પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્રદ્ધા ૨૧૭ થાય છે. જ્ઞાનની શ્રદ્ધો એ એક વાત પણ અહી થી અમુક કામે જવું છે અથવા અમુક કામ કરવું છે તેમાં પણ પોતાની શારીરિક શક્તિ ઉપર કે સામાન્ય રીતના મનોબલ ઉપર શ્રદ્ધા ન હોય તો કાંઈ બની શકવાનું નહિ. અમુક પ્રસંગ એવો બન્યા કે જેમાં સત્ય પક્ષે ઉતરવાની જરૂર છે, ને સત્ય બોલવાની મરજી પણ છે, તે છતાં હું સત્ય બોલીશ તેથી બીજાને કાઈને ખોટું લાગશે માટે કેમ બોલાય એવી પોતાના વચન ઉપર શ્રદ્ધા નથી કે સત્ય વચન ખાટું કરેજ નહિ તો તેવા માણસ પ્રમાણિકપણે પણ કેમ વર્તવાના. ધમ કર્મમાં પણ ગુરૂએ અમુક ક્રિયાને ઉપદેશ કર્યો તે કરવાની મનમાં દૃઢતા નથી તથા બેટા ભયનાં કારણોથી શ્રદ્ધા પેદા થતી નથી તો માક્ષસાધન પણ કેમ થઈ આવવાનું ? કુટુંબમાં કે રાજ્યમાં મુખ્ય માણસ જે આજ્ઞા કરે તેજ આજ્ઞાને હેતુ પોતે જાતે તોડીને પોતાના ઉપરજ પિતાની અશ્રદ્ધા છે એમ બતાવે ત્યારે તે આજ્ઞાનુસાર બાલકને કે તાબાનાં માણસોને ચલાવવાની આશા કયાંથી રાખી શકાય ? માબાપ છોકરાંને ચોરી કરવાની ના કહે છે ને પોતેજ એક બીજાથી છાની વાતો કરે છે ને તે છોકરાં જુએ છે તે પછી છોકરાં ચોરી ન કરવાનાં કે કરવાનાં એ વિચારવા જેવું છે. રાજા પોતાનાં માણસોને ઈનસાફ કરવાનું કહે છે ને પંડે જ ખોટું બોલે છે તો તે માણસ પાસે ઇનસાફ કેમ કરાવી શકનારે ? પોતાના ઉપરજ પિતાને શ્રદ્ધા નથી એમ જણાયાથી જ્યારે આમ બેટી અસર થાય છે ત્યારે પોતે જાતે કાંઈ પણ કરી શાનું જ શકાય ! માટે પોતાના ઉપર ને પોતાની શક્તિ ઉપર યથાર્થ રીતે શ્રદ્ધા રાખવી એ પ્રથમ જરૂરની વાત છે ને એથીજ નાનાં મોટાં સર્વ સારાં કામ જગતમાં બને છે. _ પણ આ શ્રદ્ધા તેના મિજાન પર હોવી જોઈએ એક તરફ પોતાના ઉપર શ્રદ્ધા ન રાખ્યાનાં પરિણામ જેમ ખેટાં થાય છે તેમ પોતાની ઉપર વગર વિચારે શ્રદ્ધા રાખ્યાંજ કરવાથી ઉદ્ધતાઈ અમર્યાદપણું અને મૂખ પેદા થઈ આવે છે. સર્વે ગુણને માટે એજ નિયમ છે કે તે મધ્ય અવસ્થામાં હોય તેમજ સારા. એક તરફ અશ્રદ્ધા એ જેમ બાયલાપણું છે, તેમ અતિશ્રદ્ધા એ ભૂખૉઈ છે; એજ રીતે કેવળ ન ખર્ચવું એ જેમ કંજુસાઈ છે, તેમ ખુબ ખર્ચવું એ ઉડાઉપણું છે. માટે વચલે રસ્તો નિરંતર સારે છે. ધણાંક બૈરાં પોતાના રૂ૫ ઉપર કે ગુણ ઉપર ઘટે તે કરતાં વિશેષ શ્રદ્ધા રાખ્યાથી એવાં મૂર્ખ બની જાય છે કે કુટુંબીઓને દુઃખનું કારણ થઈ પડે છે. માટે પોતાના પંડ ઉપર જે શ્રદ્ધા રાખવાની જરૂર છે તે આ પ્રમાણે વિચાર કરીને રાખવાની છે. જે શ્રદ્ધાથી કાંઈ ફલ નથી પણ બડાઈ માત્રજ કરી શકાય છે એવા પ્રકારની જાત ઉપર રાખેલી શ્રદ્ધા નિશ્ચય કરીને ખાટી જાણવી; પણ જે પ્રકારની શ્રદ્ધાથી જાતે કાંઈ સારું કાર્ય સાધી શકાતું હોય તે શ્રદ્ધા કદાપિ સહુજ મર્યાદાથી બહાર હોય તોપણુ રીતિસરજ સમજવી. ને અશ્રદ્ધાએ મહા પાપ છે. ઠંદ્ધા વિના કરેલું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. જે મનમાં તે માટે, માટે કોઈની સાથે બાલવા ચાલવામાં પણુ અશ્રદ્ધાથી સારી અસર કરી શકાતી નથી. શ્રદ્ધા વિના કરેલાં કર્મ પણ ફલતાં નથી કેમકે તે કેવલ તામસી એટલે રાક્ષસી વૃત્તિનાં કાર્ય કહેવાય છે. જે લાક અશ્રદ્ધાળુ છે તેમને સંશય ઘણુ થયાં કરે છે. તે સંશય થવાને લીધે કોઈ વાતનો નિશ્ચય નહાવાથી તેઓ કશામાં સુખ લઈ શકતાં નથી. અાશ્રઘાનશ્ચયંરાચરિમાનથતિ. એમ ગીતામાં પણ કહે છે. આટલી રીતે સવો સુખના સાધનરૂપ જે શ્રદ્ધા તે જ્ઞાન વિના પાકી થતી નથી માટે Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850