પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૦૮ સુદર્શન ગઘાવલિ, તેમ તારાં સગાં સંબધી તારા ઉપર પ્રીતિ રાખે, અને તારે પતિ સર્વથા તનેજ ઈછે એ તારા સંસારી સુખનું મહટામાં મોટું સ્વરૂપ કહીએ તો તારે ભાગ્યેજ વાંધો લેવાના હશે. તો આ બધી વાતો કાંઈ પોતાની મેળે આવી પડતી નથી, તે મેળવવા માટે તારે તારામાં પણુ કાંઈ ગુણ રાખવા જોઇએ. પોતાનામાં યોગ્યતા ન હોય તો આ જગતમાં કોઈ કાંઇ પામતું' નથી એવા પરમેશ્વરનો પણ કાયદો જણાય છે તો માણસનું કહેવું જ ? તે પ્રથમ તારામાં સર્વ પ્રકારનાં ગૃહકર્મ કરવાની શક્તિ હોવી જોઇએ; ને તે પછી જેથી કરીને તારી તથા તારાં સંબંધી અને બાલકની તંદુરસ્તી રહે તેવી સાધારણ અક્કલ પણ તારામાં આવવી જોઈએ. તારે પતિ છે તેને બહારના રાજા છે, પણ તું તેના ઘરની રાણી છે. લાવી આપવું એ તેનું કામ છે, બરાબર વ્યવસ્થા કરીને સર્વ સંભાળવું તથા સારામાં સારે તેનો ઉપયોગ કરી સર્વને સુખી કરવાં એ તારું કામ છે. ઘર એ એક વિશ્રામનું કામ છે. જે તે વિશ્રામ ઠામની મુખ્ય દેવી તુ" છે. તારા માં ઉપર ગંદકીને કલેશ ભરાયલાં રહેતાં હોય, તારા મનમાં લડાઈ કરવાના ને કંકાસના વિચાર ચાલ્યા કરતા હોય તો તું દેવીને બદલે ખરે ખરી રાક્ષસી થઈ પડવાની ને તારી જાતને તથા બીજાને મહા દુ:ખનું કારણું થઈ રહેવાની. સંસારમાં માણસને હજારો વાતની ઈચ્છા તો થાય, પણ તે બધી પુરી પડતી નથી. તેવા પ્રસંગમાં સંતોષ અને ધીરજ રાખી સામા માણસને ધીરજ આપવી એ તારું કામ છે. તો તે ગુણ પણ તારામાં હોવો જોઈએ. સર્વની સાથે બનાવ રાખવો હોય તે કાઈની અદેખાઈ ન કરતાં સર્વના સુખમાં રાજી રહી, આપણાથી બને તેટલું સુખ વધારી આપવાની મહેનત કરવી. આ બધા ઉપરાંત તારા પતિ ઉપર તારે અનન્ય પ્રેમ જોઇએ તો તારા સર્વ હેતુ સફલ થયા વિના રહે નહિ. તારા વિચાર, તારાં કામ, તારાં આચરણ સવો તારા પતિને લક્ષમાં રાખીનેજ થવાં જોઈએ. તું તે તારા પતિ ને તારા પતિ તે તું એવી દઢ ભક્તિ તારા મનમાં નિરંતર જામી જવી જોઇએ, કે તારામાં કોઈ દિવસ પણ દુઃખના અંશ સરખા પ્રવેશ કરી શકશે નહિ. આવી ભક્તિથીજ તને માક્ષ પ્રાપ્ત થશે, ને ઘરમાં સર્વ રીતના આનંદ રહી તને લોકોમાં યશ ને કાતિ” મલશે. એક અનન્ય પ્રેમ ભક્તિ એજ તારા ધર્મ છે, ને તે તારા સમજવામાં જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી તારા કોઈ કાઈ આચારમાં ઘણી ખેદ પેદા કરે તેવી ખામીઓ માલુમ પડે છે. હવે તારા સમજવામાં આવ્યું કે તારી હાલની સ્થિતિનું કારણ શું; આ ધર્મ તારા સમજવામાં આવતા નથી તે. આ ધર્મનું સ્વરૂપ સ્ત્રી પુરૂષ ઉભયના સુમજવામાં યથાર્થ રીતે ન આવવાથી અમે ઘણીએક ડાહી સ્ત્રીઓ તરફથી પણ કંકાસની વાતો સાંભળી છે તો તે મુજબ કરવું એ તારૂં ભૂષણ નથી. - ત્યારે આ ધર્મમાર્ગ તું કયાંથી જાણી શકે ? તને ભણાવવા એ સર્વે કબુલ કરે છે; પણ બા ભૂપા! પાઠ વાંચવાથી કે ઇતિહાસ ગાખવાથી તારામાં શી સમજ આવશે એના કોઈ ખ્યાલ કરતું નથી. અરે ! પણ વધારે દીલગીરી તે એ છે કે જે લગ્ન વગેરે કરવાની મુખ્ય બાબતેનું તને જ્ઞાન આપવું જોઈએ, તે આપવાથી તો તું' અનીતિમાં પડી જશે એવું ધારનારા તને ભણાવનારા ડાઘા પડેલા છે ! ! તારા હાથમાં તારે માટે ભણુવાની ગાઠવણ કરવાની હાત તે મને ખાત્રી છે કે તું તને ઉપર જણાવ્યા મૂજબ અનુકૂલ પડે તેવું જ ભણતર ગોઠવી લેત. પણ આતા તારૂ” સ્વરૂપ ન સમજનારા દોઢડાહ્યા ગાઠવવા બેઠા ત્યાં બધુ બગાડે એમાં શી નવાઇ ! પણ તારે ફીકર કરવાનું કારણ નથી. વારંવાર અમારા જેવા anamtleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50