પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્રદ્ધા, ૨૬૫ જ્યાં જોઈએ ત્યાં રમત, ગમંતની મંડલીઓ, કલા, સોસાઈટીઓ છે; અને વિદ્યા કે જ્ઞાનના ગંભીર વિસ્તાર માટેનાં તેવાં સ્થાન અન્ય દેશોમાં કવચિત કવચિત્ દેખાય છે તથાપિ આપણા ભરતખંડમાં એક પણ નથી એ અતિશય શાકજનક દશા છે. વિદ્યાવિદ, શાસ્ત્રચર્ચા, એ તે એક અનાદરનો વિષય છે, લેનટેનિસ, બિઝિક, ક્રીકેટ, ચહા પાણી, જ્યાફતો અને વચમાં વચમાં નાટકોનાં “ગાયન” એ આજકાલના વિદ્યાના ઉપાસકને શોખ છે ! પઠનપાઠનને જે પ્રાચીન સંપ્રદાય હતો તેને તે અત્યંત ઉછેદ થયો છે, અને આજ એક શતકથી પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવથી આપણે વાચતા અને લખતા થયા છતાં એક પણ શુદ્ધ પ્રતિભાવાળા (original) લેખ ઉપજાવી શક્યા નથી ! આપણું વાચન એજ આપણા જીવનનું ખરૂં પ્રતિબિંબ છે; માણસ કેની સાથે રહે છે ને શું વાંચે છે તે કહો એટલે તે કેવો છે એ કહી શકાશે એમ જે જ્ઞાનીએ કહ્યું છે તેણે સત્ય કહ્યું છે. ઍકટોબર ૧૮૮૭. શ્રદ્ધા, ( ૩૦ ) આર્યમહિલા ! તને સંબોધન કરીને લખવાનું ઘણું છે. તારે માટે અમારો સર્વ શ્રમ નિરંતર કાયમ છે ને તને સુખી કરવામાં અમારા સુખનો સમાવેશ છે. પણ તારા મનમાં શ્રદ્ધા ન હોય તે આ બધાનું ફળ થડુંજ થનાર છે. સુખ શોધવામાં માણસમાત્રની પ્રવૃત્તિ થયાં કરે છે ને જુદી જુદી યુક્તિઓથી તે તે સુખ સર્વ સંપાદન કરે છે; પણ શ્રદ્ધાથી જે સુખ મળે છે તેની બરાબર એકે સુખ આવી શકતું નથી. જુદાં જુદાં સંસારનાં કે પરમાર્થનાં સુખનું રૂપ તપાસીએ તો પણ તેમાં મુખ્ય વાત શ્રદ્ધા નીકળશે. જગતમાં પરિપૂર્ણ તો કંઈ નથી. કોઈ એવું નથી કે જેનામાં કાંઈ ખામી ન બતાવી શકાય. પણ જે કાંઈ વધતું ઓછું હોય તે શ્રદ્ધા વડે પુરૂ થઈ આનંદ પેદા થાય છે ને આનંદ એજ સુખ. એક એકના ઉપર પ્રીતિ રાખવી એ તો સુખ જ છે એમાં કાંઈ સંદેહ નથી, તે તેમાં એટલે પ્રીતિમાં પણ શ્રદ્ધા વિના બીજું શું છે ? જે સામા માણસ ઉપરથી કોઈ પણ કારણસર આપણી શ્રદ્ધા ઓછી થાય તે તેટલે જ અંશે તેના ઉપરથી આપણે વિશ્વાસ પણ ઉઠી જાય અને તેથી પ્રીતિ પણ તુટી જાય. એ રીતે તપાસ કરતાં દરેક બાબતમાં શ્રદ્ધા એ મુખ્ય વાત જણાશે. ઘરસંસાર ચલાવવામાં પણ શ્રદ્ધાવિના ધણુ કષ્ટ પેદા થાય છે; ને કલેશને લીધે સુખનો વારો આવતા નથી. શ્રદ્ધા બે પ્રકારની છે; જડ અને વિચારયુક્ત. જડ શ્રદ્ધા તે એવી કે કોઈ વાત કરવાની છે તેમાં આપણુને બીલકુલ સમજણ પડી શકતી નથી, પણ કેાઈ એ વાતનો પાક જાણુનાર છે તેના કહ્યા મુજબ ચાલવાથી કલ્યાણ થાય એમ છે કે તે મુજબ ચાલવું. આવી જડ શ્રદ્ધા કરતે કરતે કાલાંતરે વિચાર કરવાની બુદ્ધિ ખુલે છે, અને એમ જણાવા માંડે છે! કે અમુક શ્રદ્ધાનું કારણ અમુક છે. આ જાણ્યા પછી જાણેલી અથવા કરવાની વાત ઉપર જે દઢતા થાય છે તે વિચારયુક્ત શ્રદ્ધા જાવી. બીજા પ્રકારની શ્રદ્ધા ઘણી ઉત્તમ છે. પ્રથમ પ્રકારની શ્રદ્ધા તેને પેદા કરવાવાળી છે. નાનાં બાળક જે વિષય શીખે છે તેટલા શ્રદ્ધાથીજ શીખે છે. જે વખતે તેમને વિશેષ વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી તે વખતે કેવળ શ્રદ્ધાજ sanan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.