પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૧ર સુદશનગદ્યાવલિ. વાડો બાંધવા એજ અસત્ય છે. સત્યને વાડ હાય નહિ, તેને પટંતર ઘટે નહિ. સત્ય સર્વદા એકજ, એકરૂપજ, છે. માટે આર્યધમાં સુજનને ઉચિત છે કે તેમણે મનકમેવાણીની એકતારૂપ ખરી સત્યપરાયણતા પકડવી. જે માનવું તેજ નિઃશંક બાલવું પાળવું. એ તો સુધારાવાળા પણ કયાં નથી કરતા ? કરે છેજ. પણ આપણે કહેવાનું તાત્પર્ય એમ છે કે પરમસત્ય જેનું સીધામાં સીધું રૂપાંતર આર્યધર્મ છે તેને સમજવામાં સત્યપરાયણતા રાખી કદાપિ પાછા હઠી જવું નહિ. આ ઠેકાણે કોઈ પૂછશે કે આર્યધર્મ તે કર્યો ધમ ? વૈષ્ણવ, શૈવ, શાક્ત, કબીર, દાદુ, કયો ? આનું ઉત્તર આપવું' બહુ કઠિન છે, છતાં અમે અન્યત્ર જે સિદ્ધ કર્યું છે તે કહીએ છીએ. શ્રુતિ, એટલે કે આપણી તેમજ પ્રાચીનકાલના બીજા દેશોની પણ ઋતિ, તેનાથી; બુદ્ધિ એટલે આપણી તેમજ પ્રાચીન અવૉચીન વિદ્વાનોની, તેનાથી; અને સર્વના અનુભવથી જે વાત સિદ્ધ થાય તેટલીજ શુદ્ધતત્ત્વ જાણવી. આવાં શુદ્ધરૂપ આર્યધર્મ માં સેંકડે ૮૦ ટકા છે. તેથીજ આર્યધર્મને અમે સત્યનું સીધામાં સીધુ રૂપાંતર કહીએ છીએ. જે કસોટી અને જણાવી તે કસોટીએ ચડાવી જોતાં જે કસ નીકળે તેને આધારે આપણાં દર્શન, પુરાણ, સપ્રદાય, પંથ, સર્વમાં જે સુવર્ણરૂપે વપરાય છે તેને ઓળખી લેવું, ને એમ એક આર્યધર્મ સમજવા અમુક દર્શન, અમુક પુરાણ, અમુક સંપ્રદાય, અમુક પંથ, તેજ પરમ સત્ય ને બીજી" નહિ એ વાત કેવલ હાસીપાત્ર છે, કિંબહુના સ્વાર્થ માત્ર છે, અસત્ય છે. સત્યને સીમા નથી એ સૂત્રજ સર્વદા સ્મરણમાં રાખવાનું છે. ઉપનિષદ્ વાકય પણ કાળજે કોરી રાખવાનું છે વિશતિમવિજ્ઞાનતમ્ ( ન જાણનારે જાણ્યું છે. ) આપણા ધર્મ પરમ સત્યરૂપ છતાં, અમુક વાડા બાંધી તે રૂપે પ્રવર્તવાથીજ કુખ્યા છે. આટલા માટે પરમ સત્યરૂપ ધર્મને યથાર્થ રીતે, સર્વમાન્ય રીતે સમજાવો એમાંજ બધી ખુબી રહેલી છે. જ્યારે ધમને એવી રીતે સમજાવી શકાશે કે તેમાં ક્રીશ્રીઅન, પારસી, મુસલમાન, હિંદુ, કોઈ પણ વાંધો ઉઠાવી ન શકે; સુધારાવાળા પણ જેને અપ્રમાણુ ગણી ન શકે; ત્યારેજ ખરા સત્યનો ઉદય થશે. એ સત્ય આપણા હાથમાં જ છે–આર્યધમ માંજ છે; પણ તેના સમજનાર સમજાવનારની ખાટ છે. આર્યસુધમેદય સભાએ જે પગલું ભર્યું છે તેને અમે પરમાનંદથી અભિનંદન આપીએ છીએ, તેનું કારણ હવે સ્પષ્ટ સમજાશે. આર્યસુધર્મોદય સભાના કાર્યભારીઓને પણ આ અમારે લેખ નિત્ય લક્ષમાં રાખવાની વિનંતિ છે. એમ નહિ બને તે તેમનું કાર્ય, અત્યંત પરમાર્થરૂપ છતાં અનેક ધર્મ ઢગની પૈઠ, નિષ્ફલ થઈ પડશે. આર્યધર્મસત્યધર્મ-નો સર્વથા ઉદય થાય એનીજ અમે તે માલા જપીએ છીએ.' મે-૧૮૮૯. વાચન. ( ૯ ). ( દિન પ્રતિદિન શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો પણ વિસ્તાર થતો જાય છે અને વાચનની રુચિને તૃપ્ત કરનારા લેખે પણ વૃદ્ધિ પામતા જાય છે. એ વાત સંતોષ ઉપજાવનારી છે, તથાપિ આપણે અને આપણે સ્થાને આવનારાં આપણાં બાલક્રો શું વાંચીએ છીએ. કેવી.

  • સિદ્ધાન્તસારમાં.

" Gandhil Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12/50