પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 જ્ઞાન, ૨૧૮ તો તેવાને વિશેષ જ્ઞાનનું જે છેવટનું ફલ છે તે કદાપિ મલતું નથી. આવી રીતે વિચારતાં માણસને જે રીતે જ્ઞાન મેળવવાનું છે તેના છ પ્રકાર કરી શકાય છે. (૧) જેથી કરીને પોતાનું રક્ષણ થઈ શકે તેવું કામ સર્વ માણસે પ્રથમથીજ સાધવું જોઈએ. શરીરને સાચવવાને એટલે ખાવા પીવાના તથા બીજી જે સાધારણ ફરજો માથે આવી પડે તે પુરી પાડવાનો પણ વિચાર રાખીને સર્વેએ તે બાબતનાં સાધન મેળવવામાં પ્રવૃત્ત થવું જોઈએ. આ માણસમાત્રનો પ્રથમ ધર્મ છે. ( ૨ ) જેથી કરીને સંસારમાં જરૂરનાં સાધન પ્રાપ્ત કરતાં સ્વરક્ષણ પણ થઈ શકે તેવાં કામ. (૩) બાલકના ઉછેરવા માટે અને પોષણ માટે જરૂરનું જે જ્ઞાન હોય તે સંબંધી. (૪) સંસારમાં એક ગૃહસ્થ તરીકે તથા જે મંડલીમાં રહેતાં હોઈએ તે મંડલીના માણસ તરીકે બરાબર રહીને આપણી ફરજ અદા કરી શકાય તેવું જ્ઞાન. ! e (૫) રસેંદ્રિય તથા બીજી આનંદજનક ઈદ્રિયાને ઉલ્લાસ પમાડે એવું કાવ્ય, ગાયન ઇત્યાદિક વિષયનું જ્ઞાન. ( ૬ ) જેથી કરી સંસારનાં દુઃખ સુખથી મુક્ત થઈ કેવલ આનંદમાં જ મગ્ન થઈ રહેવાય એવું પરમ જ્ઞાન. આપણે જ્ઞાનના જે ચાર પ્રકાર કરી બતાવ્યા છે તેમાં આ છ પ્રકારનાં જ્ઞાનનો સમાવેશ થઈ શકે છે, પણ માણસનાં આ જગતમાંનાં કર્તવ્ય તરફ જોતાં એમ સિદ્ધ રીતે જણાય છે કે એ ચારે પ્રકારે જે જ્ઞાન મેળવવાનું છે તે ઉત્તરોત્તર આ છ પગથી બતાવ્યાં છે તેને ઉપયોગનું થઈ પડે તે રીતે મેળવવાનું છે.. = પિતાના અંગને અનુકૂળ કસરત વગેરેથી શરીર દૃઢ થાય છે અને તે દ્વારા મન પણ દઢ થઈ જ્ઞાનને લાભ થાય છે. વળી સંતતિ વગેરે ઉપર દઢ શરીરની જે અસર છે તે ફરીથી કહી બતાવવાની અને જરૂર નથી. તો સર્વ લોકને પ્રથમ જરૂરનું કામ તો એજ છે કે જેથી કરી શરીરની સુખાકારી રહે તે જાણવું. આટલા માટે શારીર વિદ્યા, એડધિજ્ઞાન, તથા સ્વચ્છતાના સિદ્ધાંત એ કાંઈક અંશે પણ સર્વ મનુષ્ય જાણવાં જોઈએ કે વ્યાધિની ઉત્પત્તિ થવાનાં કારણથી છુટાં રહેવાય તથા અકસ્માત દર્દ થવાની સાથે વૈદ્યની મદદ મલતા સુધી કોઈ પ્રકારે ઉપાય યોજી શકાય, અને વૈદ્યના ગયા પછી પણ માઝત શાસ્ત્રોક્ત રીતે રા ખ્યાથી આરામ જલદી થાય. આવી રીતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી શરીરનું રક્ષણ થાય એતો ખુલ્લું જ છે, પણ બીજી રીતે જોતાં આવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે યોગ્યતા પ્રાપ્ત થાય છે તેથી કરી પોતાના સિવાય બીજાને પણુ ઉપયોગનાં થઈ પડાય છે, ને તેને લીધે આજીવિકા નિભે છે. આમ જોતાં પોતાને લાભ કરે, તથા જેથી કરીને પારકાને પણ આપણે ફાયદો કરી આજીવિકા પેદા કરી શકીએ તેવા પ્રકારનું જ્ઞાન પણ પૂર્ણ રીતે જરૂરનું છે, અને શરીર સંબધી નાન પામ્યા પછી તરતજ પામવા યોગ્ય છે. આ જ્ઞાન સર્વે પોત પોતાની યોગ્યતા અને મનોવૃત્તિ પ્રમાણે ગ્રહણ કરે છે. કોઈ રસાયન ભણે, તે કોઇ સુથારનું કામ શીખેઃ કાઇ ભણાવવાનો ધંધો કરે તે કાઈ તેલ પીલવાનું જ સમજી લે. પણ તારે તો જેથી કરીને શરીર રક્ષણ થાય જાણ્યા પછી એ જાણવું જોઈએ કે જેથી કરીને તારી અને તારા પતિની એક્તા થાય તથા તારો ઘરસંસાર શુભ રીતે ચાલી તને અને તારાંસંબંધીને આનંદ આપે. anaini Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50