પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૧૮ સુદશ નગદ્યાવલિ. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન મેળવવા જરૂર પ્રયાસ કરી તેમાં તારે તે જ્ઞાનની ઘણી જરૂર છે પણ જ્ઞાન પામવાની મુખ્ય વાત શ્રદ્ધા તે જ તારામાં મળે નહિ ત્યાં શો ઉપાય ? વિદ્વાન તે કહે છે કે સમજ્યાવિના શ્રદ્ધા કરવી એ મૂખૉઈ છે. સમયા છતાં શ્રદ્ધા ન કરવી એ ગાંડાઈ છે અને થત સમજણ અથવા જ્ઞાનને શ્રદ્ધા ઉભય સાથેજ થાય છે. ખરી શ્રદ્ધા તે જ્ઞાનથી પ્રાપ્ત થયેલી તેજ છે માટે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન પામવાને પ્રયત્ન કરવો એ તારૂં મુખ્ય કામ છે. તારામાં શ્રદ્ધા હશે તે દશ વર્ષનું કામ દશ દિવસમાં થશે. હઝાર ગાઉની વાત એ હાથમાં આવી રહેશે ને પ્રતિકૂલ વાતે અનુકૂલ થઈ જશે એટલું જ કહીને હાલ તો આ પત્ર પુરૂં કરીએ છીએ. જાનેવારી ૧૮૮૬ જ્ઞાન, ( ૩૧ ) આર્ય મહિલા ! તારા તરફ વિચાર કરતાં જે લખાણ ત્રણ ચાર વખતથી હું કર્યો” જાઉં છું તેણે તને કાંઈ અસર કરી છે ? એ વાતની તો કોને ખબર ? અરે ! આપણી કેવી દુર્દ શા છે કે જેને માટે પ્રયત્ન થાય છે તેમાંનું કોઈ પણ એટલું કહી નથી શકતુ કે તે બરાબર છે, અથવા તેમાં અમુક ફેરફારની જરૂર છે ! કદાપિ અમારા કેટલાક સહાય કરનારને લાગે છે તેમ તને અમારું લખવું દુર્ધટ લાગ્યું હશે, પણ જરા વિચારીને વાંચશે તો તને તારે ધર્મ ને તારી ફરજ પુરેપુરી સમજાશે. પ્રથમ તો તને તારા ધર્મ વિષે અમે કહી ગયા, ને તે પછી તારે શ્રદ્ધાની કેટલી જરૂર છે એ પણ બતાવી ગયા. હવે એ બેની સાથેનું ત્રીજું અંગ જે જ્ઞાન તે વિષે કાંઈક લખી તને તારા સ્વરૂપનું ભાન કરાવી તારે કયે માર્ગે જવું તે માર્ગ બતાવવાની ઇચ્છા છે. ગાન ગાતાં શીખવું, અથવા શરીર શણગાર ધરતાં શીખવા એ પણું જ્ઞાન જ છે. તથાપિ તે કેટલું હલકા પ્રકારનું છે એ વિચાર કરતાં સહજ જણાઇ આવશે. મનમાં દરેક વાત સમજવી ને તે વિષે વિચાર કરી વિવેક બુદ્ધિથી વ્યવહાર કરે એ વિષયનું જ્ઞાન અલબત ગાન તાન અને ટાપટીપ કરતાં ઊંચા પ્રકારનું છે એમ કહ્યા વિના ચાલશે નહિ. એથી પણ આગળ વિચાર કરતાં વિવેકબુદ્ધિને પ્રકાશ પમાડી ખરે માર્ગે ચાલવાની ટેવ પાડવી તથા નિરતર નીતિમાં રહેવું એ જ્ઞાન તેથી પણ વધારે ઊંચા વર્ગનું માલુમ પડશે. ને છેવટ વિચારતાં જેથી કરીને સુખ દુ:ખ સર્વ એકાકાર થઈ આનંદમાત્રજ બાકી રહે અને બધે પ્રમનો ભાસ દેખાઈ એકતા પેદા થાય એ જ્ઞાન સર્વથી ઉત્કૃષ્ટ નીકળી આવશે. આ રીતે જોતાં શરીર સંબંધી, મન સંબંધી, નીતિ સંબંધી અને ધર્મ સંબંધી એવાં ચાર પ્રકારનાં જ્ઞાન થઈ શકે છે, અને તે ઉત્તરોત્તર એક એકથી વધારે જરૂરનાં છે.

  • બીજી રીતે વિચારીએ તો જ્ઞાન પામવાના હેતુ ઉપરથી પણ એવાજ વર્ગ આપણુને માલુમ પડી આવશે. જ્ઞાન પામવાના હેતુ શો ? આગળ કહેલું છે તેમ એજ કે સંસાર વ્યવહારમાં કુશલતાથી સત્યપક્ષે ઉતરી પરમ પદને પામવું. આ વાત કાંઈ એકદમ બની જતી નથી, ધીમે ધીમે જેમ જેમ નીચા દરજજાનાં જ્ઞાન પ્રાપ્ત થઈ રહેતાં જાય છે તેમ તેમ ઉંચા

દરજ્જાનાં જ્ઞાન પ્રકટ થતાં જાય છે. કોઈ લેાક વચેજ અટકીને તેટલામાંજ આનંદ માને છે, an ainnilerltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50