પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 २२२ સુદર્શન ગદ્યાવલિ, જ પ્રાકૃત લોકો ‘જ્ઞાની –નાં દર્શન કરવા જાય છે ત્યારે ભવિષ્યની વાત પૂછે છે, વતમાન સમયે તેમનાં સગાંસંબંધીનાં કે પોતાનાં લાભહાનિ અનામયત્વે આદિના પ્રકારનું વિવેચન ઇચ્છે છે; કોઈ વેદાન્તાદિશાસ્ત્રમાં મુખ થયેલા પંડિતો “ અહં બ્રહ્માસ્મિ' એ સાક્ષાત્કાર કોને થાય છે ? મહાવાકાને બેધ લક્ષણાથી કરવો કે મુખ્ય વૃત્તિથી ? ઈત્યાદિ અને નેક શાસ્ત્રીય પ્રશ્નો પૂછે છે; યોગાદિ પ્રયોગશાસ્ત્રનો કાંઈક રસ લાગેલા તાંત્રિક તેવા જ્ઞાન ની પાસેથી વિવિધ ચમત્કારની આશા રાખે છે. “જ્ઞાની’ ચમત્કાર કરી શકતો નથી, કવચિત પંડિતાના વિવાદમાં ઉતરી શકતો નથી, પામરને ભવિષ્યાદિ કહી શકતા નથી;એટલે તેના ઉપરથી આસ્તા જતી રહે છે, તેને “ જ્ઞાની” કહેવાની કેાઈ રુચિ કરતું નથી, તેનામાં જ્ઞાન છે એમ કેાઈ માનતું નથી. પણ શું ‘ જ્ઞાન” એટલે ચમકાર, ભવિષ્યદર્શન, પાંડિય ? જ્ઞાનીને ચમત્કાર કે ભવિષ્યવાદિત્યાદિને સંબંધ નથી તે ઉપર ભગવાન વસિ8 રામને કહે છે: द्रव्यमन्त्रक्रियाकालयुक्त्यामोत्येव राघव । नात्मज्ञस्यैष विषय आत्मझो ह्यात्ममात्रहक् ॥ જે જે સિદ્ધિઓ છે તે દ્રવ્ય, મંત્ર, ક્રિયા, કાલ, યુક્તિ, આદિથી પ્રાપ્ત થઈ શકે છે, પણ જે જ્ઞાની, ( આત્મજ્ઞ ) છે તેને તે વિષય નથી, જ્ઞાની તે જ્ઞાનદષ્ટિમાંજ મગ્ન છે. પાંડિત્ય વિષયે પણ ભગવાન શંકર કહે છે; वीणाया रूपसौंदर्य तंत्रीवादनसौष्ठवम् । प्रजारजनमात्रंतन्त्र साम्राज्याय कल्पते ॥ वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् । वैदुष्यं विदुषां तद्वद्भुक्तये न तु मुक्तये ॥ વીણાનું રૂપ અને સૈદય તેમ મધુર ગીત ઉપજાવવાનું સામર્થ્ય તેનાથી લોકનું રંજન થાય ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિ થાય નહિ; વાણીના વિલાસ, શબ્દોનાં કવિતારૂપ ઝરણાં, શાસ્ત્રના વ્યાખ્યાનનું કૈાશલ, એવું એવું વિદ્વાનોનું જે વૈદુષ્ય તે તે પેટને માટે છે ઠેઠ (મુક્ત ) ને માટે નથી. જ્ઞાનીને પ્રવૃત્તિ હાય નહિ એમ ઘણાક પ્રાકૃત માને છે, અને પાંડિત્ય, ચ. મત્કાર આદિ કાંઈ ન છતાં કેવલ નિચેષ્ટ કે માન પડી રહેનારને પણ પામર ‘ જ્ઞાની ?” સંજ્ઞા લગાડે છે પણ તે વિષયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને કેવલ પ્રવૃત્તિ રૂપ જ્ઞાનનો બોધ કરતાં સ્પષ્ટ કર્યું છે કે: अनाश्रितः कर्मफलं कार्य कर्म करोति यः ।। स संन्यासी च योगी च न निरग्निर्नचाक्रियः ॥ કર્તવ્યરૂપે પ્રાપ્ત થતાં કર્મના ફલન અભિસંધિ કર્યા વિના, જે કર્તવ્યને કરે છે તે સંન્યાસી અને તે યોગી છે, અગ્નિહોત્ર શિખા સૂત્રાદિનો ત્યાગ કરનાર સંન્યાસી નથી તેમા ચેષ્ટાના રાધ કરીને અક્રિય રહેનાર યોગી નથી. સિદ્ધિ, ચમત્કાર, પાંડિત્ય, અક્રિયત્વ, એ આદિ જે જે બાહ્ય લક્ષણો ઉપર અનધિકારી Ganaihileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 22850