પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૧૪ સુદર્શન ગદ્યાવલિ, માટે છે એમ મનાતું બંધ થયું છે. રેલવેમાં વખત જવા” માટે પુસ્તકો અને પૈપરે સાથે રહે છે, વખત મળશે ત્યારે વિચારવાને માટે રહેતાં નથી. પ્રાચીન સમયમાં કોઈ પણ ગ્રંથને ‘ વિચારો.” એમ કહેવાતું તેને સ્થાને હવે ‘વાચ’ એટલું જ કહેવાય છે, ને તે અન્વર્થ છે કેમકે વિચાર્યા વિના વાચી જવાય તેવાજ વાચનની આ સમયને ભુખ છે. ને કહેવાનું તાત્પર્ય એમ નથી કે સર્વ કેાઈ વાચનારે તત્ત્વશાસ્ત્ર અને ગહન વિચારના ગ્રંથેજ વાચવા અને વિચારવા. પરંતુ એવા વિષયોને એ રેલવેની મુસાફરીમાં લઈ જવા ને અને વખત ગાલવાને સાથે રાખેલાં વાત તથા નાટક કે પેપરના આર્ટિકલની પેઠે ઉપર ઉપરથી જોઈનેજ હાથ કરી લેવાની આશા રાખવી, કે તે રીતે તે વિષયોને ચચોચલા જેવાની ઈચ્છા કરવી એ અતિશય અગ્ય અને હાનિકારક છે. ગહન વિષયને એ રીતે ચર્ચા શકાતા નથી, અને એ રીતે ચર્ચવાથી તેમનું સંપૂર્ણ જ્ઞાન ન થતાં સમજનાર ને વિચાર કરવામાં ભૂલ થયા વિના રહેતી નથી. વાચનની જે પદ્ધતિ પડી ગઈ છે, કથા, વાતો, નાટક, ન્યૂસપેપર એટલામાંજ વાચનનો વિસ્તાર આજ કાલ આવી રહ્યા છે તેથી ગંભીર વિષયેની ચર્ચાને અવકાશ જતો રહ્યો છે એટલું જ નહિ, પણ જે વિષય રુચિકર વાચનમાં ગણાય છે તેમાં પણ તેના સ્વરૂપને અનુસરીને કે તેના તલસ્પર્શને અનુભવાને કાંઈ લખાતું જણાતું નથી. - ગંભીર વિષેની ચર્ચાને અભાવે અને ગંભીર વિષયનું વાચન અરુચિકર થવાને લીધે, તથા જે ચિકર વાચન છે તેમાં પણ બહુ ઉંડાઈ ન હોવાને લીધે, વાચકેના જીવનમાં થી, વ્યાપારમાંથી, વિચારમાંથી, આચારમાંથી, ગાંભીર્ય અને વિવેક પ્રત્યક્ષ રીતે ન્યૂન થતાં જાય છે. આ જગતમાં અવતરીને મરવાની વચમાં જાણે ખાવા પીવા અને મોજમઝાહ કરવા વિના બીજું કશું કર્તવ્ય જ ન હોય તેવી લધુતા, ચંચલતા, વિકલતા આપણા વાચકેના અંગમાં વારંવાર જણાય છે; અને અભિમાન તથા સંકુચિત મન અને વિચાર સાથે સ્વચ્છેદિતા, ગમત, મેજ, એજ સવત્ર નિયામક થઈ ગયાં હોય એવું ખેદકારક ભાન વિચારવાનને થયા વિના રહેતું નથી. જીવન અને તેના ઉપયોગ અને નિવોહ તથા સ્વરૂપ વિષે ગંભીરતાથી વિચાર કરવા, તે વિચારને અનુસરી મહકાર્યોમાં પ્રવેશ કરવામાં સાહસ સ્વાર્પણ અને આગ્રહ પોતાના ચારિત્રમાં પ્રતિક્ષણે દર્શાવવાં, એ વાતજ જાણે, આપણ વાચકોના લક્ષમાં ન હોય, કાર્યસિદ્ધિના રહસ્યમાર્ગે ગંભીર વિચાર છે એનું જાણે વિસ્મરણજ થઈ ગયું હોય, તેવું વર્તમાન સમયના વાચનની સ્થિતિથી જણાઈ આવે છે. - આપણા દેશમાંજ આમ થયું છે એમ નથી; યુરોપ અને અમેરિકામાં પણ દેશની ઉન્નતિના સ્વરૂપને સમજનારા વિચારવાનું પુરૂ આવાજ પ્રકારનો ફરી આદ કરે છે. વરાળયંત્ર, વીજળી, અને ચુંબકની પાંખા ઉપર ઉડતા અને મહાલક્ષ્મીની પ્રતિમાના પ્રતાપમાં ઝંખવાઈ ગયેલા આ સમયને પોતાનાં અંત:કરણ અને બુદ્ધિમાં પણ વરાળયંત્ર, વીજળી અને ચુંબકનાં સાધનાથી વિચારવાનો અને નિર્ણય કરવાનો પ્રકાર જોઈએ છીએ. આમ હાવાથી આજ તમને એવાં સ્ત્રી પુ બહુ જડશે કે જેમણે ઘણાં શાસ્ત્રો, ઘણા ગ્રંથઘણા વિચારોનાં મેઢાં પૂછડાં, ગમે તે, પણ કાંઇકને કાંઇક જાણ્યાં હોય; પણ એવાં જન તે અતિ વિરલ જડશે કે જેને કોઈ એક વિષયનું તેના મૂલથી પરિપાક પર્યત સાંગોપાંગ યથાર્થ જ્ઞાન હોય. આથી કરીને આ સમયનું જીવન કેવલ એક રમત જેવું, નકામું, હલકું, અને સ્વાર્થી થઈ ગયું છે; Ganaihitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850