પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૧૦ સદન ગદ્યાવલિ. લેજ ધમ, તે વિષે તર્ક કરો કે તેને બુદ્ધિથી યોજવી તે ધર્મ એમ નહિ. ઘણા ધર્માધકે એવું પણ બેધે છે કે માણસના હૃદયના પ્રેમદયાદિ ભાવ ઉપર ધર્મનું પ્રબલ છે; તેના મનમાં બુદ્ધિ તર્કદિ ઉપર બીજા વિચારોનું બલ છે. આટલી બધી ગુચવણુ કરવાનું કાંઈ પ્રયોજન નથી. અમારૂં મત તે એમ છે કે ધર્મ એ કેવલ બુદ્ધિના કે તર્કનોજ વિષય નથી, તેમ કેવલ શ્રદ્ધાને પણ વિષય નથી. જે વાતને બુદ્ધિ ગ્રહણ ન કરે, તેને શ્રદ્ધા સ્વીકારે તેથી તે સત્ય થઈ શકતી નથી. તર્કને છેડે નથી માટે તેને નિયમમાં રાખવા તેના ઉપર ઇતિહાસ અને અનુભવનાં બંધન મૂકવાં જોઇએ એ ખરૂં” છે. તેથીજ શ્રુતી, યુક્તિ, અનુભવ એમ ત્રણ રીતે આપણાં શાસ્ત્ર પ્રતિ સિદ્ધાન્તનું રહસ્ય મેળવી લે છે. પણ આમ મેળવી લેવામાંથીજ એમ સિદ્ધ થયું કે કેવલ શ્રદ્ધાનું કામ ધમમાં નથી. કાંઈ માની લેવું તે શ્રદ્ધા; તે માનવાની વાતનાં કારણ લક્ષણાદિને વિવેક કરો તે તર્ક, ત્યારે, તર્ક કવિના મનાતું નથી, ને મનાયાવિના તર્ક યથાર્થ કર્યો ગણાતો નથી, એમ સમજવાનું છે. શ્રદ્ધા અને બુદ્ધિ ઉભય આ રીતે જોતાં એકજ છે. આમ છે એટલે સુધારાવાળા કે તત્વવિચારવાળા પોતાના રસ્તા ધર્મથી જૂદ છે અથવા ધર્મથી વિરુદ્ધ છે અમ આયહ કરે; કે ધર્માચાર્યો પિતાના ધર્મને તત્ત્વવિચારથી નિરાળા ગણાવવા પ્રયત્ન કરે; તે ઉભયે મિથ્યા વાત છે. તે આ પ્રમાણે, જ્યારે બે વિરુદ્ધ જણાતા મતને પણ સમાધાનમાં આણી શકાય તેવું ધર્મનું ધારણ સ્થાપ્યું ત્યારે તે ધર્મ એટલે શું ? ધર્મનાં જે જે લક્ષણ આપણે આરંભે આપી ગયા તેથી તે ધર્મ અને સુધારાને વિરોધ કદાપિ ટળતો નથી. તે વિરોધ ટળે તેવું ધર્મલક્ષણ કયું' ? આ પ્રશ્નનું ઉત્તરપણુ હવે સહજ છે. આ વિશ્વનો અનાદિ વ્યવહાર આપણી દૃષ્ટિ આગળ ચાલ્યા જાય છે, આપણે પણ તેમાંજ છીએ; ત્યારે, એ વિશ્વરચના શું છે, આ પણે તેની સાથે શો સંબંધ છે, ને આપણો એ સંબંધ યથાર્થ રીતે પરિપૂર્ણ સાચવાને શું કરવાનું છે એજ મુખ્ય વાત છે. એને સત્ય કહો, ધર્મ કહો, તત્ત્વ કહો, સુધારો કહો, તર્ક કહે, શ્રદ્ધા કહો, તેથી કાંઈ બાધ નથી. મનુષ્યો કે વ્યક્તિમાત્ર, જીવિતના યથાર્થ હેતુ સમજવા એજ સવી તકરારનું મધ્યબિંદુ છે. જ્યારે આટલીવાત સ્પષ્ટ સમજાય ત્યારે જણાશે કે ધમ એટલે જીવિતને યથાથ હેતુ જે સમજાય તેજ પ્રમાણે નીતિ, આચાર, વિચાર, વ્યવહાર, રાજ્ય, સર્વે રચાવાના. માટેજ ધર્મવિચાર એ સર્વ વિચારનું મૂલ છે. જીવિતના પરમ હેતુરૂપ સત્ય છે તે એકજ, પણ તે કાઈને વરી બેઠું' નથી. છતાં વારંવાર ક૯૫નાને પટંતરે તે સત્ય જોડે સંતાકુકડી રમનારા એમ જાણે છે કે અમેજ સત્યને પકડયું છે, અમારી કંઠીજ બધાએ ગળે બાંધવી એટલે મેક્ષ થશે. સરકાર તરફથી આપણને જે કેળવણી નિશાળામાં કે કૅલેજોમાં મળે છે તેને આપણે ધર્મ રહિત ગણીએ છીએ. પણ તેમ હોઈ શકે જ નહિ, ને નથી. સરકારી કેળવણી પણ ધર્મ સહિતજ છે; પણ તે ધર્મ આય - ધર્મ છે તેવો નથી એટલે આપણે તે કેળવણીને ધર્મ રહિત કહીએ છીએ. હમણાંજ આપણે કહ્યું કે જીવિતનો હેતુ જેવો મનાય તેવું બધું નિયમાય, તેમ, જ્યારે આ એકજ દેહના વંસ પછી કાંઈ છે નહિ, એ દેહપણ જડમાત્રના યોગથી થયો છે. એવું જ્યારે જીવિતનું સ્વરૂપ બંધાયુ ત્યારે બધ પણ તેજ હોય, કે અન્ય કલહ ન થઈ આવે તેવી રીતે યથેષ્ટ સ્વછંદાચારે રહેવું એજ નીતિ. આપણે જે ધમને ધમ કહીએ છીએ તે પ્રમાણે આવી નીતિ પાપ રૂપ ianamientage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850