પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ધર્મબાધ, ૨૦ તારી મદદે આવશે તને ટેકો આપશે અને જે તું તારી મેળે કાંઇ ઉપાસન કરશે તે ફલ સારાંજ થશે. તારે ધર્મ છે કે તારે જાતે જેમ બને તેમ વૃદ્ધ પુરૂષના સદુપદેશથી, સારાં પુરતાથી કે તારા પતિની સાથે વાત ચીતથી જ્ઞાન પ્રાપ્ત કરવું અને તે તારી સખીઓમાં તથા તારાં બાળકોમાં પરિપૂર્ણ રીતે પ્રવતોવવું. આ રીતે જે તું તારી જાતિને જરૂરનું જે ધર્મજ્ઞાન છે તે ગ્રહણ કરવા માંડે તો અમારા જેવાના આ નિર્બલ પ્રયત્ન પણ સબલ નીવડી. આવે. માટે તારે તારૂં સ્વરૂપ યથાર્થ રીતે સમજવું, અને તે પ્રમાણે વર્તવું. હાલ તરત તે આ પત્ર ઘણો લાંબા થઈ ગયા છે માટે ઘણું કહી શકતા નથી, પણ વળી આગળ ઉપર તારા મુખ્ય ધમમાંના એક એકને લઈને છેડે થોડે તપાસવાની મહેનત કરીશ. એવામાં તારા તરફથી પણ કાંઇ સૂચના મલી આવશે તો ઘણી ઉપગની ગણીશ, અને તે આ કામમાં મદદ કરવા ધાર્યું એ જાણી ઘણા પ્રસન્ન થઈશ. ડીસેમ્બર ૧૮૮૫ ધર્મબોધ. ( ૨૮ ) ગયા માસમાં, “ આ સુધર્મોદય” સભા તરથી ધર્મબોધ માટે થયેલી વ્યવસ્થા ઉપર આપણે કાંઈક લખી ચુક્યા છીએ. એ સંબંધે કાંઇ વિસ્તાર કરવાની થોડીક આવશ્યકતા છે. એવા સિદ્ધાન્ત છે કે ધર્મના નિશ્ચય થયા વિના વ્યવહારનો સત્ય નિશ્ચય થવાનો નથી. પણુ ધર્મ એટલે શું ? ઘણાક એમ સમજે છે કે સ્નાન સંધ્યા તેજ ધર્મ; ઘણાક એમ જાણે છે કે દયા દીનતા તેજ ધર્મ; ધણાક એમ ગણે છે કે ગુરુ બતાવે તે રસ્તે જવું એ ધમ; ઘણાક એવું ધારે છે કે યજ્ઞયાગાદિજ ધર્મ. સુધરેલામાં ખપનારા બતાવે છે કે આવશ્ય કર્તવ્ય તે ધર્મ, અર્થાત ફરજ, કાઈ કાઈ તે ધર્મના બે વિભાગ કરી સામાન્ય ધમ અને વિશેષ ધર્મ એમ યોજે છે; અને સામાન્ય ધર્મ સર્વ દેશમાં સર્વ લોકમાં એક્રજ છે, જેમ કે સત્ય બોલવું, ઈશ્વરને ભજવા ઈત્યાદિઃ અને વિશેષ ધર્મ જુદા જુદા છે, જેમકે તેજ સત્ય બોલવાના વ્યવહારમાં, ઈશ્વરને ભજવાની રીતિમાં ઈત્યાદિ; એમ બતાવે છે. આટલા આટલા વિવેક કરી ધર્મને સમજવાની બધા લેક જીજ્ઞાસા રાખે છે એજ જણાવવાને પૂર્ણ છે કે ધર્મ વિચાર એ માણસના સર્વ વિચારનું' ધારણ છે; અને જંગલીમાં જંગલી ગણાતા લાકા પણ કોઈ પ્રકારને ધર્મ નથી પાળતા એમ નથી. કેટલાક વિદ્વાનોએ એમ નિશ્ચય કર્યો છે કે ધર્મ એ શબ્દથી જ વાત સમજવાની છે, એક ઈશ્વરવિચાર અને બીજો જન્માદિક્રમ. આ બેને કોઈ પણ રૂપે જે લોકો સ્વીકારતા હોય તે ધાર્મિક ગણાય. તત્ત્વવેત્તાઓ પણ ધર્મનાં અનેક લક્ષણ આપે છે. અનાઘનત વિશ્વક્રમ સમજવાની જીજ્ઞાસા તે ધર્મ એમ કાઈ કહે છે. તે કાઈ પરમાર્થ ને સ્વાર્થનુ ઐકય કરવાની વાંછના તે ધર્મ એમ બતાવે છે. | ધર્મનાં આવાં અનેક લક્ષણ કરવામાં આવે છે; ધર્મના પ્રમાણુરૂપે અનેક શ્રતી, સ્મૃતિ, પુરાણાદિને બતાવવામાં આવે છે; આચાર્યોનાં વચનને પણ ધમરૂપે ઠરાવાને સંપ્રદાય છે, આ બધી વાત ઉપરથી એ પણ વિચાર ઘણી વખત વિદ્વાન ચલાવે છે કે ધર્મના વિષય છે તે કેવલ શ્રદ્ધાનાજ વિષય છે, બુદ્ધિને એટલે તર્કનો વિષય નથી. અમુક વાત માનવી એટanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750