પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તે જ્ઞાન પણ તારી કુશલતાથી આનંદ પામી તને ખરૂં સ્ત્રીરત્નજ ગણે એ સમાન બીજું શું હોય ? એ માટે કેટલાંક કારીગરીનાં શીવવાનાં તથા ભરત કામ ગાયન વાદિત્રને ઉપગ કાવ્યાલંકાર વગેરે પણ તારે જાણવાની જરૂર છે. એ દ્વારા તારાં પ્રેમનાં બંધન દૃઢ થઈ સ્થિર થશે અને તારા અંતઃકરણને આનંદિત કરી તે આનંદ નો અંશ સર્વ ઊપર પસરાવશે. આ સંસારસુખનો અનુભવ કરતાં જે એ સર્વ સુખના દાતા છે તેનું પણ સ્મરણ થયા વિના રહેવું ન જોઈએ. તે કારીગરની વિલક્ષણ ચમત્કૃતિ, તેનું પ્રેરેલું સૂક્ષ્મ વિશ્વયંત્ર એજ તેની સત્તાનું ભાન કરાવવાને બસ છે. સંસારતો કેવલ અનિય છે. એમાંનાં સુખ નિય નથી, તથા ભાગવતે ભગવતે પણ વારંવાર નિર્વેદ પેદા કરે છે. તે આવા પ્રસંગે સિદ્ધ જણાય છે કે પરમ આનંદતો જગતના સારરૂપ પરમાત્માના ધ્યાનમાં અને સુખ દુ:ખથી વિરક્ત થવામાં રહેલો છે. આ સંબંધનું જ્ઞાન છે, તે સર્વે જ્ઞાનને માથે છે, પણ તે પૂર્વના માહા પ્રબલ સંસ્કાર વિના પ્રથમથી જ આવતું નથી. તથાપિ એ વાત સિદ્ધ કરી જાણવી કે જ્યાં સુધી આ વાતને સિદ્ધાંત મનમાં ઉતર્યો નથી ત્યાં સુધી ઉપર જણાવેલી સર્વ બાબતમાં જ્ઞાન અપૂર્ણ રહેવાનું. પરમ સુખ તે શું ? કદાપિ ચલે નહિ એવા સુખનું સ્વરૂપ શું એ નક્કી થયા વિના તે આખરના સુખનાં સાધન રૂપ જે ઉપર કહેલાં સર્વ પ્રકારનાં જ્ઞાન તેમાંની પ્રવૃત્તિ અધુરીને અનિશ્ચિત રહેવાની. માટે આ વિષયનું જ્ઞાન પણ અસલથીજ મેળવતાં જવું જોઇએ. આ રીતે તારા ઉપયોગની ઉત્તરોત્તર જરૂર પ્રમાણે વાત કહી બતાવી. કઈ બાબતે કેવી રીતે ભણાવવી જોઈએ, અથવા શાળાઓ કેવી જોઇએ એ વિષે અને વિચાર કરવાનો પ્રસંગ નથી, પણ જ્ઞાનને જે મુખ્ય માર્ગ બતાવ્યો તેવા પ્રકારે જ્ઞાન પમાય તેમજ સાર્થક છે નહિતા નહિ. ધર્મ વિષે જે વાત તને કહી ગયેલું તે તથા શ્રદ્ધા માટે જે લખી ગયો છું તે બે સાથે આ જ્ઞાનને સાધારણ વિચાર માત્ર અને બતાવ્યા છે તે તું મેલવી જશે તે તને વિચારવાનું અને કરવાનું ઘણું મલશે એટલુ જ કહીને હાલ અટકું છું. ફેબ્રુઆરી-૧૮૮૬. જ્ઞાને. (૩ર) જ્ઞાનને સર્વત્ર માન પામતું આપણે સાંભળીએ છીએ; શાસ્ત્રદ્રષ્ટાઓ પણ જ્ઞાનનેજ મુક્તિનામક જે પરમાનંદપ્રાપ્તિ તેરૂપે દર્શાવે છે. અમુક પુરુષ જ્ઞાની છે, મહાત્મા છે, મુક્ત છે, એવું કહેવાય છે, ત્યાં જ્ઞાન શાને કહેવું એ પ્રશ્ન વારંવાર ઉદ્દભવે છે. શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, સૂત્ર, શબ્દ, આદિ શાસ્ત્રીયજ્ઞાનને રાશિ જેનામાં હોય તે જ્ઞાની કહેવાય છે, સંસ્કૃત, અંગરેજી, આદિ ભાષાનું જ્ઞાન પામીને તે ભાષામાં મનુષ્યને ઉપયોગી એવા વિપરત્વે જે કાંઈ કહેવા લખવામાં આવે તે જાણનાર પણ જ્ઞાની કહેવાય છે. ‘ જ્ઞાન’ શબ્દનો આ પ્રાકૃત અર્થ થઈ ગયા છે ખરે, પણ જેને જેમ પોતાનાં ધર્મસૂત્રાનેજ અને એકંદર ધર્મજ્ઞાનના પ્રથાનેજ ‘ જ્ઞાન” કહે છે, તેમ આપણે જ્ઞાની શબ્દ પ્ર જીએ છીએ ત્યાં અમુક જાણવા ઉપરાંત અમુક પ્રકારનો ધાર્મિકતાનો ભાવ પણ ‘ જ્ઞાન ' શબ્દના અર્થમાં રાખીએ છીએ. Ganahl itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50