પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 | ધર્મધ, ૨૧૧ છે, માટે જ આપણે શાળાઓના શિક્ષણને ધમરહિત કહીએ છીએ. પણ એમાં તે એ શિક્ષણ આપનારા આપણને એનું જ એજ કહે તે ચાલે તેમ છે. કહેશે કે તમે જે રીતે જીવિતને હેતુ સમજે છે તે રીતિ એક કપેલ કલ્પના છે માટે તદનુસાર રચેલે તમારે આચારવિચારને આડંબર એક પશુબુદ્ધિરૂપ જડ શ્રદ્ધાનેજ વિષય છે ત્યારે, એજ પ્રાપ્ત થયું કે યદ્યપિ શુદ્ધ સત્ય તો એક જ છે તથાપિ તેને પટંતરે વિલેક પેતાની કલ્પનાનેજ ધમને નામે ચલાવનારા અન્યમાં કલહ કરે છે. અમે એમ માનીએ છીએ કે પરમ સત્યનું સ્વરૂપ કદાપિ હાથ થાય તેવું યદ્યપિ નથી, તથાપિ તેને સારામાં સારી અને શુદ્ધ રીતે જોવાનો માર્ગ આપણા આર્યધમ સિવાય બીજો નથી. આટલી વાત સિદ્ધ કરી આપવાને તે એક ગ્રંથ રચવાની જરૂર છે, ને તે અમે અન્યત્ર ( સિદ્ધાન્તસારમાં ) પૂરી પાડી છે; પણ એટલું જણાવવું જોઈએ કે અનાદિ ઈતિહાસના ક્રમથી, બુદ્ધિના પ્રમાણુથી, અને અનુભવની સાક્ષીથી, આર્યધર્મમાગજ સત્યને સમીપ છે એમ સિદ્ધ થાય છે. જ્યારે આમ છે ત્યારે આપણે તેજ વાત સર્વને સમજાવવાની છે. જેમાં સત્યમાત્રનાજ શેધક છે, તેમને નામસાથે કાંઇ રાગદ્વેષ નથી, તેઓ તે સત્યમાત્રનેજ વરનારા છે. જેને સત્યરૂપે સિદ્ધ કરી શકાય તેજ બીજાને બાધવું એ પરમ ધર્મ છે, મહા પુણ્ય છે, એટલું જ નહિ પણ ખરા સત્યવાદી પુરુષનું પણ એજ લક્ષણ છે. જે વાતને પોતે સત્ય માની તેને બીજાને ગળે ઉતારવા માણસેએ શું શું કર્યું છે ? મુસલમાનોએ પિતાને ધર્મ સત્ય માની કેટલા રક્તસ્ત્રાવથી પોતાના સત્યને કલંકિત કર્યું છે? યુરેપના ધમૅગુરઓએ (પપે) પોતાના સત્યને કાયાવધિ નિર્દોષ સત્યપૃચ્છાનાં બલિદાન આપ્યાં છે ? આજે પણ શું છે ? અમુક વાતનું પૂછડું' ન પકડનાર કેટલા આડા અવળા અણસારા ને મેં મલકારાને પાત્ર થાય છે ? ધર્મવાળા, સુધારાવાળા, કેવા અન્યમાં શ્વાનયુદ્ધ ચલાવે છે ? પણ જોવાનું એટલું જ છે કે એક પતે માનેલા સત્ય માટે જ્યારે માણસે આવું કરે છે, ત્યારે જે પરમ સત્ય છે તેને નામે શું ન કરવું જોઈએ. અમે એમ નથી કહેતા કે મુસલમાનોને દીન ફરી જગાવો જોઇએ, કે “રુધિરાસ્ત્રાવ ન થાય તેમ પ્રાણુન્ત દંડ ” ની દયારૂપ શિક્ષાના પાપને પાવક જાગ્રત કરવો જોઈએ. એટલુંજ કહીએ છીએ કે જે ધર્મ સત્યરૂપ છે તે ઉપર પ્રાણાપણુ ભક્તિ સર્વેએ રાખવી જોઈએ, ને બીજાને તે સત્ય યથાર્થ રીતે, પ્રેમ ભાવે, સમજાવવું જોઇએ. સત્યને નામે જે જે ભાગ આપ્યા છે અપાયા છે, તેને ઇતિહાસ વિચારો તો આ ઉભા થઇ જશે ને તમે પણ એક સત્યભક્તરૂપે પ્રાણાર્પણ કરવા નીકળી પડશે. પ્રખ્યાત શેાધકે ગેલિલિએ, કાપરનીકસ, ના, પેરેસનાં જીવિત વિચારે; અરે ! સામાન્ય પાદરીઓનાજ પ્રયત્ન તરફ જુએ. પોતે જેને સત્ય કહ્યું છે તેનેજ અનુસરવામાં પોતાનાં ગળાં, પુરુએ પરમાનંદથી નિર્ભયતાએ કપાવ્યાં છે, સ્ત્રીઓએ પરપ્રેમરૂપ આમા પણ કરી પુરુષત્વને પ્રભાવ દાખવ્યા છે, નિજીવ પાષાણાદિ પણ એ ચરિત આગળ ઓગળી ગયાં છે ! ! આપણે આયએ પેતાના ધર્મ ઉધારવા આવી સત્યપરાયણતા રાખવાની જ આવશ્યકતા છે. પોતે જેને સત્ય લહ્યું છે તેને સર્વથા મન કમ વાણી ત્રણેથી ભજતાં, કલાજ, ફેશન,’ સુધારે, બધું વિસરી જઈ, પરપ્રેમભાવે વિસ્તારવાનો છે. સત્યને શરમજ નથી. જેટલી જેટલી શરમ છે, જેટલું" જેટલું" કરીને પાછા પડવાનું છે, જેટલું ! જેટલું સંતાડવાનું છે, તેટલું તેટલુ સર્વથા અસત્ય છે, પાપ છે, કુકમ છે. સત્યને નામે anah a de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ન ગધાવલી 11/50