તમ છે તે તો હવણાંજ આપણે પુરુષરૂપ ઇશ્વરની ચર્ચા કરતાં જોઈ આવ્યા છીએ. તથાપિ અદૈતશાસ્ત્રમાં અનુભવ શાને કહે છે તે સમજવાનો યત્ન કરીને સમાપ્તિ કરીએ. શબ્દપ્રમાણુ વિના અનુભવનું અન્ય પ્રમાણુ સંભવતું નથી, પ્રત્યક્ષ તો જ્યારે અનુભવ થાય ત્યારેજ થાય, પણ ત્યારે કહેવા સાંભળવાનું રહેતું નથી. અન્નપાનાદિ સામાન્ય અનુભવોમાં તેમ છે તો પરમાનુભવમાં તેમ હોય એમાં આશ્ચર્ય નથી. અદ્વેતક્ત અનુભવ તે અજ્ઞાનકૃત તાભાવરૂપ છે એમ તો આપણે આટલા વિવેચનથી સમજી શકીએ છીએ. પણ એ દૈત કેવલ કલ્પિત નામરૂપમય છે, વારતવિક નથી, એટલે દૈતાભાવ તે પણ વસ્તુતઃ કાઈ પદાર્થના વિલેપ નથી, કેવલ ક૯૫નાનાજ કલ્પનાના અધિકાનમાં સમાસ થઈ જવારૂપ છે. કલ્પનારહિત થઈ જવું તે અનુભવ એમ પણ નથી, કેમકે એ તો જડપાષાણાદિને પણ છે. ક૫નારહિત થવું એટલે પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક નિમિષે, જે જગતદષ્ટિની સાથેજ ઉદ્દભવે છે તેના અધિખાનને સર્વદા દૃષ્ટિથી બહાર જવા ન દેવું, અને એમ દૈતવિલાસના રાગદ્વેષ કે વિકારવિક્ષેપના વિષય ન થતાં, સમતાને સૂત્રે વિહરવું, હૃદયને કાર્પણ્યભાવ ખાઈ અસીમ વિસ્તાર અનુભવતે શાશ્વત આનંદની નિર્વિકલ્પ માજ લેવી, તેજ અદ્વૈતનો અનુભવ છે. સંક૯૫માત્રસાધ્ય સિહયાદિક તો અદ્વૈતાનુભવીને એક બાલચેષ્ટાવત છે, કેમકે તે સિદ્ધસંકલ્પજ છે, તેની દષ્ટિજ અનેક સૃષ્ટિનું નિમિત્તાપાદાન થઈ શકે છે, ત્યાં સામાન્ય સિદ્ધિ આદિની વાતજ શી ! અનુભવ સંબંધે અધિક તે અનુભવી હોય તે અનુભવી શકે. e અદ્વૈતાનુભવ અમુક કાલે કે અમુક સ્થાને થાય, અમુકનેજ થાય, એમ પણ નથી. વ્યષ્ટિમાત્ર સમષ્ટિમય બ્રહ્મથી, નામરૂપક૯૫નાએ ભિન્ન ભાસે છે, એટલે જે વ્યછિની કલ્પનાનો જ્ઞાનદષ્ટિએ કરીને વિલય થયા, અને તેના અંતરને અજ્ઞાનત ચિતજડગ્રંથિ તૂટી અભિમાન નો નાશ થયે, તેને અભેદસાક્ષાત્કાર કરતલગતજ છે. અને એ સાક્ષાત્કાર ઐક વાર પણ થઈ ગયે તો કદાપિ જતા નથી, જ્ઞાનકલા તો નિત્ય વૃદ્ધિમતીજ રહે છે એ તેને ચમત્કાર છે. કોઈ શાસ્ત્ર, કાઈ વિવાદ, કાઈ પ્રપંચજાલ, આ જ્ઞાનકલાને ક્ષીણ કરી શકતું નથી કેમકે એ સર્વ વિવાદ, સર્વ શાસ્ત્ર, સર્વ પ્રપંચને એકરસ કરી લેનાર સૂર્યની કલા છે. આ પ્રકારે જીવન્મુક્તિ, દેહપાત પૂર્વે પણ મુક્તિનો આનંદ, એક અદ્વૈત વિના અન્ય કોઈ શાસ્ત્ર આપતું નથી. શાઅમાત્રની મુકિત પરાક્ષ છે, આ શાસ્ત્રની મુક્તિ પ્રત્યક્ષ છે અને એવી પ્રત્યક્ષ મુક્તિનો અનુભવ થાય છે માટે જ એ શાસ્ત્ર આદિકારણ અજ્ઞાનને કલ્પી અનુભવાન્ત જે વ્યવસ્થા કરી છે તે કરતાં કાઈ શાસ્ત્રમાં સારી કે સંયુક્તિક વ્યવસ્થા હોવાનો સંભવ કે અવકાશ નથી એમ નિશંક રીતે કહી શકાય છે. સ'ટેમ્બર ૧૮૯૮. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50